હરદીપસિંહ પુરીથી વધુ અમીર છે પત્ની લક્ષ્મી પુરી, સ્વિટ્ઝર્લેન્ડમાં 34 કરોડનો ફ્લેટ અને નોઈડામાં...

કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ પુરીના પત્ની લક્ષ્મી પુરી, તેમના પતિ કરતા વધુ અમીર છે. તેમના નામાંકન સાથે દાખલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ લક્ષ્મી પુરીની વાર્ષિક આવક, જંગમ મિલકતો અને બેંક ખાતામાં જમા રકમ હરદીપ પુરી કરતા વધુ છે. 74 વર્ષીય હરદીપ પુરીએ શનિવારે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ખાલી પડેલી એક બેઠક માટે 12 નવેમ્બરે પેટાચૂંટણી થવાની છે.

સોગંદનામા મુજબ, હરદીપ પુરી પાસે 6.54 કરોડ રૂપિયાની જંગમ મિલકત અને 20 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. જેમાં દિલ્હીના વેસ્ટ એન્ડ વિસ્તારમાં આવેલું તેમનું રહેણાંક મકાન પણ સામેલ છે. છેલ્લા 5 વર્ષમાં તેમની વાર્ષિક આવક 63.36 લાખ રૂપિયાથી વધીને 75.57 લાખ રૂપિયા થઈ છે. તેમની આવકના સ્ત્રોતોમાં પેન્શન, કેન્દ્રીય મંત્રી તરીકે મળનારો પગાર, દિલ્હીમાં આવેલી મિલકતનું ભાડું અને બેંક બચત પર મળનારું વ્યાજ સામેલ છે.

Hardeep Puri
hardeepsinghpuri.com

હરદીપ પુરીના પત્ની લક્ષ્મી પુરી પાસે 10.66 કરોડ રૂપિયાની જંગમ મિલકત અને 9 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. જો કે, તેમના સોગંદનામામાં સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં એક એપાર્ટમેન્ટનો ઉલ્લેખ છે, જેની કિંમત 30 લાખ સ્વિસ ફ્રાન્ક એટલે કે લગભગ 34 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમની પાસે ગ્રેટર નોઈડામાં પણ એક મકાન છે, જેની કિંમત 19.52 લાખ રૂપિયા છે.

લક્ષ્મી પુરી પાસે, 2.75 કરોડ રૂપિયાની બરાબર 2,90,658 અમેરિકન ડોલર પણ છે થાય છે. છેલ્લા 5 વર્ષમાં તેમની વાર્ષિક આવક 15.39 લાખ રૂપિયાથી વધીને 1.69 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમની આવકના સ્ત્રોતોમાં ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ તરફથી મળતું પેન્શન, જિનીવામાં આવેલી મિલકતનું ભાડું અને બેંક બચત પર મળતું વ્યાજ સામેલ છે. લક્ષ્મી પુરી ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી છે. તેઓ રાજદ્વારી કામ કરવા સાથે સંયુક્ત રાષ્ટ્રમાં પણ અધિકારી રહી ચૂક્યા છે.

સોગંદનામા મુજબ, હરદીપ પુરી પાસે 10,000 રૂપિયા રોકડા અને લગભગ 32 લાખ રૂપિયાની એક ગાડી છે. તો, લક્ષ્મી પુરી પાસે 20,000 રૂપિયા રોકડા અને 45 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં છે. હરદીપ પુરીના દિલ્હીમાં ચાર બેંક ખાતાઓમાં લગભગ 22.20 લાખ જમા છે, તો લક્ષ્મી પુરીના બે બેંક ખાતાઓમાં લગભગ 1.02 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, બંનેના PPF અને સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) ખાતાઓમાં પણ રકમ જમા છે.

Hardeep Puri
aninews.in

હરદીપ પુરીના આ ખાતાઓમાં કુલ 20.54 લાખ રૂપિયા અને તેમના પત્નીના ખાતામાં 30 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીએ તેમના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના કે તેમના પત્નીના નામે કોઈ બેંક કે નાણાકીય સંસ્થાની કોઈ લોન કે દેવું નથી. કેન્દ્રીય મંત્રી સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી, અને તેમને કોઈ કેસમાં દોષિત પણ ઠેરવવામાં આવ્યો નથી.

હરદીપ પુરીના નામાંકન બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપ એવી વ્યક્તિને પ્રોત્સાહન આપી રહ્યું છે જેના સંબંધો દોષિત જાતીય અપરાધી જેફરી એપસ્ટીન સાથે હતા. હરદીપ પુરીએ એપસ્ટીનને વ્યાવસાયિક સિલસિલામાં 3-4 વખત મળ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ મુલાકાતો 2017માં તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાયા તે પહેલાં થઈ હતી, અને તેમણે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 28 ઓક્ટોબરના રોજ હરદીપ પુરીની ઉમેદવારીની જાહેરાત કરી હતી. આ રાજ્યસભા બેઠક કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્ય મંત્રી એલ. મુરુગનના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ એપ્રિલ 2030 સુધીનો હતો.

About The Author

Related Posts

Top News

વરસાદ બન્યો વિલન: કમોસમી વરસાદે ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતોને રડાવ્યા, તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ

ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે. જેને કારણે ખેડૂતોના માથે જાણે કે આભ...
Gujarat 
વરસાદ બન્યો વિલન: કમોસમી વરસાદે ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતોને રડાવ્યા, તૈયાર પાકોમાં નુકસાનની ભીતિ

હરદીપસિંહ પુરીથી વધુ અમીર છે પત્ની લક્ષ્મી પુરી, સ્વિટ્ઝર્લેન્ડમાં 34 કરોડનો ફ્લેટ અને નોઈડામાં...

કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ પુરીના પત્ની લક્ષ્મી પુરી, તેમના પતિ કરતા...
Politics 
હરદીપસિંહ પુરીથી વધુ અમીર છે પત્ની લક્ષ્મી પુરી, સ્વિટ્ઝર્લેન્ડમાં 34 કરોડનો ફ્લેટ અને નોઈડામાં...

મારુતિએ 1 મહિનામાં 2,76,120 કાર વેચી બનાવ્યો રેકોર્ડ, જાણો કંઈ કાર સૌથી વધુ વેચાઈ

ભારતીય કાર બજારમાં મારુતિ સુઝુકીનું પ્રભુત્વ ફરી એકવાર જોવા મળી આવ્યું છે. કંપનીએ ઓક્ટોબર 2026માં અત્યાર સુધીનો સૌથી વધુ વેચાણ...
Tech and Auto 
મારુતિએ 1 મહિનામાં 2,76,120 કાર વેચી બનાવ્યો રેકોર્ડ, જાણો કંઈ કાર સૌથી વધુ વેચાઈ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મહિલા શિક્ષિકાને સરકારે 'સફાઈ કામદાર' કેમ બનાવી દીધા

કેરળની K.R. ઉષા કુમારી એક એવી શિક્ષિકા છે, જેમનું સમર્પણ એક ઉદાહરણ બની ગયું છે. તેમણે તિરુવનંતપુરમ જિલ્લાના અગસ્થ્યમલાઈ...
Education 
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મહિલા શિક્ષિકાને સરકારે 'સફાઈ કામદાર' કેમ બનાવી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.