- Politics
- ચૂંટણી પંચની ફાઇલો, એજન્ડા અને મીટિંગ મિનિટ્સ... રાહુલ ગાંધી સહિત વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પાસે શું
ચૂંટણી પંચની ફાઇલો, એજન્ડા અને મીટિંગ મિનિટ્સ... રાહુલ ગાંધી સહિત વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પાસે શું માંગણીઓ કરી?
ભારતીય ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઉઠાવતા INDIA ગઠબંધને સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે કૂચ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ અને JDU નેતા તેજસ્વી યાદવ સહિત અનેક મોટા વિપક્ષી નેતાઓ માર્ચમાં સામેલ થયા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રાહુલ ગાંધી ઉપરાંત 10 અન્ય અરજદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ સામે દાખલ કરાયેલી વિવિધ અરજીઓમાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટ પાસેથી ઘણો મોટી માંગણીઓ કરી છે.
INDIA ગઠબંધને અરજીમાં ચૂંટણી પંચની નિર્ણય લેવાની પ્રક્રિયાની ન્યાયિક તપાસ કરાવવા, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાર્વજનિક કરવા અને મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના નિયમોને સખ્તાઇથી લાગૂ કરવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષે ખાસ કરીને 24 જૂન, 2025ના રોજ SIR શરૂ કરવાના નિર્ણય સાથે સંબંધિત દસ્તાવેજોની વિગતો માંગી છે.

વિપક્ષે અરજીમાં કઇ-કઇ માંગો રાખી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે SIR સંબંધિત નિર્ણયો કઇ પ્રક્રિયા હેઠળ લાવામાં આવ્યા તેની તપાસ જરૂરી છે. અરજીમાં ચૂંટણી પંચની સંપૂર્ણ ફાઇલો, મીટિંગના એજન્ડા, કાર્યવાહીનું વિવરણ, અધિકારીઓની ટિપ્પણીઓ અને દાખલ કરાયેલી આપત્તિઓને જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ECINET અને ERONET સિસ્ટમ્સમાંથી એક્સેસ લોગ પણ ઉપલબ્ધ કરાવવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી મતદાર યાદી સંબંધિત ડિજિટલ ગતિવિદિઓની તપાસ કરી શકાય.
વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટ પાસે એ તપાસ કરાવવાની અપીલ કરી છે કે SIR સંબંધિત નિર્ણયો બંધારણની કલમ 324, ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સેવાની શરતો શરતો સંબંધિત અધિનિયમ, 2023ના કાયદા અને TN શેષન વિરુદ્ધ ભારત સંઘ કેસમાં આપવામાં આવેલા નિર્ણય અનુસાર લેવામાં આવ્યા હતા કે નહીં.. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચના SIR સંબંધિત દરેક નિર્ણયને નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે અને યોગ્ય રેકોર્ડ તૈયાર કરવામાં આવે. વિપક્ષનો ભાર નિર્ણયોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા પર છે.
વિપક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે મતદારને તેમનું નામ કાઢી નાખતા પહેલા નોટિસ આપવામાં આવે અને સુનાવણી માટે વાજબી તક આપવામાં આવે. કાઢી નાખવામાં આવેલા મતદારોની બૂથવાર યાદી, કાઢી નાખવાના કારણો અને વસ્તી વિષયક વિગતો પ્રકાશિત કરવામાં આવે. તેમણે મતદાર યાદી ડેટાબેઝમાં નામ કાઢી નાખવા અને ફેરફારોની તપાસ માટે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની આગેવાની હેઠળ એક સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવાની અને મામલો ઉકેલાય ત્યાં સુધી જાહેર કરાયેલ SIR પર વચગાળાનો સ્ટે મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.

