- Politics
- રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ (મિમિક્રી) કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડ-અપ કોમેડિયન પુલકિત મણિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાવ-ભાવ, તેમના વિદેશી ભાષણો અને તાજેતરમાં એક રેલીમાં વૃદ્ધ મહિલા સાથે થયેલી વાતચીતની નકલ કરતો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
ઈન્દોરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓ પર કેન્દ્રિત આ કાર્યક્રમમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પુલકિત મણિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ અને બોલવાના અંદાજનીની મિમિક્રી કરી હતી. કોમેડિયને વિદેશી નેતાઓ સાથે વડાપ્રધાનની મુલાકાતોનો ઉલ્લેખ કરતા વારંવાર ‘માય ફ્રેન્ડ હાઉ આર યું’ કહ્યું. મંચ પર હાજર રાહુલ ગાંધીએ હસતા જવાબ આપ્યો, ‘આઇ એમ ફાઇન, હાઉ આર યું મોદી જી’ આ કાર્યક્રમ દરમિયાન, તાજેતરની જ વડાપ્રધાન મોદીના એક જાહેર સભામાં વૃદ્ધ મહિલા માટે ખુરશીની વ્યવસ્થા કરવાની ઘટના બની હતી, વડાપ્રધાનની 'સિક્કા ટ્રિક'નો ઉલ્લેખ કરતા કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ મિમિક્રી દરમિયાન AI સમિટમાં 'ગલગોટિયાસ વિવાદ' અને ભારતની વિદેશ નીતિ અંગે પણ કટાક્ષ કરવામાં આવ્યો હતો.
https://twitter.com/BJP4India/status/2101368529664856491?s=20
વીડિયો વાયરલ થતા જ ભાજપના ટોચના નેતાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. ભાજપે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘એક તરફ, વડાપ્રધાન મોદીએ એક વૃદ્ધ માતાને સન્માન અને પોતિકાપણું આપ્યું, બીજી તરફ, રાહુલ ગાંધીએ પોતાના કાર્યક્રમમાં તેમની મજાક ઉડાવી. આ ફરક છે સંસ્કાર અને દેખાડાની રાજનીતિમાં. જે ઉંમરમાં સન્માન મળવું જોઇએ, ત્યારે રાહુલ ગાંધીનું આ શરમજનક વલણ તેમની માનસિકતા, તેમના વિચાર અંગે શું કહે છે?’
https://twitter.com/JoshiPralhad/status/2101361623395082574?s=20
કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશીએ કહ્યું કે, ‘શરમજનક અને ઘૃણાસ્પદ! રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી નૈતિક અધઃપતનના સૌથી તળિયે પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ માતા અને એક વૃદ્ધ મહિલાની મજાક ઉડાવવી એ માનવીય સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે.’
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ X પર લખ્યું કે, ‘માતા રાજનીતિનો વિષય નથી. કોઈપણ સભ્ય સમાજમાં માતાનું અપમાન કરવું એ બિલકુલ સ્વીકાર્ય નથી. રાજકીય વિરોધ સમજી શકાય છે, પરંતુ વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા પર અભદ્ર ટિપ્પણીઓ પર હસવું એ તમારી રાજકીય સંસ્કૃતિને છતી કરે છે.’
https://twitter.com/pushkardhami/status/2101325482876940367?s=20
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં નવી બહેસ છેડાઇ ગઈ છે. એક જ્યાં કોંગ્રેસના સમર્થકો તેને વિશુદ્ધ 'રાજકીય કટાક્ષ' અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી રહ્યા છે, ત્યાંરે બીજી તરફ ભાજપ તેને વડાપ્રધાનના પદની ગરિમા, વડીલો પ્રત્યેની સંવેદનશીલતા અને દિવંગત પરિવારજનોના સન્માનની મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવીને તેની નિંદા કરી રહી છે.

