ગુજરાત જીતવાની તૈયારી! પ્રભારી બનતા જ સુરજેવાલાએ બનાવ્યો પ્લાન; કોંગ્રેસ માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ નક્કી કર્યા

આગામી વર્ષે ઘણા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજકીય પક્ષોમાં આ ચૂંટણીને લઇને અત્યારથી તૈયારી કરી રહ્યા હોવાથી રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ચૂંટણીવાળા રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત પણ સામેલ છે. લગભગ ત્રણ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સામે મજબૂત પડકાર ઊભો કરવા માટે કોંગ્રેસ તૈયારી કરી રહી છે અને સક્રિયપણે નવી વ્યૂહરચનાઓ ઘડી રહી છે. ગુજરાતમાં લાંબા સમયથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા માટે કોંગ્રેસે વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા છે; તેમણે રાજકીય મેદાનમાં ઉતરવા માટે નવી વ્યૂહરચના તૈયાર કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ મીડિયાની જવાબદારી સંભાળનારા રણદીપ સુરજેવાલાએ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. સાથે જ સુરજેવાલાની મોટી ઓળખ કર્ણાટક સાથે પણ જોડાયેલી છે. તેમને સપ્ટેમ્બર 2020માં કર્ણાટક કોંગ્રેસના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોંગ્રેસે 2023ની ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી અને કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી.

આ કામગીરીને ધ્યાનમાં રાખીને, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અગાઉની ભૂમિકામાં સફળતા અપાવનાર સુરજેવાલાને ગુજરાતની જવાબદારી પણ સોંપી છે. સૂત્રોનું કહેવું છે કે આ નવી ભૂમિકા સંભાળ્યા બાદ રણદીપે ગુજરાત માટે એક ચોક્કસ વ્યૂહરચના ઘડી છે. પ્રભારી મહાસચિવ તરીકે રાજ્યના પક્ષના નેતાઓ સાથેની તેમની પ્રથમ બેઠક દરમિયાન, તેમણે ત્રણ મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ રજૂ કર્યા હતા.

surjewala2
aajtak.in

ભાજપ સામે વ્યૂહરચના: ત્રણ મુદ્દાઓ પર ધ્યાન

સુરજેવાલાએ વડાપ્રધાન મોદીના ગઢમાં ભાજપને હરાવવા અને સત્તામાં પાછા ફરવા માટે કોંગ્રેસની લાંબી રાહનો અંત લાવવા માટે એક યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની પ્રાથમિક વ્યૂહરચના ગુજરાત ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે સ્થાનિક અને રાજ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે.

બીજી મુખ્ય વ્યૂહરચના એ છે કે કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર સીધા પ્રહારો કરવાનું ટાળશે; તેના બદલે તેમનો રાજકીય પ્રચાર રાજ્યને લગતા મુદ્દાઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રી પર કેન્દ્રિત રહેશે. ત્રીજી મહત્ત્વની વાત એ છે કે પક્ષ પ્રચાર દરમિયાન અદાણી કે અંબાણીને સીધા નામ લઈને નિશાન બનાવવાનું ટાળશે. પક્ષનું માનવું છે કે ગુજરાતી સમાજ વેપાર-ધંધાને ખૂબ મહત્ત્વ આપે છે. તેમના માટે પોતાના રાજ્યના ને અદાણી તથા અંબાણી મોટા બિઝનેસ આઈકોન છે.

આગામી વર્ષે અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની હોવાથી, કોંગ્રેસ ભાજપના વર્ચસ્વને પડકારવાનું લક્ષ્ય રાખી રહી છે, કારણ કે હાલમાં આ મોટાભાગના રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. 2024ની લોકસભા ચૂંટણી બાદ દેશના સૌથી જૂના પક્ષનો ઉત્સાહ વધ્યો છે, કારણ કે તેમને લાગ્યું છે કે હવે ભાજપને હરાવી શકાય તેમ છે. તે ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 'INDIA' ગઠબંધન અયોધ્યાની બેઠક જીતવામાં પણ સફળ રહ્યું હતું, જે ભાજપ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતી.

tv9hindi.com1
surjewala

ચૂંટણી પરિણામો બાદ, જુલાઈ 2024માં પક્ષના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'INDIA' ગઠબંધને અયોધ્યાની બેઠક જીતીને ભાજપ અને તેના રામ મંદિર આંદોલનને હરાવ્યું છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ ભાજપનું આવું જ પરિણામ આવશે.

લોકસભા ચૂંટણી બાદ, હિંદુઓ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીનો વિરોધ કરવા માટે ભાજપના કાર્યકરો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ની ઓફિસ બહાર પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું, "હુ તમને કહેવા માંગુ છું કે જેમ તેમણે અમારી ઓફિસને નુકસાન પહોંચાડ્યું છે, તેમ આપણે સાથે મળીને તેમની સરકારને ઉથલાવી દઈશું. મારી વાત લખી રાખજો: કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડશે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપને હરાવશે, જેમ અમે અયોધ્યામાં કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

તાજેતરમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેની નોટિસો ચર્ચાનો વિષય બની છે. દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા હોય કે...
National 
ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે...
National 
પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને...
Tech and Auto 
હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો

અંદરોઅંદરના મતભેદોના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ...
National 
વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.