ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી

NEET-UG પેપર લીક મુદ્દે Gen-Z દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ દાદા ભૂસેના રાજીનામાની માંગ કરી રહ્યું છે, જ્યારે પંજાબમાં, ભાજપ અને કોંગ્રેસ હરજોત સિંહ બેન્સના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે, BAMS પરીક્ષાના પેપર લીક પર ગુજરાતમાં વિવાદ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMS પરીક્ષાના પ્રશ્નો વોટ્સએપ પર લીક થયા હતા. કુલ 12 પ્રશ્નોમાંથી 11 સોશિયલ મીડિયા પર હતા. કોંગ્રેસ અને AAP એ આ મુદ્દા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બ્રિજરાજ સોલંકી મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

શું છે સંપૂર્ણ કહાની?

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ ત્રીજા વર્ષના બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS) પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે પરીક્ષા અગાઉ લગભગ બધા પ્રશ્નો વોટ્સએપ ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યા હતા. આ આરોપો 20 જુલાઈના રોજ યોજાયેલી ત્રીજા વર્ષની BAMS 'શલ્ય તંત્ર-1' (સર્જરી) પરીક્ષા સાથે સંબંધિત છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પેપર પરના 12 પ્રશ્નોમાંથી 11 પરીક્ષા પહેલા વોટ્સએપ પર શેર કરાયેલા પ્રશ્નો સાથે મેળ ખાતા હતા અને જેમમે પ્રશ્નોને મહત્ત્વપૂ ગણાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પરીક્ષા પ્રભારી નિયામક એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે પરીક્ષા 20 જુલાઈના રોજ બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થઈ હતી, અને તેમને તે જ સાંજે કથિત લીક અંગે ફરિયાદ મળી હતી.

jairam
indianexpress.com

કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સોમવારે X પર આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે 2014 થી 2024 દરમિયાન ગુજરાતમાં 34 વખત પેપર લીક થયું છે. તેમણે લખ્યું કે, વધુ એક દિવસ, વધુ એક પેપર લીક. આ વખતે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં. આ કોઈ અપવાદ નથી. 2014 થી 2024 દરમિયાન ગુજરાતમાં 34 વખત પેપર લીક થયું છે. GPSC ચીફ ઓફિસરનું પરીક્ષા પેપર (2014), તલાટી પેપર (2015 અને 2016), TAT-શિક્ષક, મુખ્ય સેવિકા, નાયબ ચિટનીસ અને લોક રક્ષક દળ પેપર (2018), બિન-સચિવાલય ક્લાર્ક પરીક્ષા (2019), હેડ ક્લાર્ક, DGVCL વિદ્યુત સહાયક અને સબ-ઓડિટર પરીક્ષા (2021), ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા (2022), અને જુનિયર ક્લાર્ક પરીક્ષા (2023) આ બધા પેપર લીક થયા.

paper leak
indianexpress.com

યુનિવર્સિટીએ જણાવ્યું છે કે પ્રશ્નપત્ર લીક થયું હતું કે નહીં તે હજુ તેણે સુધી નક્કી કર્યું નથી, અને ઉમેર્યું છે કે તપાસમાં બહાર આવશે કે પરીક્ષા પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં. આ આરોપો એવા સમયે આવ્યા છે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ, ખાસ કરીને NEET-UG પેપર લીક અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આવી ઘટનાઓ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈના રોજ રાજીનામું આપ્યું હતું; તેમનું રાજીનામું પ્રદર્શનકારીની મુખ્ય માંગણીઓમાંની એક હતી. સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર પેપર લીક થવાના પગલે ગુજરાતે 'ગુજરાત જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) અધિનિયમ, 2023' લાગૂ કર્યો. આ કાયદામાં અયોગ્ય માધ્યમો અને સંગઠિત પરીક્ષા ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે કેદ અને દંડની જોગવાઈ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.