'ચોરી કરેલા વોટથી ચૂંટાયેલા સાંસદો કાયદો બનાવી રહ્યા છે, જ્ઞાનેશ કુમાર પર રાહુલ વરસી પડ્યા, નોર્થ કોરિયા... કરી આ માંગ

SIR અને મતદાર યાદીને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. SIR પ્રક્રિયામાં કથિત ગડબડીઓને લઈને બે ચૂંટણી કમિશનરોની આપત્તિ સાથે જોડાયેલા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતીય રાજકારણમાં સત્તા-વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી)નો મુદ્દો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં સમાચારમાં આવેલી કેટલીક બાબતો પર પોતાના વિચારો રજૂ કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ એક રાજકીય પરિવારમાંથી આવે છે અને તેમણે પોતાના જીવનના 50થી વધુ વર્ષો એક રાજકીય પરિવાર વચ્ચે વિતાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ એક મૂળભૂત રાજકીય શક્તિ છે, જે ઝડપથી કોઈપણ સરકાર વિરૂદ્ધ વાતાવરણ બનાવી શકે છે અને તેનાથી કોઈને પણ છૂટછાટ મળતી નથી.

રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમણે બાંગ્લાદેશ યુદ્ધ જીત્યું હતું અને તે સમયે તેઓ પોતાની લોકપ્રિયતાના શિખર પર હતા. આમ છતાં, એક-બે વર્ષની અંદર જ તેમણે પ્રચંડ સત્તા-વિરોધી લહેર અને ભારે રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ઉમેર્યું કે ભારતીય રાજકારણમાં આવું ઘણા નેતાઓ સાથે સતત થતું આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેનો સામનો કરવો પડ્યો છે અને પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ સત્તા-વિરોધી લહેરથી પ્રભાવિત થતા રહ્યા છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે તેમને એ સમજાતું નથી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના કિસ્સામાં આવું કેમ થતું નથી. તેમણે આ જ સંદર્ભમાં SIR પ્રક્રિયામાં કથિત ગડબડીઓ અને બે ચૂંટણી કમિશનરોની આપત્તિ સંબંધિત અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રાજકારણમાં સત્તા-વિરોધી લહેર એક સામાન્ય અને પ્રભાવશાળી રાજકીય શક્તિ રહી છે, પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિઓમાં ભાજપને લઈને આ સવાલ અલગ રીતે સામે આવે છે.

02

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ગંભીર સવાલો ખડા કર્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ એ વોટનું સંસ્થાકીય રક્ષક છે અને તેમણે ચૂંટણીઓમાં કથિત ગડબડી સંબંધિત પુરાવા પહેલાથી જ સામે રાખેલા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી 2024 અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણીઓમાં ગડબડ થઈ હોવાની પુષ્ટિ કરવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે જે સવાલો તેઓ સતત ઉઠાવતા રહ્યા તેને નજરઅંદાજ કરવામાં આવ્યા, જ્યારે દેશની જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે હવે બે ચૂંટણી કમિશનરો પણ એ જ વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે, જેની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પાસે છે. તેમણે દાવો કર્યો કે વોટિંગ સિસ્ટમમાં થયેલી કથિત અસ્તવ્યસ્તતા અને નુકસાન માટે જ્ઞાનેશ કુમારને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્ઞાનેશ કુમારની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જોડાયેલી પ્રક્રિયા દ્વારા થઈ હતી. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ પોતાના આરોપોને એક સાંકળ સાથે જોડતા કહ્યું કે જો વોટની ચોરી થાય છે, તો તેનાથી કાયદાની ચોરી થાય છે અને કાયદાની ચોરી થયા પછી સંસ્થાઓની ચોરી થાય છે. તેમણે કહ્યું કે આ એક એવો સિલસિલો છે જે સતત આગળ વધતો રહે છે. રાહુલ ગાંધીના મતે, જો સંસદમાં કોઈ સાંસદ કથિત રીતે ચોરી કરેલા વોટના આધારે પહોંચ્યો છે, તો તેના દ્વારા બનાવવામાં આવેલો કોઈપણ કાયદો ગેરકાયદેસર ગણાશે અને તેના દ્વારા કરવામાં આવેલા સંસ્થાકીય ફેરફારો પણ ગેરકાયદેસર ગણાશે.

રાહુલ ગાંધીએ એન્ટી-ઇન્કમ્બન્સી અંગે વિગતવાર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે હરિયાણામાં છેલ્લા 50 વર્ષથી સત્તા એક પક્ષ પાસેથી બીજા પક્ષ પાસે જતી રહી છે, પરંતુ અચાનક ત્યાંથી એન્ટી-ઇન્કમ્બન્સી ગાયબ થઈ જાય છે.

તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં પણ એવું જ થાય છે. ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં ક્યારેક સમાજવાદી પાર્ટી તો ક્યારેક BSPની સરકાર રહી છે, પરંતુ ત્યાં પણ એન્ટી-ઇન્કમ્બન્સી ગાયબ થઈ જવા સામે સવાલો ઊભા થાય છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયા અને લોકતાંત્રિક સંસ્થાઓ પર તીખી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે દેશ એક એવી સ્થિતિમાં પહોંચી ગયો છે, જેનો સામનો ભારતીય ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયો નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ ‘ફેક’ (નકલી) હતી. તેમણે આગળ કહ્યું કે આ પ્રક્રિયા દરમિયાન પસાર કરવામાં આવેલા કાયદા ગેરકાયદેસર છે અને સંસ્થાઓનું સંચાલન કરનારા લોકો પણ અસંવૈધાનિક/ગેરકાયદેસર છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના બે જૂનિયર ચૂંટણી કમિશનરોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે ‘બહુ સારું કામ’ કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ તેમના માટે એક મૂળભૂત પ્રશ્ન રહ્યો છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિની લોકપ્રિયતા અને સરકારની કામગીરીને સમજી શકાય છે, પરંતુ એ સમજવું મુશ્કેલ છે કે એન્ટી-ઇન્કમ્બન્સી અચાનક કેવી રીતે ગાયબ થઈ જાય છે. તેમણે મધ્યપ્રદેશ અને ગુજરાતના પણ ઉદાહરણો આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં એવી કોઈ લોકશાહી વ્યવસ્થા નથી, જ્યાં સત્તા-વિરોધી ભાવના બિલકુલ અસ્તિત્વમાં જ ન હોય. તેમણે આ સંદર્ભમાં ઇરાક અને ઉત્તર કોરિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણને પોતાની તાકાત એ વોટમાંથી મળે છે, જેની સુરક્ષાની જવાબદારી ચૂંટણી પંચની છે. તેમણે બંધારણ, કાયદો અને સંસ્થાઓ વચ્ચેના સંબંધને એક કડી તરીકે સમજાવતા કહ્યું કે બંધારણમાંથી કાયદા બને છે અને કાયદાઓમાંથી સંસ્થાઓ બને છે. તેમના જણાવ્યા અનુસાર, જો વોટ જ ખતમ થઈ જશે તો બંધારણની તાકાત પણ ખતમ થઈ જશે અને બંધારણ નબળું પડવાથી કાયદાઓ અને સંસ્થાઓની ભૂમિકા પર પણ વિપરીત અસર પડશે.

તેમણે ઉમેર્યું કે વર્તમાન વિવાદને માત્ર વોટ સુધી સીમિત રાખીને જોવો જોઈએ નહીં. તેમણે આ મુદ્દાને દરેક ભારતીય નાગરિકના વિચારો, પાયાના માળખા અને અભિવ્યક્તિ સાથે જોડાયેલો ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ પુનરાવર્તન કર્યું કે વિપક્ષ સતત મતદાન પ્રક્રિયામાં ગડબડ હોવાની વાત ઉઠાવી રહ્યો છે અને આ જ કારણે SIR પ્રક્રિયા તથા મતદાર યાદીને લઈને સવાલો કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

20મી એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહી છે, જ્યાં 24 સપ્ટેમ્બર એટલે કે આજથી પુરુષોની ક્રિકેટ ઇવેન્ટ શરૂ થવાની...
Sports 
એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે? સમજો સંપૂર્ણ સમીકરણ

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી. શરૂઆતથી જ દબાણ હેઠળ રહેલા બજારમાં ટ્રેડિંગના અંત સુધીમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો....
Business 
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનું ગાબડું, 4 લાખ કરોડ ધોવાયા, 3 કારણો જવાબદાર

શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમી અને વરસાદ એમ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે....
Gujarat 
શું ખૈલૈયાઓની રમઝટ બગાડશે વરસાદ? અંબાલાલ પટેલે 17 ઓક્ટોબર સુધીની કરી આગાહી, જાણો વરસાદને લઇને શું કહે છે હવામાન વિભાગ

DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ

તેલંગાણા એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB)એ સસ્પેન્ડ કરાયેલા DSP સંકીરેડ્ડી ભીમ રેડ્ડી સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તપાસ તેજ...
National 
 DSPના ઘરે ACBની રેડ, નોટોના ઢગલાને ઢગલા મળ્યા, DSP સસ્પેન્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.