- Politics
- 'જ્ઞાનેશ કુમારે ભાજપની ટિકિટ ઓફર કરી હતી', કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવનો દાવો; જાણો રાહુલ ગાંધીએ શું
'જ્ઞાનેશ કુમારે ભાજપની ટિકિટ ઓફર કરી હતી', કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવનો દાવો; જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું
ભારતના ચૂંટણી પંચ (ECI)ના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હવે એક નવા ખુલાસાએ દેશના રાજકીય માહોલમાં હલચલ મચાવી દીધી છે, જેના પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જી.જી. થોમસને જણાવ્યું હતું કે જ્ઞાનેશ કુમારે 2016માં તેમને 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપની ટિકિટની ઓફર કરી હતી. ચૂંટણી પંચ અંગેના તાજેતરના અહેવાલ બાદ જ્ઞાનેશ કુમાર પહેલાથી જ વિપક્ષના નિશાન પર હતા અને થોમસનના દાવાએ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.
થોમસને જણાવ્યું હતું કે, તેઓ અને જ્ઞાનેશ કુમાર એક જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે વાતચીત થઇ અને બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે વાતો કરી રહ્યો હતા. આ દરમિયાન, જ્ઞાનેશ કુમારે પૂછ્યું હતું કે શું તેમને ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા છે? શું તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની પઠાનમથિટ્ટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવામાં રસ ધરાવે છે. થોમસને આ ઓફરનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે તેમને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. જોકે, જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી લડે અને જીતે, તો તેઓ કેન્દ્રીય મંત્રી બની શકે છે; પરંતુ મે તેમની ઓફર નકારી કાઢી અને કહ્યું કે મને ચૂંટણી લડવામાં કોઇ રસ નથી.
https://twitter.com/INCKerala/status/2103823296370536462?s=20
વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ થોમસનના દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા જ ચૂંટણીમાં મેચ-ફિક્સિંગ કરાવે છે. બંને પહેલા તેમના દ્વારા પાર્ટીમાં ભરતીઓ અને પછી ચૂંટણીમાં મેચ-ફિક્સિંગ કરાવી. જ્યારે જ્ઞાનેશકુમાર IAS અધિકારી હતા, ત્યારે તેમણે ભાજપમાં લોકોની ભરતી કરાવી અને પછી અમ્પાયર બનીને ચૂંટણીઓની મેચ ફિક્સિંગ કરાવી. કેરળ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે IAS અધિકારી જ્ઞાનેશ કુમારને ભાજપની ચૂંટણી ટિકિટ ફાળવવાની સત્તા કોણે આપી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરને લઈને વિવાદ કેમ છેડાયો છે?
નોંધનીય છે કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2025 અને ઓગસ્ટ 2026 વચ્ચે, તેમણે 'ફોર્મ-6'ના ઓનલાઇન વર્ઝનમાં ફેરફારો સહિત 14 અલગ-અલગ મુદ્દાઓમાં 14 વખત લેખિત વાંધાઓ અને અસંમતિ નોંધાવી હતી; પરંતુ CECએ ન તો તેના પર ધ્યાન આપ્યું કે ન તો તે બાબતોની નોંધ લીધી. મતદાર યાદીના સંચાલનના કામને પણ સીધા દિલ્હી કાર્યાલયને સોંપવાના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમના પર કોઈ અસર ન પડી. ઘણા કિસ્સાઓમાં ન તો તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો કે ન તો તેમની સંમતિને ધ્યાનમાં લેવામાં આવી હતી.

