સૌરાષ્ટ્રમાં ભાજપમાં ગાબડુ, પૂર્વ MLA જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા, પંથકમાં દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીનો ત્રાસ છે એટલે...

ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં ભાજપમાં ગાબડું પડ્યું છે. કોડિનારના પૂર્વ ધારાસભ્ય જેઠા દાના સોલંકીએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. રાજકોટમાં યોજાયેલી કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી જેઠા સોલંકીનું સ્વાગત કર્યું હતું. જેઠા સોલંકીના કોંગ્રેસમાં પ્રવેશથી ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ સાંસદ સહીત સૌરાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક શરૂ થતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોડિનારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ જેઠા દાના સોલંકીનું કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં ઘરવાપસી કરાવી હતી.

કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર જેઠા સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોડિનારમાં અસામાજિક લોકોનું રાજ ચાલે છે. અસામાજિક લોકોના ત્રાસથી નાના માણસોના કામ થતા નથી આ નારાજગીના કારણે ભાજપ છોડી છે. ભાજપ નેતા દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી ત્રાસથી કોડિનારની જનતા નારાજ છે માટે બધા આગેવાનોના કહેવાથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.

Jethabhai-Solanki1
divyabhaskar.co.in

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને વ્યક્તિગત કોઈ હેરાન નથી કરતા પરંતુ લોકોના કામ નથી થતા લોકોને હેરાન કરવામાં આવે છે માટે વિસ્તારની જનતા અને આગેવાનોના કહેવાથી હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કોઈ કમિટમેન્ટ સાથે નહીં માત્ર વિસ્તારના લોકોની લાગણીના કારણે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે. અત્યારે કોડિનારમાં બધું જ ખૂટે છે. ખેડૂતોની મુશ્કેલીઓ છે, બિયારણો અને ખાતરોમાં ભાવવધારો થાય છે. અમારા પૂર્વ વડીલોએ જે સંસ્થાઓ ઊભી કરી હતી, તે કોડિનારની જનતાને પૂછ્યા વગર IPL કંપનીને આપી દીધી છે.

જેઠા સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને વ્યક્તિગત રીતે કોઈ હેરાનગતિ થઈ નથી, પરંતુ સામાન્ય લોકોનાં કામ અટકતા હોવાની તેમની ફરિયાદ છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ હોદ્દા કે રાજકીય લાભની અપેક્ષાથી કોંગ્રેસમાં જોડાયા નથી, પરંતુ વિસ્તારના લોકોની લાગણી અને તેમના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમની ઘરવાપસીથી ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસને રાજકીય રીતે કેટલો ફાયદો થશે અને કોડિનારના સ્થાનિક રાજકારણમાં કેવા ફેરફારો આવશે, તેના પર હવે સૌની નજર રહેશે.

જેઠા સોલંકીએ ભાજપમાં પ્રવેશ કરી વર્ષ 2012માં ધારાસભ્ય બન્યા હતા અને તેઓ સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2017મા ભાજપના ધારાસભ્ય પદ સહિત તમામ હોદા પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ચાલતી હતી. જેનો આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સત્તાવાર અંત આવ્યો છે.

About The Author

Related Posts

Top News

સૌરાષ્ટ્રમાં ભાજપમાં ગાબડુ, પૂર્વ MLA જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા, પંથકમાં દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીનો ત્રાસ છે એટલે...

ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં ભાજપમાં ગાબડું પડ્યું છે. કોડિનારના પૂર્વ ધારાસભ્ય જેઠા દાના સોલંકીએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. રાજકોટમાં...
Gujarat 
સૌરાષ્ટ્રમાં ભાજપમાં ગાબડુ, પૂર્વ MLA જેઠા સોલંકી કોંગ્રેસમાં જોડાયા, પંથકમાં દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીનો ત્રાસ છે એટલે...

છૂટી તો ગયા પણ આઝાદ નથી થયા સૌરવ-આશુતોષ... કોર્ટે આ વખતે ઘણી શરતો મુકી છે

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા તિહાડ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. 21 ઓક્ટોબરે...
National 
છૂટી તો ગયા પણ આઝાદ નથી થયા સૌરવ-આશુતોષ... કોર્ટે આ વખતે ઘણી શરતો મુકી છે

ગુજરાતની શાળામાં અંદર સ્થિતિ કેવી છે તે વીડિયો-ફોટોથી નહીં બતાવી શકાય, સરકારે મંજૂરી વગર શાળા પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ અનુસાર...
Gujarat 
ગુજરાતની શાળામાં અંદર સ્થિતિ કેવી છે તે વીડિયો-ફોટોથી નહીં બતાવી શકાય, સરકારે મંજૂરી વગર શાળા પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

લોકસભામાં 850 સીટો માટેનો પ્લાન, મોદી સરકારના માર્ગમાં કોણ બની રહ્યું છે અડચણ?

લોકસભાની સીટોની સંખ્યા વધારવા અને મહિલાઓ માટે અનામત લાગૂ કરવા માટે બિલ અંગે સરકાર અને વિપાર્ટી વચ્ચેનો ગતિરોધ ફરી એકવાર...
Politics 
લોકસભામાં 850 સીટો માટેનો પ્લાન, મોદી સરકારના માર્ગમાં કોણ બની રહ્યું છે અડચણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.