દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR

ઉત્તરાખંડના હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમુદાયના યુવક અમિત કુમારની ફરિયાદના આધારે દાખલ કરાયેલી FIRમાં રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 196 અને 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1) પણ FIRમાં દાખલ કરવામાં આવી છે.

rahul gandhi
newindianexpress.com

આ મામલો હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી પછી કરવામાં આવેલી શુદ્ધિકરણ યજ્ઞ અને આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીએ આ શુદ્ધિકરણ પર સવાલ ઉઠાવ્યા હતા, તેને દલિત વિરોધી ગણાવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટના રોજ હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. ત્યારબાદ, એક હિન્દુ સંગઠને રામલીલા મેદાનમાં 'શુદ્ધિકરણ વિધિ' યોજી હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે રામલીલા મેદાનમાં ફેલાયેલી ગંદકી અને ત્યાં ઉઠાવવામાં આવેલા કથિત સાંપ્રદાયિક સૂત્રોચ્ચારના વિરોધમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. તો, કોંગ્રેસ પાર્ટીએ આ શુદ્ધિકરણને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની દલિત ઓળખ સાથે જોડતા વિરોધ કર્યો હતો.

rahul gandhi
indianexpress.com

ત્યારબાદ આ મુદ્દાને લઈને રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની ગઇ હતી. રાહુલ ગાંધીએ પણ શુદ્ધિકરણ વિધિની ટીકા કરી અને તેને દલિત વિરોધી ગણાવી. આ જ ટિપ્પણીઓના આધારે હવે હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ફરિયાદી અમિત કુમારે રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદના આધારે, પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?

અલ્લાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓને સતત ઠપકો આપી રહી છે. આ વખતે કોર્ટે દેવરિયાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) ...
National 
‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.