- Tech and Auto
- WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા
WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા
જો તમે તમારા ઓફિસ કે કાફે ડિવાઇસ પર WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઇ જજો. આજના ડિજિટલ યુગમાં સાયબર જોખમ ખૂબ જ વધી ગયા છે. સહેજ બેદરકારીથી પણ સાયબર છેતરપિંડી થઇ જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ WhatsApp Webના ઉપયોગ અંગે ચેતવણી જાહેર કરી છે. ચાલો જાણીએ શું છે ચેતવણી અને તેમને શું સલાહ આપવામાં આવી છે.
આજના સમયમાં લોકો ઓફિસના કામથી લઈને જરૂરી મેસેજ મોકલવા સુધીના દરેક કામ માટે કમ્પ્યુટર અને લેપટોપ પર WhatsApp Webનો ઉપયોગ કરે છે. જો કે, મોટાભાગના લોકો કોઈ બીજાના કમ્પ્યુટર પર WhatsApp Webમાં લોગ ઇન કરે છે અથવા તેને તેમની ઓફિસ સિસ્ટમ પર ખુલ્લું છોડી દે છે. આ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. I4Cએ આ જ જોખમ અંગે ચેતવણી આપી છે. ચેતવણીમાં જણાવાયું છે કે જો કોઇ સિસ્ટમમાં WhatsApp Web લોગિન સેશન ખુલ્લું રહી જાય છે, તો તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. તેનાથી કોઇ બીજી વ્યક્તિ તમારા એકાઉન્ટ સુધી અનધિકૃત ઍક્સેસ મેળવી શકે છે.

WhatsApp Web સાથે સંકળાયેલા જોખમ શું છે?
I4Cના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) અનુસાર, પહેલાથી લોગઇ થયેલ WhatsApp Web સેશનથી સાયબર ગુનેગારો જોખમ ઉભું કરી શકે છે. જો કોઈ અન્ય વ્યક્તિને આ સેશન સુધી પહોચવા એક્સેસ મળી જાય છે, તો તમારા એકાઉન્ટમાંથી સંદેશા વાંચી શકે છે અને અન્ય લોકોને મેસેજ મોકલી પણ શકે છે. માત્ર એટલું જ નહીં, તેઓ તમારી ઓળખનો ઉપયોગ કરીને મિત્રો, સંબંધીઓ અથવા અન્ય લોકો પાસેથી પૈસા પણ માંગી શકે છે. આ રીતે તમારા નામે લોકો સાથે છેતરપિંડી થઈ શકે છે.
આ સ્થળોએ WhatsApp Webનો ઉપયોગ કરવાનું ટાળો
ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં WhatsApp Web યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાયબર કાફે, હોટેલના બિઝનેસ સેન્ટર પર કોઇ અજાણ્યા વ્યક્તિની સિસ્ટમ પર WhatsApp Webમાં લોગઇન કરવાનું ટાળે. ખાસ કરીને સરકારી, સંગઠનાત્મક, નાણાકીય અથવા જરૂરી વિગતો WhatsApp Web દ્વારા શેર ન કરવી જોઈએ. જો કોઈ કારણોસર તમારે કમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરવો જ પડે, તો વિશ્વસનીય સિસ્ટમ પર છુપી અથવા ખાનગી બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો જોઇએ. કામ પૂર્ણ થયા પછી તરત જ તમારા એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી લેવું જોઇએ.
આ ચેતવણીમાં I4Cએ એક બીજા મુદ્દા પર ધ્યાન આપવા કહ્યું છે. મોટાભાગના લોકો WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી ફક્ત બ્રાઉઝર વિન્ડો અથવા ટેબ બંધ કરે છે. જોકે, આનાથી તેઓ લોગ આઉટ થતા નથી. એટલે, દરેક વખત ઉપયોગ પછી WhatsApp Webમાંથી મેન્યુઅલી લોગ આઉટ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સિક્યોરિટી સોફ્ટવેર અપડેટ રાખો. ઉપરાંત, અજાણી ફાઇલો, શંકાસ્પદ ડાઉનલોડ્સ અને ક્રેક્ડ સોફ્ટવેરથી દૂરી બનાવી રાખો.

જો તમે તમારા WhatsApp એકાઉન્ટમાંથી એવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેને તમે પોતે મોકલી રહ્યા નથી, અથવા જો તમારા સંપર્કોને તમારા તરફથી વિચિત્ર જવાબો મળી રહ્યા છે, તો તેમને અવગણશો નહીં. આ તમારા એકાઉન્ટના દુરુપયોગનો સંકેત હોઈ શકે છે.
I4Cએ WhatsApp Web યુઝર્સને સલાહ આપી છે કે, તેઓ ઓફિસ કમ્પ્યુટર્સ પર WhatsApp Webનો ઉપયોગ કરવાનું ટાળે, ખાસ કરીને એ જગ્યાઓ પર જ્યાં સંવેદનશીલ માહિતી ઉપસ્થિત રહે છે. ઓગસ્ટની શરૂઆતમાં I4Cએ WhatsApp દ્વારા મોકલવામાં આવતી શંકાસ્પદ ફાઇલો અંગે ચેતવણી જાહેર કરી હતી.

