- Politics
- શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલુ...
શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર
એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' ફાડી નાખ્યું. શિવસેનાનો આરોપ છે કે આ પુસ્તકમાં વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરવામાં આવ્યું છે. પાર્ટીએ માંગ કરી છે કે, મહારાષ્ટ્ર સરકાર આ પુસ્તક પર પ્રતિબંધ લગાવે.
શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું કે આ પુસ્તક ઝેરથી ભરેલું છે. વીર સાવરકરે આટલી યાતનાઓ સહન કરી હતી અને તેમની બાબતે આ પુસ્તકમાં એવી વાતો કહેવામાં આવી છે. અમારો ઉદ્ધવ ઠાકરેને સવાલ છે કે, સોનિયા ગાંધીના પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે, તે સોનિયા ગાંધી વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી રહ્યો નથી?
https://twitter.com/ANI/status/2122962046279184652?a=8EQJA2tSANb1unMXkp8&s=20
સંજય નિરુપમે સોનિયા ગાંધીના પુસ્તકને પ્રેમની નહીં, પરંતુ નફરતની યાત્રા ગણાવી. તેમણે કહ્યું કે, તેઓ લગભગ 60 વર્ષથી આ દેશમાં છે, પરંતુ આ 60 વર્ષોમાં તેમના મનમાં હિંદુઓ અને દેશના મહાન ક્રાંતિકારીઓ પ્રત્યે માત્ર નફરત જ છે. નિરુપમે વધુમાં કહ્યું કે, સોનિયા ગાંધી 1984 સુધી આ દેશના નાગરિક ન બન્યા, જ્યારે તેઓ ઘણા વર્ષો પહેલા અહીં આવી ગયા હતા. અગાઉ કોંગ્રેસમાં વીર સાવરકર પ્રત્યે નફરત નહોતી; પરંતુ જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટી સંભાળી, ત્યારથી તેઓ મુસ્લિમોને ખુશ કરવા માટે વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે.
શિવસેનાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, સોનિયા ગાંધીના પુસ્તકના પેજ નંબર 201માં જે લખ્યું છે તે બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે, મહારાષ્ટ્રનું અપમાન છે. આ પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ કહ્યો નથી. ઉલટાનું, તેઓ તો આ પુસ્તકને ખુશી થઇને કોંગ્રેસ નેતા પાસેથી ખુશ થઇને લઇ રહ્યા છે. આ પુસ્તકનું નામ બિલોગિંગ ઓફ લવ નહીં 'બિલોગિંગ ઓફ જિહાદ હોવું જોઈએ.
તેમણે આક્ષેપ કર્યો કે સોનિયા ગાંધી અને કોંગ્રેસે સંસદ ભવનમાં વીર સાવરકરની તસવીર લગાવવાનો વિરોધ કર્યો હતો અને તેને હટાવવા માટે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો હતો. સંજય નિરુપમે જણાવ્યું હતું કે, અમે આ પુસ્તકના પ્રકાશક પાસે માંગ કરીએ છીએ કે જે બે પાનાંમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે, તેને હટાવીને જ પુસ્તક વેચો. જ્યાં સુધી આવું ન થાય, ત્યાં સુધી રાજ્ય સરકાર આ પુસ્તક પર પ્રતિબંધ લગાવો.

