Jioના IPOની ધમાકેદાર ઓપનિંગ, 100 મિનિટમાં જ થઇ ગયો 100% સબસ્ક્રાઇબ, બનાવ્યા રેકોર્ડ

દેશના સૌથી મોટા IPOને રોકાણકારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકાર્યો છે. રિલાયન્સ Jioનો 30,213 કરોડ રૂપિયાના IPOને  માત્ર 100 મિનિટમાં જ 100% સબસ્ક્રિપ્શન મળી ગયું. તાજેતરના આંકડા મુજબ, IPO 1.15 ગણો સબસ્ક્રાઇબ થઇ ચૂક્યો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)નો હિસ્સો 3.68 ગણો ભરાઈ ગયો છે, જ્યારે કુલ 10 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. IPO રોકાણ માટે 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. આ મોટા IPOમાં સૌથી ઝડપથી ફૂલી સબસ્ક્રાઇબ થનાર ઇશ્યૂ છે. JIOનું ગ્રે માર્કેટ પ્રિમિયમ પણ પર શેર 275-280 રૂપિયાએ પહોંચી ગયું છે, એટલે કે 25%નો ફાયદો દેખાય રહ્યો છે.

કંપનીએ 19,75,25,934 શેર વેચાણ માટે રાખ્યા છે, જ્યારે શરૂઆતના બે કલાકમાં જ 22,65,62,880 શેર માટે બોલીઓ મળી ચૂકી છે. આને શેરધારકો માટે અનામત રાખવામાં આવેલા હિસ્સામાં 48% સબસ્ક્રિપ્શન મળ્યું છે. BSEના ડેટા મુજબ, કર્મચારીઓ માટે અનામત હિસ્સો 59%, રિટેલ વ્યક્તિગત રોકાણકાર પોર્શનને 26% અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોની કેટેગરીમાં 29% બોલીઓ મળી છે.

Jio-IPO2
fortuneindia.com

Jioના IPOને લઇને રોકાણકારોના ઉત્સાહ ઝલક પહેલા જ જોવી મળી ગઇ હતી. એન્કર રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલા આશરે 8,110 કરોડના શેરની તુલનામાં 2.5 લાખ કરોડથી વધુની બોલીઓ મળી હતી એટલે કે 30 ગણી વધુ માંગ. સૌથી મોટું એલોકેશન LICને મળ્યું, જે લગભગ 500 કરોડનું હતું. Jioએ IPOના આકારમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ, દેશનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો હતો, જેનો આકાર 27,870 કરોડ રૂપિયા હતો. Jioના IPOની પ્રાઇસ બેન્ડ 1,065 રૂપિયાથી 1,119 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે.

Jio-IPO1
economictimes.indiatimes.com

ખાસ વાત એ છે કે, IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હોવા છતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાત્ર શેરધારકો પાસે શેર મેળવવાની એક વધારાની તક છે. તેમના માટે 2,500 કરોડ રૂપિયા સુધીના શેર અનામત છે. પાત્ર રોકાણકાર શેરહોલ્ડર અને રિટેલ કેટેગરીમાં અરજી કરી શકે છે, જેનાથી તેમને શેર મળવાની એક વધારાની તક મળી શકે છે.

About The Author

Top News

6000mAh બેટરી-રીઅર મીની-ડિસ્પ્લે, સાથે હશે 50MP AI કેમેરા સાથે લોન્ચ થયો નવો 5G સ્માર્ટફોન, કિંમત 24 હજાર

લાવાએ ભારતીય બજારમાં એક નવો કર્વ્ડ ડિસ્પ્લે સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની દ્વારા આ ફોનને 'Lava Aura Curve' નામ આપવામાં...
Tech and Auto 
6000mAh બેટરી-રીઅર મીની-ડિસ્પ્લે, સાથે હશે 50MP AI કેમેરા સાથે લોન્ચ થયો નવો 5G સ્માર્ટફોન, કિંમત 24 હજાર

400 કરોડની બ્રા પહેરીને રેમ્પ પર ઉતરી કાઈલી જેનર, કેમ છે આટલી કિંમત

વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શૉ અને તેની આઇકોનિક 'ફેન્ટસી બ્રા' ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. 18 ઓક્ટોબરે લોસ એન્જિલ્સમાં...
Lifestyle 
400 કરોડની બ્રા પહેરીને રેમ્પ પર ઉતરી કાઈલી જેનર, કેમ છે આટલી કિંમત

વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો, પત્ની પ્રેમી પાસેથી વોટ્સએપ પર માહિતી મેળવતી હતી

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ખેડૂતની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બડૌતના કોતાના ગામમાં રહેતા ખેડૂત પ્રમોદ (44)ની હત્યાના...
National 
વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો, પત્ની પ્રેમી પાસેથી વોટ્સએપ પર માહિતી મેળવતી હતી

નામ, નંબર, સરનામા... ડાર્ક વેબ પર સંપૂર્ણ ડિટેલ લીક! SBIએ સ્વીકાર્યું કે સાયબર હુમલો થયો છે અને...

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સાયબર હુમલા સાથે જોડાયેલા મામલામાં પોતાના ગ્રાહકોનો ડેટા ચોરી થવાની વાત સ્વીકારી છે....
Business 
નામ, નંબર, સરનામા... ડાર્ક વેબ પર સંપૂર્ણ ડિટેલ લીક! SBIએ સ્વીકાર્યું કે સાયબર હુમલો થયો છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.