રાજ્યસભા પેટાચૂંટણીમાં હરદીપ સિંહ પુરીની જીત નક્કી, તેમની સામે જેમણે ફોર્મ ભરેલા તેમના નામાંકન જ રદ્દ કરી દેવાયા, કોંગ્રેસ કોર્ટ જશે

મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણીમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. મંગળવારે, બે અપક્ષ ઉમેદવારોના નામાંકન પત્રો રદ કરવામાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર રાજકુમાર લોહાનીનો પણ સમાવેશ થાય છે. આ નામાંકનો રદ થવાને કારણે, હવે પુરી સામે ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર બાકી રહ્યો નથી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, નામાંકન પત્રોની તપાસ દરમિયાન અપક્ષ ઉમેદવારો કાંતે સયાન્ના અને રાજકુમાર લોહાનીના નામાંકન પત્રો રદ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામની જાહેરાત 5 નવેમ્બરે કરવામાં આવશે, જે નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખ પણ છે.

Hardeep-Puri1
ddindia.co.in

નામાંકન પત્રોની તપાસ દરમિયાન, બંને અપક્ષ ઉમેદવારો અને કોંગ્રેસ નેતા હેમંત કટારેએ હરદીપ સિંહ પુરીના નામાંકન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમમો તર્ક હતો કે પુરીના 'ફોર્મ-26'માં આપવામાં આવેલું સોગંદનામું અધૂરું અને અમાન્ય છે. રિટર્નિંગ ઓફિસર ઉમેશ શર્માએ આ આપત્તિઓની તપાસ કરી. તેમણે પોતાના આદેશમાં જણાવ્યું કે પુરીના દસ્તાવેજોમાં કોઈ ખામીઓ મળી નથી અને તેમણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ જેવી કોઈ શરતનું ઉલ્લંઘન કર્યું નથી. ત્યારબાદ, તેમનું નામાંકન માન્ય ગણવામાં આવ્યું.

રિટર્નિંગ ઓફિસરના નિર્ણય બાદ, કોંગ્રેસ નેતા હેમંત કટારે અને ધારાસભ્ય આતિફ અકીલે કોર્ટ જવાની વાત કહી છે. બંનેએ એક નિવેદનમાં કહ્યું કે, આ ભારતીય લોકશાહી પર હુમલો છે. તેમના મતે આટલી મોટી ખામીઓ હોવા છતા નામાંકન રદ ન કરવામાં આવ્યું. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 28 ઓક્ટોબરે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે હરદીપ સિંહ પુરીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી, જેમનો કાર્યકાળ એપ્રિલ 2030 સુધીનો હતો.

Hardeep-Puri
newindianexpress.com

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સભ્યો છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે, જ્યારે કોંગ્રેસ પોતાના દમ પર આ બેઠક જીતવાની સ્થિતિમાં નહોતી. ઉપલબ્ધ ચૂંટણી ગણિત મુજબ, જીતવા માટે 116 મતોની જરૂર હતી. બંને અપક્ષ ઉમેદવારોના નામાંકન રદ થવા અને પુરીનું નામાંકન માન્ય ઠરવાથી તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. હવે, 5 નવેમ્બરે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-11-2026 દિવસ: ગુરુવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

75% અગ્નિવીરોના સેવાકાળમાં 2 વર્ષનો વધારો, જાણો પગારનું શું થશે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ દ્વારા 4 નવેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરવામાં આવી...
National 
75% અગ્નિવીરોના સેવાકાળમાં 2 વર્ષનો વધારો, જાણો પગારનું શું થશે

ટ્રમ્પ પસ્ત, પરંતુ આ 5 સમાચારોએ ભારતીય બજારમાં તેજી લાવી દીધી

ભારતીય શેરબજારે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સતત 5 દિવસથી બજારમાં તેજી જોવા મળી રહી છે, જેમાં સેન્સેક્સમાં લગભગ...
Business 
ટ્રમ્પ પસ્ત, પરંતુ આ 5 સમાચારોએ ભારતીય બજારમાં તેજી લાવી દીધી

'બે બાળકોથી વધુ હોય તો ચૂંટણી ન લડી શકાય...' કાયદો સુપ્રીમ કોર્ટને ન ગમ્યો, મોટી બેન્ચ સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો લોકોના બે કરતાં વધુ બાળકો હોય તો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતા...
National 
'બે બાળકોથી વધુ હોય તો ચૂંટણી ન લડી શકાય...' કાયદો સુપ્રીમ કોર્ટને ન ગમ્યો, મોટી બેન્ચ સુનાવણી કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.