- Politics
- શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ
દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત બે જ અંતરા ગવાય છે. જોકે, 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોટોકોલમાં બધા છ શ્લોકો ગાવાની વાત કહેવામાં આવી છે. શનિવારે પણ કોંગ્રેસ મુખ્યાલયમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો, અને આ પ્રસંગે વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. પરંતુ, આ અંગે કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

ભાજપ પ્રવક્તા આર.પી. સિંહે પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો નિર્દેશ આપવાનો આરોપ લગાવ્યો છે. X પર પોસ્ટ કરતા ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે, આરોપ લગાવ્યો છે કે જ્યારે વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે પાર્ટીના કાર્યકરોને તેને રોકવાનું કહ્યું. આર.પી. સિંહે સોનિયા ગાંધીને પૂછ્યું કે વંદે માતરમ પ્રત્યે આટલી નફરત કેમ છે?
https://twitter.com/ANI/status/2088512819742552449?s=20
જોકે, કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વંદે માતરમ ગાતી વખતે કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વંદે માતરમને લઇને કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે, વંદે માતરમને લઇ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ઓક્ટોબર 1937માં યોજાઈ હતી. ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નહેરુ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ પર તેમણે, એવું નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગાવામાં આવેશે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શરૂઆતની પંક્તિઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી, અને ત્યારથી, અમારા કાર્યકરો અને બાકીના બધા કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગાતા આવ્યા છે. આ અંગે કોઈ વિવાદ નથી.
https://twitter.com/amitmalviya/status/2088526437225783323?s=20
કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસ મુખ્યાલયમાં 'વંદે માતરમ' ગાતી વખતે કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પણ આ મામલે સ્પષ્ટતા જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે 'વંદે માતરમ' અંગે કોઈ વિવાદ નથી.

ભાજપ નેતા અમિત માલવિયાએ પણ આ ઘટના અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 'વંદે માતરમ'ના શરૂઆતના છંદ ગાયા પછી, સોનિયા ગાંધીએ ગીત બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પણ તેને બંધ કરવા માટે સંકેત આપ્યો.

