'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. હિન્દુ સેનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હામિદ અન્સારીને 1984માં આપવામાં આવેલો પદ્મશ્રી પુરસ્કાર પાછો લેવાની માંગ કરી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરીને અન્સારીના નિવેદનો અને તેમના કથિત ભૂતકાળના આચરણની તપાસની માંગ કરી હતી. હિન્દુ સેનાનો આરોપ છે કે હામિદ અન્સારી દ્વારા કરવામાં આવેલા કેટલાક નિવેદનો હિન્દુ સમુદાય અને દક્ષિણપંથી વિચારધારાને નિશાન બનાવનારા છે.

આ મામલો નવી દિલ્હીમાં 18-19 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એ.જી. નૂરાનીના સ્મૃતિ કાર્યક્રમમાં હામિદ અન્સારી દ્વારા આપવામાં આવેલા સંબોધનનો છે. સ્વર્ગસ્થ લેખક એ.જી. નૂરાનીના પુસ્તક ‘The RSS’નો ઉલ્લેખ કરતા, અન્સારીએ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સંકળાયેલા એક નિવેદનનો સંદર્ભ આપ્યો હતો. તે નિવેદનમાં, નેહરુએ કથિત રીતે હિન્દુ દક્ષિણપંથી સાંપ્રદાયિકતાને સામ્યવાદ કરતા ભારત માટે વધુ મોટી ચિંતા ગણાવી હતી. હામિદ અન્સારીએ તેમના સંબોધનમાં નાગરિક રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વચ્ચેના તફાવતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

hamid-ansari2
news18.com

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તાજેતરના વર્ષોમાં એવા રાજકીય ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે, જે નાગરિક રાષ્ટ્રવાદની વિભાવનાને પડકારે છે. તેમના મતે, ધાર્મિક ઓળખના આધારે નાગરિકોનું વિભાજન, અસહિષ્ણુતા અને 'અન્ય'ની ભાવના પેદા કરવી લોકશાહી વ્યવસ્થા સામે પડકાર છે.

હિન્દુ સેનાએ શું કહ્યું?

હામિદ અન્સારીના નિવેદનોને વાંધાજનક ગણાવતા હિન્દુ સેનાએ માંગ કરી હતી કે ગૃહ મંત્રાલય તેમનો પદ્મશ્રી પુરસ્કાર પાછો ખેંચી લે. સંગઠનનું કહેવું છે કે રાષ્ટ્રીય સન્માન મેળવનાર વ્યક્તિ દેશની એકતા, સાર્વભૌમત્વ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખવામાં આવે છે. વિષ્ણુ ગુપ્તાએ હામિદ અન્સારી પર રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દુ સમુદાય અંગે ગંભીર આરોપો લગાવતા તપાસની માંગ કરી છે. હિન્દુ સેનાનું કહેવું છે કે જો તપાસ બાદ આરોપ સાચા સાબિત થાય છે તો પુરસ્કાર પાછો લઇ લેવો જોઈએ.

hindu-sena1
aninews.in

ભાજપે પણ હામિદ અન્સારીની ટિપ્પણીઓ પર તીખી પ્રતિક્રિયા આપી છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે આ નિવેદનો કોંગ્રેસ પક્ષની વર્તમાન વૈચારિક દિશાને દર્શાવે છે અને કોંગ્રેસના 'મુસ્લિમ લીગ-માઓવાદી' ચરિની વાત કહી. તેમણે કોંગ્રેસ પર 'અતિ-વામપંથી વિચારધારા' તરફ ઝુકાવ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હામિદ અન્સારીના નિવેદનની ટીકા કરી હતી. તેમણે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે આવા નિવેદનો ભારત તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની વિરુદ્ધ છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Gujarat 
ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’
Copyright (c) Khabarchhe All Rights Reserved.