શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લિખિત પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચને પંજાબના રાજકીય ક્ષેત્રમાં નવી ચર્ચાઓ જગાવી છે. આ કાર્યક્રમમાં કેપ્ટન અમરિંદર સિંહની હાજરી અને તેમની પ્રથમ હરોળમાં બેઠક વ્યવસ્થાએ તેમના કોંગ્રેસમાં સંભવિત વાપસી અંગે અટકળોને વેગ આપ્યો છે. જોકે કેપ્ટન અમરિંદર સિંહે પોતે આ અફવાઓને નકારી કાઢી છે,  જો કે, રાહુલ ગાંધીએ મંચ પરથી તેમનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તેમના માતા-પિતા સાથેના લાંબા સમયથી ચાલતા અને ઊંડા પારિવારિક સંબંધોને યાદ કર્યા હતા. ઓગસ્ટ મહિનામાં એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ અમરિંદર સિંહને તેમના મનપસંદ ભાજપના નેતા ગણાવ્યા હતા.

8

પંજાબની ચૂંટણીના સંદર્ભમાં આનું મહત્ત્વ?

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી અગાઉ, કેપ્ટન અમરિંદર સિંહના આ પગલાંના અનેક રાજકીય અર્થઘટનો કરવામાં આવી રહ્યા છે:

ભાજપ પ્રત્યે નારાજગીના સંકેત: છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં પોતાને હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું અનુભવી રહ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, તેમણે જાહેરમાં કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં 60 વર્ષનો અનુભવ હોવા છતા પંજાબ સંબંધિત બાબતોમાં ભાજપ દ્વારા ક્યારેય તેમની સલાહ લેવામાં આવતી નથી. આ ઉપરાંત, તેમણે સ્વીકાર્યું કે ભાજપમાં જોડાયાના ચાર વર્ષ પછી પણ તેમને કોઈ ખાસ લાભ થયો નથી અને તેઓ કોંગ્રેસને યાદ કરે છે.

કોંગ્રેસ પ્રત્યે નરમ વલણ: આ કાર્યક્રમમાં અંબિકા સોની અને ભૂપેશ બઘેલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કેપ્ટનની હાજરીને આવકારી હતી. નેતાઓએ સંકેત આપ્યા કે તેમનું પક્ષમાં પાછા ફરવું એ સકારાત્મક ઘટનાક્રમ બની શકે છે. કોંગ્રેસ પણ હાલમાં પંજાબમાં એક મજબૂત અને અનુભવી નેતાની શોધમાં છે.

રાજકીય દબાણની રણનીતિ: રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણી પહેલાં કેપ્ટનનું આ પગલું ભાજપ હાઈકમાન્ડ પર દબાણ લાવવાની રણનીતિ પણ હોઈ શકે છે, જેથી પંજાબ માટેની પક્ષની ચૂંટણી રણનીતિ ઘડતી વખતે તેમને અવગણવામાં ન આવે.

7

ભાજપ સાથે કેપ્ટનની વર્તમાન સ્થિતિ

કેપ્ટન અમરિન્દર સિંહે 2021માં કોંગ્રેસ સાથે કડવાશભર્યા સંબંધો વચ્ચે છેડો ફાડ્યો હતો અને 2022ની ચૂંટણી બાદ તેમણે પોતાના પક્ષ, 'પંજાબ લોક કોંગ્રેસ'નું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. તાજેતરમાં તેમણે એવી નારાજગી વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી, જોકે, તાજેતરમાં જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસમાં ફરી જોડાવાની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું કે જે ઘટનાની ચર્ચા થઈ રહી છે તે માત્ર એક સામાજિક મુલાકાત હતી; તેમણે કહ્યું કે ગાંધી પરિવાર સાથે તેમના દાયકાઓ જૂના પારિવારિક સંબંધો છે. તેમણે યાદ અપાવ્યું કે સોનિયા ગાંધી તેમના પુસ્તકોના વિમોચન કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા હતા. કેપ્ટને સ્પષ્ટ કર્યું કે તેમને પાછા ફરવા માટે કોઈએ કહ્યું નથી, અને ન તેમનો પોતાનો પણ નિર્ણય બદલવાનો ઈરાદો છે.

About The Author

Related Posts

Top News

શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' ફાડી નાખ્યું. શિવસેનાનો...
Politics 
શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર યુવા હાર્દિક પટેલનો આગ્રહ હતો કે અનામતની માગનું આવેદનપત્ર સ્વીકારવા મુખ્યમંત્રી આનંદીબેન...
Gujarat 
શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

દિવાળી પછી દેશના વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતમાં ભાજપના પીઢ નેતાઓને સમય ફાળવ્યો. જોકે પક્ષના નેતાઓએ તેને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત...
Politics 
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લિખિત પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચને...
Politics 
શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.