1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ 1483.72 પોઈન્ટ એટલે કે 1.77% ઘટીને 82435.99 પર બંધ થયો હતો. નિફ્ટી 50 પણ 450.95 પોઈન્ટ એટલે કે 1.75% ઘટીને 25,349.65 પર આવી ગયો હતો.

ટાટા સ્ટીલ સૌથી વધુ નુકસાનમાં રહ્યો, જેમાં 8.52%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, એક્સિસ બેંકમાં 3.80%, HDFC બેંકમાં 3.38%, ICICI બેંકમાં 3.20% અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 2.91%નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારની વ્યાપક નબળાઈની વિરુદ્ધ IT શેરોમાં તેજી જોવા મળી હતી. TCSમાં 3.66%, ટેક મહિન્દ્રામાં 2.52%, HCL ટેક્નોલોજીસમાં 2.24% અને ઈન્ફોસિસમાં 1%નો વધારો નોંધાયો હતો.

50

શેરબજારમાં આ કડાકો કેમ જોવા મળ્યો?

પ્રોફિટ-બુકિંગ

આ મહિને નિફ્ટીમાં 10%થી વધુની જોરદાર તેજી જોવા મળી છે, જે 2020 પછીનું તેનું શ્રેષ્ઠ માસિક પ્રદર્શન હોઈ શકે છે. રોકાણકારોએ આ ઊંચા સ્તરે પોતાનો નફો વસૂલવાનું પસંદ કર્યું.

અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાની આશંકા

CMEના ફેડવોચ ટૂલ અનુસાર, બજારને આશા છે કે ડિસેમ્બરમાં થનારી ફેડરલ રિઝર્વની પોલિસી મીટિંગમાં વ્યાજ દરોમાં વધારો થવાની સંભાવના 93% છે. અમેરિકન નાણાકીય નીતિનું વલણ બુલિયન (સોનું અને ચાંદી) માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. શુક્રવારે, ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કુકે વ્યાજ દરોમાં વધુ વધારો કરવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું સેન્ટ્રલ બેંકનો વર્તમાન નીતિગત દર  મોંઘવારીને કાબૂ કરવા માટે અપૂરતો નથી. જેને લઇને તેમણે ખૂબ ચિંતા વ્યક્ત કરી.

51

લાર્જ-કેપ શેરોનું દબાણ

સોમવારે HDFC બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ICICI બેંક, SBI અને એક્સિસ બેંક જેવા મુખ્ય શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. કડાકા સાથે જ બજારની શરૂઆત થઇ હતી. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાન પર ખુલ્યા. સેન્સેક્સ 146.26 પોઈન્ટ (0.17%) ઘટીને 83,773.45 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 71.05 પોઈન્ટ (0.28%) ઘટીને 25,729.55 પર આવી ગયો.

શેરબજારમાં આવેલા કડાકાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આનો અંદાજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) પર નજર નાખવાથી લગાવી શકાય છે. ગયા શુક્રવારે અંતિમ ટ્રેડિંગ દિવસે BSE માર્કેટ કેપ આશરે 515 લાખ કરોડ રૂપિયાનું નોંધાયું હતું, જે સોમવારે બપોરે 1:00 વાગ્યા સુધીમાં ઘટીને 510 લાખ કરોડ રૂપિયા રહી ગયું હતું. એટલે કે, બજારમાં આવેલી આ સુનામીમાં રોકાણકારોની લગભગ 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા.

About The Author

Top News

1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા...
Business 
1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (ભારત)થી માતા સીતાના ઘર જનકપુર ધામ (નેપાળ) સુધી એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ રહી...
National 
હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા  ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

22 નવેમ્બરે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....
Gujarat 
‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાના ગેરકાયદેસર પરિવહન પર કડક કાર્યવાહી કરી. હૈદરાબાદમાં DRI અધિકારીઓએ કોલકાતાથી હૈદરાબાદ દાણચોરી...
National 
બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.