ભારતના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર વર્લ્ડ મીડિયાએ શું કહ્યું, NYTએ લખ્યું- પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ...

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેતૃત્વમાં, સોમવારે દિલ્હીમાં જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક વખત અથડામણો થઈ હતી. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ, ધ ગાર્ડિયન અને BBC સહિત અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સે આ આંદોલનને કવર કર્યું છે. ચાલો જાણીએ ભારતમાં આ યુવા આંદોલન વિશે વિદેશી મીડિયાએ શું લખ્યું છે.

New-York-post
bhaskar.com

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ: પ્રદર્શનકારીઓનું લોહી વહ્યું, પરંતુ અડગ રહ્યા

અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે શિક્ષણ પ્રણાલી અને ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા હજારો યુવાનો પોલીસ કાર્યવાહી છતા પાછળ હટ્યા નહીં. અખબારના જણાવ્યા અનુસાર, સંસદ તરફ કૂચ દરમિયાન થયેલી અથડામણો અને પોલીસ કાર્યવાહીના બીજા દિવસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતર પરત ફર્યા, સરકારની જવાબદારીની માંગમાં અડગ રહ્યા. અખબારે લખ્યું કે સંસદ તરફ કૂચ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પ્રદર્શનકારીઓનો આરોપ લગાવ્યો કે તેમને તેમની માંગણીઓ અંગે સરકાર તરફથી કોઈ નક્કર જવાબ મળ્યો નથી.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા જૂથો અનુસાર, સોમવારે થયેલી અથડામણમાં 150 પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો, દિલ્હી પોલીસે 118 પોલીસ કર્મચારીઓ ઇજાગ્ર્સ્ત થવા અને આશરે 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે પોલીસ કાર્યવાહી છતા આંદોલનકારીઓએ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

guardian
bhaskar.com

ધ ગાર્ડિયન: પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી

ધ ગાર્ડિયને પોતાના અહેવાલમાં જણાવ્યું કે પોલીસ કાર્યવાહી છતા વિદ્યાર્થી આંદોલન ચાલુ છે. અખબાર અનુસાર, સોમવારની અથડામણ પછીના દિવસે હજારો પ્રદર્શનકારીઓ જંતર-મંતર પરત ફર્યા અને આંદોલન ચાલુ રાખવાની વાત કહી.

અહેવાલ મુજબ, સોમવારે વિરોધ પ્રદર્શનમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારી સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે બેરિકેડનો ઉપયોગ કરીને તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. અખબારે લખ્યું કે, બાદમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.

ધ ગાર્ડિયને પ્રદર્શનકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને દાવો કર્યો છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલાઓ અને બાળકોને પણ ઇજાઓ થઈ છે. અહેવાલ મુજબ, લગભગ 60 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, અને એક પ્રદર્શનકારીને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવો પડ્યો હતો. અખબારે લખ્યું કે આંદોલન હવે શૈક્ષણિક સુધારાની માંગણીઓ સુધી મર્યાદિત નથી; મોટી સંખ્યામાં યુવાનો સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. તો, પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પ્રદર્શનકારીઓની ગતિવિધિઓના જવાબમાં કાર્યવાહી કરી હતી.

aljazeera
bhaskar.com

અલ જઝીરા: પોલીસ કાર્યવાહીના બીજા દિવસે વિદ્યાર્થીઓ ફરીથી રસ્તા પર

અલ જઝીરાએ લખ્યું કે સંસદ તરફ કૂચ દરમિયાન પોલીસ કાર્યવાહી છતા વિદ્યાર્થીઓ પાછળ ન હટ્યા. અહેવાલ મુજબ, લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગના બીજા જ દિવસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતર પરત ફર્યા હતા, અને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અલ જઝીરાએ ઘટનાસ્થળે તૂટેલા બેરિકેડ, વિખેરાયેલા સામાન અને અથડામણના સંકેતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

અહેવાલ મુજબ, પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક અને મૂલ્યાંકન પ્રક્રિયાઓમાં અનિયમિતતાઓને લઈને યુવાનોમાં છેલ્લા બે મહિનાથી નારાજ છે. અખબારે એમ પણ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આંદોલન પર જાહેરમાં ટિપ્પણી કરી નથી. તો, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પ્રદર્શનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. વિશ્લેષકોના સંદર્ભે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ આંદોલનથી સરકારી જવાબદારી અને લોકશાહી સંસ્થાઓ અંગે બહેસ વધુ તેજ કરી દીધી છે.

BBC: પોલીસ કાર્યવાહીના બીજા દિવસે પણ હજારો પ્રદર્શનકારી જંતર-મંતર પહોંચ્યા

BBCએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે પોલીસ કાર્યવાહીના બીજા દિવસે પણ હજારો પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર એકઠા થયા હતા અને આંદોલન ચાલુ રાખ્યું હતું. અહેવાલ અનુસાર, સંસદ તરફ કૂચ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન, દિલ્હી પોલીસે તેમના 118 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થવા અને 70 પ્રદર્શનકારીની અટકાયત કરવાની વાત કહી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે પ્રદર્શન સ્થળ પર બનેલા મંચ અને કામચલાઉ તંબુઓ પણ હટાવી દીધા. ઘણા પ્રદર્શનકારીઓએ BBCને જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલાઓને પણ બક્ષવામાં આવી નહોતી. જોકે, પોલીસે કે કેન્દ્ર સરકારે લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

BBCના અહેવાલમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, રાહુલે વિદ્યાર્થીઓની માંગણીઓને કાયદેસર ગણાવતા સરકાર પાસેથી જવાબો માંગ્યા અને કોંગ્રેસના સાંસદો સાથે વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી.

DAWN
bhaskar.com

ડૉન: વિદ્યાર્થી આંદોલનથી વિરોધ પક્ષને મોદી સરકારને ઘેરવાની તક મળી

પાકિસ્તાનના અખબાર  ડૉનએ લખ્યું છે કે વિદ્યાર્થ આંદોલને વિરોધ પક્ષને મોદી સરકાર પર હુમલો કરવાનો નવો મુદ્દો આપી દીધો છે. અહેવાલ મુજબ, પોલીસ કાર્યવાહી બાદ લગભગ તમામ મુખ્ય વિપક્ષી પક્ષો પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા. અહેવાલમાં જણાવાયું છે કે મોટી સંખ્યામાં યુવાનોના રસ્તા પર ઉતરવા હતા અને પોલીસ કાર્યવાહીની તસવીરો સામે આવ્યા બાદ વિપક્ષે આંદોલનને ટેકો આપ્યો હતો.

વિશ્લેષકોના સંદર્ભે અખબારે લખ્યું કે આનાથી વિપક્ષને યુવા મતદારો સુધી પહોંચવાની તક મળી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના મુખ્ય મુદ્દાઓ રાજકીય એજન્ડા પાછળ છૂટવાનો ભય પણ છે. અહેવાલમાં રાહુલ ગાંધીના નિવેદનનો પણ ઉલ્લેખ છે, જેમાં તેમણે વિદ્યાર્થીઓની માંગણીઓને ટેકો આપતા શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

About The Author

Related Posts

Top News

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?

અલ્લાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓને સતત ઠપકો આપી રહી છે. આ વખતે કોર્ટે દેવરિયાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) ...
National 
‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.