આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સ્ટોક 6.24 ટકા ઘટીને ₹1080ની નવી 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે જોવા જઇએ તો આ સ્ટોકમાં છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં 42.85 ટકાનો ઘટાડો થયો છે.  પી.બી. ફિનટેકના શેર નવેમ્બર 2021માં ₹1150ના ભાવે લિસ્ટ થયા હતા, પરંતુ હવે તેનો ભાવ આનાથી પણ નીચે આવી ગયો છે. એવામાં, રોકાણકારોને આ સ્ટોકને કારણે મોટું નુકસાન થયું છે અને એવી આશંકા છે કે આ ઘટાડાનો દોર આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે.

મગળવારે થયેલો આ ઘટાડો 'ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (IRDAI) દ્વારા કમિશન, મેનેજમેન્ટ ખર્ચ (EoM) અને વિતરણ વ્યવસ્થામાં સુધારા અંગે બહાર પાડવામાં આવેલા પરામર્શ દસ્તાવેજને પગલે જોવા મળ્યો હતો. પ્રસ્તાવિત ફેરફારોમાં વીમા વિતરકોના કમિશનમાં ઘટાડો થઇ શકે છે, જેને કારણે પીબી ફિનટેક પર સૌથી વધુ અસર પડી છે.

share-market4
upstox.com

કંપનીએ સ્ટોકના ભાવમાં જોવા મળેલી અસ્થિરતા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ દસ્તાવેજ હાલમાં પરામર્શ હેઠળ છે અને તેમાં પ્રસ્તાવિત નીતિગત ફેરફારોનો સમાવેશ થાય છે જેના પર જનતા અને હિતધારકો પાસેથી ફીડબેક મંગાવવામાં આવ્યો છે. આ કોઈ અંતિમ નિયમનકારી આદેશ કે નિર્દેશ નથી.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે પરામર્શ પત્રમાં આપવામાં આવેલા પ્રસ્તાવોમાં માળખાકીય ફેરફારોનો સમાવેશ થાય છે, જેમાં વિતરણ ખર્ચનું માળખું અને કમિશનની મર્યાદાઓ બંનેનો સમાવેશ થાય છે. અમારી મુખ્ય સહાયક કંપની પોલિસીબજાર, ભારતમાં નાણાકીય સ્વતંત્રતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે એક વીમા મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. છેલ્લા 18 વર્ષોમાં આ પ્લેટફોર્મે શિક્ષણ, ડિજિટલ ઓનબોર્ડિંગ, વેચાણ-પૂર્વેની સલાહ, સ્વાસ્થ્ય અને ટર્મ ઈન્શ્યોરન્સ જેવા ઓછા પ્રચલિત ઉત્પાદનો માટે સંપૂર્ણ ક્લેમ સહાયમાં જરૂરી રોકાણ કર્યું છે. જો આ સ્તર પર IRDAIનો આ પ્રસ્તાવ અમલમાં આવે તો પણ, વ્યવસાય સંપૂર્ણપણે બંધ નહીં થઈ શકે.

share-market5
ndtv.com

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે અન્ય વ્યવસાયિક હિતધારકો સાથે પરામર્શ કરીને આ પ્રસ્તાવિત ફેરફારોની અસરનું મૂલ્યાંકન કરી રહી છે અને IRDAI સાથે વાતચીત કરી રહી છે. નિર્ધારિત પરામર્શ દરમિયાન તે IRDAI અને સંબંધિત અધિકારીઓને વિગતવાર પ્રતિક્રિયા આપશે. BSE અને NSEએ PB Fintechને ટૂંકા ગાળાના સર્વેલન્સ ફ્રેમવર્ક (short-term surveillance framework) હેઠળ મૂકી છે. એક્સચેન્જ રોકાણકારોને અસામાન્ય વધઘટ અને વધુ પડતી અસ્થિરતા અંગે રોકાણકારોને સાવચેત કરવા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ASM ફ્રેમવર્કનો ઉપયોગ કરે છે. માસ્ટર કેપિટલ સર્વિસીસના ચીફ રિસર્ચ ઓફિસર રવિ સિંહે જણાવ્યું હતું કે ચાર્ટ પર આ શેર નબળો દેખાઇ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ અને US-ઈરાન વાટાઘાટોને લગતી અનિશ્ચિતતાએ સતત બીજા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે....
Business 
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? જાણો ક્રૂડ ઓઇલના ભાવ અચાનક કેમ વધ્યા?

UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

સમાજવાદી પાર્ટીના નેતા IP સિંહે ઉત્તર પ્રદેશમાં 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના કોંગ્રેસના દાવા પર કટાક્ષ કર્યો છે....
National 
UPમાં કોંગ્રેસે 150 બેઠકોની માંગ કરતા SP નેતાએ કહ્યું, 'આગામી 5 પેઢી સુધી PM નહીં બની શકે..'

આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

પોલિસીબજાર અને પૈસાબજારની પેરેન્ટ કંપની 'પીબી ફિનટેક લિમિટેડ'ના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન પણ ભારે ઘટાડો જોવા...
Business 
આ સ્ટોક માત્ર ચાર દિવસમાં 43% ગગડ્યો, કંપનીની કમાણી પર જોખમ!

શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન

મહારાષ્ટ્રમાં NCP (SP)ના પ્રમુખ શરદ પવારે સોમવાર 28 સપ્ટેમ્બર 2026ના રોજ તે અટકળોને ફગાવી દીધી હતી કે તેમની...
Politics 
શું NCPના બંને જૂથોનું વિલીનીકરણ થશે? શરદ પવારે કરી દીધો ખુલાસો, જણાવ્યો આગામી પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.