- Business
- ટ્રમ્પ પસ્ત, પરંતુ આ 5 સમાચારોએ ભારતીય બજારમાં તેજી લાવી દીધી
ટ્રમ્પ પસ્ત, પરંતુ આ 5 સમાચારોએ ભારતીય બજારમાં તેજી લાવી દીધી
ભારતીય શેરબજારે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સતત 5 દિવસથી બજારમાં તેજી જોવા મળી રહી છે, જેમાં સેન્સેક્સમાં લગભગ 4000 પોઈન્ટ્સ એટલે કે 5%થી વધુની તેજી નોંધાઇ છે. બીજી તરફ, અમેરિકન બજાર ભયભીત છે અને રોજ ઘટી રહ્યું છે; છેલ્લા પાંચ દિવસમાં નેસ્ડેક લગભગ 5% અને છેલ્લા એક મહિનામાં 10% જેટલો નીચે આવ્યો છે. તેને તકનીકી ભાષામાં બેયરિશ ઝોન કહેવામાં આવે છે.
સવાલ ઉઠે છે કે આખરે એવું શું થયું કે ભારતીય બજાર રિકવરીનો સંકેત આપી રહ્યો છે? કારણ કે જ્યારે-જ્યારે અમેરિકી બજાર પર દબાણ વધ્યું છે, ત્યારે ભારતીય બજાર પર તેની સૌથી વધુ અસર જોવા મળી છે. અમેરિકા-ઈરાન યુદ્વને કારણે ભારતીય બજાર 15%થી વધુ ગગડી ગયું હતું. પરંતુ, અત્યારે એવું લાગે છે કે ભારતીય બજાર આ બાહ્ય દબાણોને અવગણીને રિકવરી તરફ આગળ વધી રહ્યું છે. ચાલો જાણીએ આની પાછળના અસલી કારણો.
કાચા તેલના ભાવમાં ઘટાડો થવાથી થોડી રાહત મળી છે, પરંતુ રેલી જેવી કોઇ વાત નથી. આ ઉપરાંત, કોર્પોરેટ કમાણીએ પણ ઘરેલૂ બજારને મજબૂતી આપી છે. પરંતુ, નિષ્ણાતોના મતે, સૌથી મોટો પોઝિટિવ સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણના એ નિવેદનથી મળ્યો છે, જેમાં તેમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સમાં ઘટાડો કરવાની વાત કહી છે. આ સંભવિત રાહતે રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.
કાચા તેલના ભાવમાં ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા અને સમાધાન લાવવાના પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો થયો છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી, કાચા તેલના ભાવમાં નરમાઈ ભારતીય અર્થતંત્ર માટે મોટો બુસ્ટર સાબિત થઈ શકે છે.
જોકે કાચા તેલના ઊંચા ભાવે જરૂર સરકારનું બજેટ બગાડ્યું છે, પરંતુ અન્ય માર્ગે રાહત મળી રહી છે. GST કલેક્શન સરકાર માટે આવકનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. ઓક્ટોબર 2026માં ભારતનું GST કલેક્શન પાછલા વર્ષની સરખામણીમાં 22.9%ના વધારા સાથે 2.31 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું,. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ સાત મહિના (એપ્રિલ-ઓક્ટોબર) દરમિયાન, કુલ GST કલેક્શન 14.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 13.2%નો વધારો છે.
આ બાબત સ્પષ્ટ પુરાવો આપે છે કે દેશમાં વેપાર, ઉત્પાદન અને વપરાશની ગતિ મજબૂત છે. GSTની મજબૂત આવક સરકારની નાણાકીય નુકસાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જેનાથી વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને રોકાણકારોની વચ્ચે ભારતની વિશ્વસનીયતામાં વધારો થાય છે.
