હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને ટ્રેનમાં ચડશો તો તમને અડધી સીટ મળશે. જો તમે તેમાં આરામથી સેટ નથી થઇ શકતા તો તમારી મુસાફરી TTE સાહેબ પર નિર્ભર રહે છે. તમારે તેમને વારંવાર વિનંતી કરવી છે કે કોઈ સીટ ખાલી છે કે કેમ. હવે તમારે ભવિષ્યમાં આવું કંઈ જ કરવું પડશે નહીં. રેલવે હવે નવી સુવિધા આપવા જઈ રહી છે. જેના કારણે RAC ટિકિટ મુસાફરોને હવે આપોઆપ ટ્રેનમાં ખાલી સીટો પર બર્થ ફાળવવામાં આવશે. ઉપરાંત આ માહિતી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ મોકલવામાં આવશે.

રેલ્વે હેન્ડહેલ્ડ ટર્મિનલ સિસ્ટમને અપગ્રેડ કરીને સીટ ફાળવણી પ્રક્રિયાને સંપૂર્ણપણે સ્વચાલિત કરવા જઈ રહી છે. હેન્ડહેલ્ડ ટર્મિનલ સિસ્ટમ (HHT)એ એક ઉપકરણ છે જેમાં તેઓ મુસાફરોને લગતી માહિતી દાખલ કરે છે જેમ કે, આરક્ષણ યાદી, વેઇટિંગ લિસ્ટ.

Railways-RAC-Ticket3
financialexpress.com

ટ્રેનમાં TTE દ્વારા HHT ઉપકરણ પર અનબોર્ડેડ (મુસાફરી ન કરી રહેલા) યાત્રીઓ કે જેમણે મુસાફરી કેન્સલ કરી હોય અથવા મુસાફરી ન કરી હોય તે અંગે નોંધણી કરાવતાની સાથે જ સિસ્ટમ સક્રિય થઈ જશે. આ પછી, સેન્ટ્રલ સર્વરના નિયમો અનુસાર, આગામી રાહ જોઈ રહેલા RAC પેસેન્જરને આપોઆપ સીટ ફાળવવામાં આવશે. જેમ કે અમે પહેલાથી જ કહ્યું છે કે, એકવાર બર્થ કન્ફર્મ થઈ ગયા પછી તેનો SMS પણ પેસેન્જરના મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે. સીટ નંબર સાથે કોચની વિગતો પણ મેસેજમાં આવશે.

જ્યારે તમે ટ્રેનની મુસાફરી માટે ઓનલાઈન અથવા રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદો છો, ત્યારે જો સીટ ભરાઈ ગઈ હોય, તો તમને RAC એટલે કે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન ટિકિટ આપવામાં આવે છે. આમાં, તમને સીટ નંબર અથવા બર્થ નથી મળતો, પરંતુ તમે કોઈ અન્ય સાથે સીટ શેર કરીને મુસાફરી કરવા માટે લાયક બનો છો. આને અડધી સીટની ગેરંટી કહી શકાય.

Railways-RAC-Ticket1
aajtak.in

હવે RAC ઉમેદવારોને સંપૂર્ણ બેઠકો આપવા માટે નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે દ્વારા મુંબઈ ડિવિઝનમાં આ સિસ્ટમનું પાયલોટ પ્રોજેક્ટ તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે તેને તબક્કાવાર દેશભરની ટ્રેનોમાં લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં જો તમારી ટિકિટ RAC છે તો તમારે TTEનો સંપર્ક કરવો પડશે. તેઓ HHT પર જુએ છે કે શું ત્યાં કોઈ પેસેન્જર છે જે તેના સુનિશ્ચિત બોર્ડિંગ સ્ટેશન પર કન્ફર્મ સીટ પર ચઢ્યો નથી. પછી જોયા પછી તેઓ સંબંધિત RAC લોકોને સીટો ફાળવે છે. હવેથી આ બધું ઓટોમેટિક થઈ જશે.

છેલ્લે અમે એટલું જ કહીશું કે, તમારી યાત્રા સુખદાયક રહે.

About The Author

Related Posts

Top News

ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

તાજેતરમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેની નોટિસો ચર્ચાનો વિષય બની છે. દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા હોય કે...
National 
ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે...
National 
પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને...
Tech and Auto 
હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો

અંદરોઅંદરના મતભેદોના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ...
National 
વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.