પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે તેના માટે વધુ સાવધાની રાખવાની જરૂર પડશે. એવું એટલા માટે કે હવે, તમારા પાલતુ પ્રાણીને જાહેર સ્થળે કે રસ્તા પર છોડી દેવાથી રૂ. 25000નો દંડ થઈ શકે છે. આ નિયમ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (GCC) દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.

દરેક વિસ્તારમાંથી કોર્પોરેશનને વારંવાર ફરિયાદો મળી રહી છે કે, લોકો તેમના પાલતુ પ્રાણીઓને નોંધણી કરાવ્યા પછી પણ શેરીઓમાં છોડી દે છે. આ પ્રકારની હરકતને રોકવા માટે આવો દંડ લાગુ કરવામાં આવ્યો છે.

Abandon-Pet1
abplive.com

કોર્પોરેશન દરેક લાઇસન્સ પ્રાપ્ત પાલતુ પ્રાણીને તેના માલિક સાથે જોડવા માટે માઇક્રોચિપનો ઉપયોગ કરી રહ્યું છે. આ ચિપમાં માલિકનું નામ, સરનામું અને પ્રાણીના હડકવા વિરોધી રસીકરણ વિશેની માહિતી શામેલ છે. જો કોઈ પાલતુ પ્રાણી શેરીમાં રખડતી હાલતમાં મળ્યું તો, માઇક્રોચિપ દ્વારા તેના માલિકને શોધી કાઢવામાં આવશે. આ રેકોર્ડ એ પણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે આ પાલતુ પ્રાણીઓને દર વર્ષે રસીકરણ કરવામાં આવી રહ્યા છે કે નહીં.

Abandon-Pet2
thehindu.com

શહેરની હદમાં રહેતા પાલતુ પ્રાણીઓના માલિકોએ લાઇસન્સ મેળવવું જરૂરી છે. આ નિયમ શહેરી સ્થાનિક સંસ્થાઓ અધિનિયમ, 1998ની કલમ 292 અને 2023માં બનાવેલા નિયમો હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. અરજીઓ ઓનલાઈન કરી શકાય છે. પાલતુ પ્રાણીઓને માઇક્રોચિપ લગાવેલી હોવાનું આવશ્યક છે. GCCએ ગયા વર્ષે ઓક્ટોબર 2025માં તેની ઓનલાઈન પાલતુ લાઇસન્સિંગ સિસ્ટમ શરૂ કરી હતી. આ વર્ષે જુલાઈ સુધીમાં, કોર્પોરેશને 78,232 પાલતુ માલિકોને લાઇસન્સ મોકલી આપ્યા છે.

Abandon-Pet3
hindi.news18.com

વારંવાર ફરિયાદો મળ્યા પછી કોર્પોરેશને દંડ લાગુ કરવાનો નિર્ણય લીધો. જે માલિકો તેમના લાઇસન્સ પ્રાપ્ત કૂતરા કે બિલાડીઓને શેરીઓમાં અથવા જાહેર વિસ્તારોમાં એકલા છોડી દે છે તેમના પર રૂ. 25,000નો દંડ લાદવામાં આવશે. નોંધણી અને માઇક્રોચિપિંગ ખાતરી કરે છે કે, લાઇસન્સ મેળવ્યા પછી પણ પ્રાણીની ઓળખ અકબંધ રહે છે, અને નોંધણી રેકોર્ડ દ્વારા માલિક શોધી શકાય છે.

About The Author

Related Posts

Top News

ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

તાજેતરમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેની નોટિસો ચર્ચાનો વિષય બની છે. દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા હોય કે...
National 
ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે...
National 
પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને...
Tech and Auto 
હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો

અંદરોઅંદરના મતભેદોના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ...
National 
વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.