જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે. ધરપકડ થવા અંગે વાત કરતા તેમણે લખ્યું હતું કે, બેરિકેડ્સ તોડી રહ્યા છીએ. દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ઠીક છે, જામીન લઈ લઈશું.

ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલના મજબૂત સમર્થક એવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પર પરોક્ષ પ્રહાર કરતા પૂનાવાલાએ સરકાર પર વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે પોલીસનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. ગડકરી તરફ ઈશારો કરતા તેમણે કહ્યું હતું કે, જબ જબ શુગર ડેડી ડરતે હૈં, પોલીસ કો આગે કરતે હૈં (જ્યારે પણ શુગર ડેડી ડરે છે, ત્યારે પોલીસને આગળ કરી દે છે).

03

પૂનાવાલાએ માંગ કરી હતી કે સરકાર E20 પેટ્રોલ પાછું ખેંચે અને જૂના વાહનો માટે E10 ફ્યુઅલ ફરી શરૂ કરે, કારણ કે જૂના વાહનોમાં E20 ઈંધણ માફક આવતું નથી.

આ ઉપરાંત તેમણે નીચે મુજબની માંગણીઓ પણ મૂકી હતી કે UPI ટ્રાન્ઝેક્શન પર મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ દૂર કરવામાં આવે. સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં MCD કમિશનર સંજીવ ખિરવારની ધરપકડ કરવામાં આવે.

E20 નીતિના વિરોધને લઈને પૂનાવાલા અને દિલ્હી પોલીસ વચ્ચે રવિવારની ઘટના આ પ્રકારનો તાજેતરનો સંઘર્ષ હતો. ગયા મહિને પણ પૂનાવાલાએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ તથાકથિત શુગર કૌભાંડ અને E20 ફ્યુઅલ પોલિસી સામે પ્રદર્શન કરવા માટે પોતાના ઘરેથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.

તેમણે તે સમયે શેર કરેલા વિડિયોમાં પોલીસ કર્મચારીઓને પૂછતા જોવા મળ્યા હતા કે તેમને જંતર-મંતર જતાં શા માટે રોકવામાં આવી રહ્યા છે. ત્યારે એક પોલીસ અધિકારીએ તેમને જણાવ્યું હતું કે પ્રદર્શન સ્થળની તેમની મુલાકાતની પરવાનગી રદ કરવામાં આવી છે. જો તેમના સમર્થકો તેમની સાથે જોડાશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે.

આ ઘર્ષણ દરમિયાન એક અનોખો દ્રશ્ય જોવા મળ્યો હતો જ્યારે પૂનાવાલાએ તેમના ઘરની બહાર તૈનાત પોલીસ કર્મચારીઓને શેરડીનો રસ પીવડાવવાની ઓફર કરી હતી.

આ સિવાય 31 જુલાઈના રોજ પૂનાવાલાએ એપીજે અબ્દુલ કલામ રોડથી તીસ જાન્યુઆરી માર્ગ પર આવેલા ગાંધી સ્મૃતિ સુધી એકલા માર્ચ કરવાની જાહેરાત કરી હતી, જ્યાં તેમણે E20 પેટ્રોલ સામે એક દિવસીય ઉપવાસ કરવાની યોજના બનાવી હતી. જુલાઈની શરૂઆતમાં નવી દિલ્હીમાં 5 જુલાઈના રોજ પ્રથમ E20 વિરોધી પ્રદર્શન પહેલાં તેમણે ગડકરીના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કરવાની પણ ધમકી આપી હતી. જોકે દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની પરવાનગી આપતાં તેમણે તે યોજના પડતી મૂકી હતી.


પૂનાવાલા સરકારની E20 નીતિનો સતત વિરોધ કરી રહ્યા છે, જે હેઠળ પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવામાં આવે છે. તેમનું આ અભિયાન હવે સરકારની એકંદર ખાંડ અને ઇથેનોલ નીતિઓ સુધી વિસ્તર્યું છે, જેને તેમણે સોશિયલ મીડિયા પર શુગર કૌભાંડ અને ઇથેનોલ કૌભાંડ ગણાવ્યું છે. તેમણે વારંવાર એવો આક્ષેપ કર્યો છે કે આ નીતિઓથી રાજકીય રીતે જોડાયેલા પરિવારોને જ ફાયદો થાય છે, જ્યારે સામાન્ય ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડે છે.

અગાઉ પૂનાવાલાએ આક્ષેપ કર્યો હતો કે ઇથેનોલ-બ્લેન્ડિંગ નીતિ આપણા વાહનોને બરબાદ કરી રહી છે અને તેમણે કહ્યું કે તેમનો વિરોધ E20 પેટ્રોલ અને ખાંડના વધતા ભાવ બંને સામે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ નથી ઇચ્છતા કે અમે ઇથેનોલ 20 બ્લેન્ડિંગ નીતિ સામે વિરોધ કરીએ, જે આપણા વાહનોને નુકસાન પહોંચાડી રહી છે. પૂનાવાલાએ એવો પણ દાવો કર્યો હતો કે ખાંડના ઊંચા ભાવ ઘરગથ્થુ બજેટને અસર કરી રહ્યા છે અને સરકારની નીતિઓ રાજકારણીઓના બાળકોને સમૃદ્ધ બનાવી રહી છે.

02

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ હેઠળ ભારતના આયાતી ક્રૂડ ઓઇલ પરના નિર્ભરતાને ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. ભારતે આ કાર્યક્રમનો દેશવ્યાપી વિસ્તાર કર્યો છે અને મૂળ સમયપત્રક કરતાં પાંચ વર્ષ પહેલાં જ પોતાનો E20 ટાર્ગેટ હાસિલ કરી લીધો છે.

જોકે આ ઝડપી અમલીકરણને કારણે કેટલાક વાહન માલિકો અને ગ્રાહક જૂથો દ્વારા ટીકા કરવામાં આવી છે, ખાસ કરીને E10 અથવા તેનાથી ઓછા ઇથેનોલ મિશ્રણ માટે ડિઝાઇન કરાયેલા જૂના વાહનોમાં E20 ના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટીકાકારોએ સવાલ ઉઠાવ્યો છે કે દેશવ્યાપી અમલીકરણ પહેલાં ભારતના વર્તમાન વાહનો પર આ ઇંધણનું પૂરતું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં.

વાહન માલિકોએ પણ સોશિયલ મીડિયા પર ફરિયાદો પોસ્ટ કરી છે જેમાં માઇલેજ ઘટવું, એન્જિન બંધ પડી જવું, ફ્યુઅલ ફિલ્ટર જામ થઈ જવા અને સમારકામનો ખર્ચ વધવા જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે આ વ્યક્તિગત ફરિયાદો પરથી E20 પેટ્રોલ અને આ સમસ્યાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ સત્તાવાર રીતે સ્થાપિત થયો નથી, પરંતુ જૂના વાહનો સાથે તેની સુસંગતતા  અંગે વધુ પારદર્શિતા લાવવાની માંગ પ્રબળ બની રહી છે.

About The Author

Top News

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.