રાહુલ ગાંધીને સેલ્ફ-ગોલ કરવાની કળા હુનર તેમની માતા પાસેથી વારસામાં મળી છે, કંગનાએ સોનિયા ગાંધીની બાયોગ્રાફી પર સાધ્યું નિશાન

બોલિવુડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌત તેમના સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની બાયોગ્રાફીને નિશાના પર લીધી છે. કંગનાએ પુસ્તકમાં ગાંધી પરિવાર સાથે જોડાયેલા ઘણા ઘટનાક્રમોના વર્ણન પર સવાલો ઉઠાવ્યા છે.

kangana
indiatoday.in

આટલું જ નહીં, તેમણે સોનિયા ગાંધીની બાયોગ્રાફીને ‘સેલ્ફ-ગોલ’ ગણાવી અને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે રાહુલ ગાંધીને આ સેલ્ફ-ગોલ કરવાની કળા હુનર તેમની માતા પાસેથી વારસામાં મળી છે. કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ શેર કરી છે, જેમાં તેમણે રાજીવ ગાંધીની હત્યા, ગાંધી પરિવારમાંથી મેનકા ગાંધીનું અલગ થવું અને સોનિયા ગાંધીની નાગરિકતા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે સોનિયા ગાંધીના કથિત સ્વિસ બેંક ખાતાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.

kangana
jansatta.com

કંગનાએ પોતાની પ્રથમ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, સોનિયા ગાંધીની બાયોગ્રાફી પોતે જ એક મોટો સેલ્ફ-ગોલ છે. પુસ્તકમાં સોનિયાએ જણાવ્યું છે કે જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ, તે દિવસે તેમણે તેમની સાથે ન જવાનું પસંદ કર્યું હતું. તેની પાછળ તેમણે થાક અને સુસ્તી જેવા કારણોનો ઉલ્લેખ કર્યો છે. કંગનાએ આ વાત પર કટાક્ષ કરતા કહ્યું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધીને સેલ્ફ-ગોલ કરવાની કળા ક્યાંથી મળી છે. તેમને આ હુનર તેમની માતા પાસેથી વારસામાં મળ્યું છે.

kangana
jansatta.com

કંગનાએ ત્યારબાદની એક પોસ્ટમાં ગાંધી પરિવારમાંથી મેનકા ગાંધીના અલગ થવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે લખ્યું કે રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી પાસે પાછા ફરવા માટે એક શરત મૂકી હતી કે, મેનકાએ પરિવારમાંથી બહાર જવું પડશે. કંગનાના જણાવ્યા અનુસાર, મેનકા માટે પણ આ વાત આશ્ચર્યજનક હતી.

તેમણે એમ પણ કહ્યું કે સંજય ગાંધીના મૃત્યુ પછી, આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારતમાં 15 વર્ષ રહ્યા બાદ ભારતીય નાગરિકતા લેવાનો નિર્ણય લીધો હતો. કંગનાએ મેનકા ગાંધીના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ અને ઈન્દિરા ગાંધી બંને ત્રીજી વ્યક્તિને કારણે પીડિત હતા. કંગનાએ સવાલ કર્યો કે આખરે આ ત્રીજી વ્યક્તિ કોણ હતી?

kangana
jansatta.com

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 22 વર્ષની વયે વિધવા મેનકાને ઘર છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં સુધી કે તેમને પરિવારના અન્ય સભ્યોની સાથે એક જ ટેબલ પર બેસવાની પણ મંજૂરી નહોતી. સોનિયા ગાંધીએ પોતાની બાયોગ્રાફીમાં આ માટેનું કારણ મેનકાની વિરોધ પક્ષના નેતાઓ સાથેની મિત્રતા ગણાવી છે.

kangana
m.rediff.com

કંગનાએ આ તર્ક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બધા જાણે છે કે રાજીવ ગાંધીને રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નહોતી અને તેમણે તો વડાપ્રધાનની ભૂમિકા માટે મજબૂર કરવાની વાત પણ ખુલીને કહી હતી. એવામાં સવાલ ઊભો થાય છે કે, મેનકાને પરિવારમાંથી બહાર કરવા પાછળ કોની ઈચ્છા હતી? તેમણે વધુમાં લખ્યું કે, મેનકાને એ વાતનો અંદાજો નહોતો કે પરિવારના બાકી લોકોની જિંદગીમાં આગળ શું થવાનું છે અને એ જ પરિવારમાંથી અલગ થવાનો એકમાત્ર રસ્તો બની જશે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીને સેલ્ફ-ગોલ કરવાની કળા હુનર તેમની માતા પાસેથી વારસામાં મળી છે, કંગનાએ સોનિયા ગાંધીની બાયોગ્રાફી પર સાધ્યું નિશાન

બોલિવુડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌત તેમના સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે કોંગ્રેસના પૂર્વ...
રાહુલ ગાંધીને સેલ્ફ-ગોલ કરવાની કળા હુનર તેમની માતા પાસેથી વારસામાં મળી છે, કંગનાએ સોનિયા ગાંધીની બાયોગ્રાફી પર સાધ્યું નિશાન

કરીના કપૂર ખાનને વારસામાં મળેલું પેન્ડન્ટ પહેરવા બદલ મળી નોટિસ; જાણો શું છે આખો મામલો?

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને વારસાઈ પેન્ડન્ટ પહેરવા બદલ કાનૂની નોટિસ મળી છે. આ નોટિસ કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય મીડિયા...
Entertainment 
કરીના કપૂર ખાનને વારસામાં મળેલું પેન્ડન્ટ પહેરવા બદલ મળી નોટિસ; જાણો શું છે આખો મામલો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-11-2026 દિવસ: શુક્રવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક નહીં બે મહિલાઓ સાથે અફેર, ચીન સાથે કનેક્શન... શું Nvidiaના CEOની છૂટ્ટી થશે? કંપનીને 27 લાખ કરોડનું નુકસાન

વિશ્વની ચિપ બનાવતી સૌથી મોટી કંપનીઓમાં સામેલ Nvidiaના CEO જેનસન હુઆંગની ખુરશી જોખમમાં છે. કંપનીનું બોર્ડ બેઠક કરીને તેમને...
Business 
એક નહીં બે મહિલાઓ સાથે અફેર, ચીન સાથે કનેક્શન... શું Nvidiaના CEOની છૂટ્ટી થશે? કંપનીને 27 લાખ કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.