તો, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારને ટેકો આપી રહ્યા છે. જોકે કેટલાક સેક્ટરોમાં દબાણ જરૂર છે, પરંતુ કેટલીક દિગ્ગજ કંપનીઓના મજબૂત પ્રદર્શને બજારને તૂટતા અટકાવ્યું છે. છેલ્લા 5 દિવસમાં બજારમાં જોવા મળેલો સતત ઉછાળો ભારતીય વ્યક્તિગત રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો મજબૂત વિશ્વાસ છે.
નાણામંત્રીએ સ્વીકાર્યું કે, બજલાતી વૈશ્વિક પરિસ્થિત અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત નિકાસી વચ્ચે શેરબજારને સ્થિર કરવાની જરૂરિયાત છે. ભારતે પોતાની 7%થી વધુના GDP વિકાસ દરને જાળવી રાખવા માટે મોટા પ્રમાણમાં પૂંજીની જરૂર છે, જેના માટે એક મજબૂત શેરબજાર હોવું જરૂરી છે. જો આગામી બજેટમાં રોકાણકારોને LTCG ટેક્સના સંદર્ભમાં કોઈ રાહત મળે છે, તો તે ભારતીય શેરબજાર માટે 'ગેમ-ચેન્જર' સાબિત થઈ શકે છે.
હાલના ઉછાળા છતા ભારતીય શેરબજાર તેના હાઇથી લગભગ 10% નીચે છે. આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 'નિફ્ટી 50 26,373.20 પોઈન્ટના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. છેલ્લા લગભગ 28 મહિનાથી, ભારતીય શેરબજાર એક દાયરાની અંદર જ કારોબાર કરી રહ્યું છે. ભારતીય બજારમાં જોવા મળેલા ઘટાડાઈના મુખ્ય કારણોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા મોટા પાયે વેચવાલી, વૈશ્વિક બજારોનું દબાણ અને કેટલાક ક્ષેત્રોના વેલ્યૂએશનમાં આવેલો ઘટાડો સામેલ છે.
રિટેલ રોકાણકારો મોટી તાકત
વિદેશી રોકાણકારોની ભારે વેચાણવાલી છતા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) અને મજબૂત માની રહેલા રિટેલ રોકાણકારોએ બજારને મોટા ઝચકાઓથી બચાવી રાખ્યું છે. SIPs દ્વારા આવતા પૈસા બજારને ધરાશાયી થતું બચાવી રહ્યું છે, પરંતુ આમ ક્યાં સુધી ચાલશે? કારણ કે છેલ્લાં 2-3 વર્ષમાં બજારમાં પૈસા લગાવનારા ઘણા રિટેલ રોકાણકારો હાલમાં નુકસાનમાં છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો 'રેડ' થઇ ચૂક્યા છે, કારણ કે બજાર ચાલવાનું નામ જ નથી લેતું.
છેલ્લાં બે વર્ષમાં શેરબજારમાં જોવા મળેલી અસ્થિરતા વચ્ચે, ભારતીય અર્થતંત્રએ મજબૂતી દર્શાવી છે. આજે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને લગભગ 7%નો મજબૂત વિકાસ દર જાળવી રાખ્યો છે. ભારતીય અર્થતંત્રની એક સૌથી મોટી અને નિર્વિવાદ તાકત તેની ઘરેલૂ માંગ છે. જ્યારે ઘણા વિકસિત દેશો પોતાની ઓછી વસ્તી અથવા નબળી માંગને કારણે વૈશ્વિક ક મંદીથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે, ત્યારે 140 કરોડથી વધુની વસ્તીવાળો ભારત, પોતાના દમ પર એક વિશાળ બજાર ઉભું કરે છે.
દેશના મધ્યમ વર્ગની વધતી આવક અને બદલાતી જીવનશૈલીને કારણે ઓટોમોબાઈલ, FMCG, રિયલ એસ્ટેટ અને ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં સતત માંગ જોવા મળી રહી છે. જોકે વૈશ્વિક સંકટોને કારણે નિકાસ પર અસર પડી રહી છે, પરંતુ ઘરેલૂ માંગ જોવા મળી રહી છે, આ જ કારણ છે કે બાહ્ય દબાણો હોવા છતા ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે.

