રાજસ્થાનના પરિણામો શું સંદેશો આપે છે? ભાજપનો ખેલ કોણે બગાડ્યો?

રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જેની કદાચ પાર્ટીએ અપેક્ષા પણ નહીં રાખી હોય. કોંગ્રેસે જિલ્લા પરિષદથી લઈને પંચાયત સમિતિઓ સુધી સારું પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) અને ભારત આદિવાસી પાર્ટી (BAP) જેવી નાની પાર્ટીઓએ ગ્રામીણ વિસ્તારોમાં પોતાની તાકાત બતાવી છે. ઘણી જગ્યાએ આ પાર્ટીઓની હાજરીને કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની ગયો હતો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓના મતવિસ્તારોમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં પ્રશ્ન ઊભા થાય છે શું નાની પાર્ટીઓએ ભાજપની રમત બગાડી નાખી, કે પછી કોંગ્રેસની આ જીત પાછળ કોઈ મોટો રાજકીય સંકેત છે?

rajasthan election
jansatta.com

જિલ્લા પરિષદ 37 બેઠકોના તાજેતરના આંકડા મુજબ, કોંગ્રેસ 27 બેઠકો પર આગળ છે, જેમાંથી 23 બેઠકો પર તેણે જીત મેળવી લીધી છે. ભાજપ 6 બેઠકો પર આગળ છે અને 5 બેઠકો પર જીત નિશ્ચિત કરી છે. RLPએ નાગૌરમાં જીત મેળવી છે. કેટલાક જિલ્લાઓમાં, જિલ્લા પરિષદના પરિણામોએ અલગ જ રાજકીય ચિત્ર રજૂ કર્યું છે:

બાલોત્રા: કોંગ્રેસ અને ભાજપે 12-12 બેઠકો જીતી છે. 7 બેઠકો સાથે RLP નિર્ણાયક સ્થિતિમાં છે.

ડુંગરપુર: કોંગ્રેસ અને ભારત આદિવાસી પાર્ટી (BAP)એ 14-14 બેઠકો જીતી છે, જ્યારે ભાજપે 9 બેઠકો મેળવી છે. એવામાં, ભાજપ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ખૈરથલ-તિજારા: કોંગ્રેસ અને ભાજપે 10-10 વોર્ડ જીત્યા છે. અપાર્ટી ઉમેદવારોએ 3 અને BSPએ 2 વોર્ડ જીત્યા છે. અહીં, બોર્ડની રચના કરવામાં અપાર્ટી ઉમેદવારો નિર્ણાયક સાબિત થઈ શકે છે.

રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં કોણ આગળ છે અને કોણ પાછળ?

રાજ્ય ચૂંટણી પંચના ડેટા મુજબ, કુલ 7543 પંચાયત સમિતિ સભ્ય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આમાંથી 7,520 બેઠકો માટેના વલણો સામે આવ્યા છે. આ વલણોમાં, કોંગ્રેસ ભાજપ કરતા 1545 બેઠકોથી આગળ છે. RLP 497 બેઠકો સાથે ત્રીજા સ્થાને, જ્યારે અપાર્ટી ઉમેદવારો 662 બેઠકો પર આગળ છે.

જિલ્લા પરિષદ સભ્યોની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપની સરખામણીમાં વધુ સરસાઈ મેળવી છે. કુલ 1,275 બેઠકોમાંથી 1,271 બેઠકોના વલણો સામે આવ્યા છે; જેમાં કોંગ્રેસ ભાજપ કરતા 437 બેઠકોથી આગળ છે. RLP અને BAP ના ઉમેદવારો પણ ઘણી બેઠકો પર આગળ છે.

અગાઉની પંચાયત ચૂંટણીઓમાં સ્થિતિ અલગ હતી. અશોક ગેહલોતની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન, ભાજપે 29માંથી 16 જિલ્લા પરિષદોમાં બોર્ડ રચ્યા હતા, જ્યારે કોંગ્રેસ માત્ર 10 બેઠકો જીતી શકી હતી. આ વખતે પરિણામો કોંગ્રેસની તરફેણમાં રહ્યા છે.

congress
ndtv.com

શું UGCના મુદ્દાએ ભાજપની મુશ્કેલીઓમાં વધારો કર્યો?

આ ચૂંટણીમાં UGCનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. પંચાયત ચૂંટણીઓ વચ્ચે, રવિન્દ્ર સિંહ ભાટીએ UGC વિરુદ્ધ એક રેલી યોજી હતી. ચૂંટણી વિશ્લેષણમાં, આને ભાજપ માટે નુકસાનનું એક કારણો માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દાને લઈને નારાજગીની અસર પાર્ટીના કેટલાક મતદારો પર પડી.

કોંગ્રેસે SC, જાટ, ગુર્જર અને મીણા સમુદાયોની સાથે સાથે રાજપૂત મતબેંકમાં પણ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, RLPના હનુમાન બેનીવાલ અને BAPના રાજકુમાર રોતે ગ્રામીણ વિસ્તારોમાં પોતાની રાજકીય તાકાત બતાવી. પરિણામે, ઘણી જગ્યાએ મુકાબલો માત્ર કોંગ્રેસ અને ભાજપ પૂરતો સીમિત રહ્યો નહોતો.

ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે પાર્ટીને તેના ઘણા મોટા નેતાઓના મતવિસ્તારોમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના વિધાનસભા મતવિસ્તાર સાંગાનેરની પંચાયત સમિતિમાં RLPએ જીત મેળવી છે, જ્યારે તેમના ગૃહ ક્ષેત્ર ભરતપુરમાં કોંગ્રેસને સફળતા મળી છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (જોધપુર), અર્જૂન રામ મેઘવાલ (બીકાનેર) અને ભૂપેન્દ્ર યાદવ (અલવર)ના મતવિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. શહેરી વિકાસ મંત્રી ઝાબર સિંહ ખર્રાના પત્ની અને બંને પુત્રો પણ પોતપોતાની ચૂંટણી હારી ગયા હતા. ઉદ્યોગ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના મતવિસ્તાર ઝોટવાડામાં ભાજપ માત્ર એક જ બેઠક જીતી શકી. તેનાથી વિપરીત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ગૃહક્ષેત્ર સીકરમાં અને સચિન પાયલોટના મતવિસ્તાર ટોંકમાં સારું પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત, નાના પાર્ટીઓનું પ્રદર્શન પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. પંચાયત સમિતિની ચૂંટણીઓમાં હાલમાં RLPના 497 અને BAPના 278 ઉમેદવારો આગળ છે. જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં, RLP 51 બેઠકો પર આગળ છે, જ્યારે BAP 43 બેઠકો પર આગળ છે. આ ગ્રામીણ વિસ્તારોમાં આ પાર્ટીઓની વધતી જતી હાજરીને દર્શાવે છે.

કોંગ્રેસે મેવાડ અને મારવાડમાં પણ મજબૂત પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ જયપુર, જોધપુર, બીકાનેર અને ભીલવાડામાં ફરીથી 'જિલ્લા પ્રમુખ'ના પદો મેળવ્યા. અજમેર ભાજપના ખાતામાં ગયું, જ્યારે ઉદયપુરમાં પાર્ટીએ ખૂબ જ પાતળી સરસાઈથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું. કોંગ્રેસે ચિત્તોડગઢ, સિરોહી, રાજસમંદ અને જાલોર જેવા વિસ્તારોમાં પણ મોટી જીત મેળવી, જે પરંપરાગત રીતે ભાજપના ગઢ ગણાય છે.

rajasthan election
indianexpress.com

આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ગ્રામીણ રાજસ્થાનમાં ભાજપ સામેના પડકારો વધ્યા છે. કોંગ્રેસની જીત સાથે-સાથે, નાની પાર્ટીઓનો ઉદય એ આ ચૂંટણીનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ છે. જોકે, ભાજપની હારનું કારણ માત્ર નાની પાર્ટીઓ કે UGCના મુદ્દાઓને કારણ ગણવા તે યોગ્ય નહીં હોય. મતદારોના બદલાતા વલણ, સ્થાનિક નારાજગી અને કોંગ્રેસની લીડ- આ તમામ પરિબળોએ સામૂહિક રીતે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કર્યા છે.

About The Author

Related Posts

Top News

રાજસ્થાનના પરિણામો શું સંદેશો આપે છે? ભાજપનો ખેલ કોણે બગાડ્યો?

રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જેની કદાચ પાર્ટીએ અપેક્ષા પણ નહીં રાખી હોય. કોંગ્રેસે જિલ્લા પરિષદથી લઈને...
Politics 
રાજસ્થાનના પરિણામો શું સંદેશો આપે છે? ભાજપનો ખેલ કોણે બગાડ્યો?

સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી

દિવાળીના લગભગ 15 દિવસ પછી એટલે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે તમિલનાડુમાં 'કાર્તિગાઈ દીપમ' નામનો તહેવાર ઉજવવામાં આવે છે....
National 
સુપ્રીમ કોર્ટે દરગાહના 'દીપથૂન' પર એકવાર દીવો પ્રગટાવવાની આપી મંજૂરી, પરંતુ ખૂબ શરતો લગાવી દીધી

અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ...

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ રખડતા પ્રાણીઓના મુદ્દે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. NHAI...
National 
અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ...

શું આખી માનવજાતિ 'કામ વગરની' થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; 'સુપરહ્યુમન AI દરેકને 'બેકાર' કરી દેશે'

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ફરી એક ચેતવણી સામે આવી છે. આ વખતે, એન્થ્રોપિકના એક નિષ્ણાત તરફથી ચેતવણી આવી...
World 
શું આખી માનવજાતિ 'કામ વગરની' થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; 'સુપરહ્યુમન AI દરેકને 'બેકાર' કરી દેશે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.