દેશમાં છેલ્લાં ઘણા સમયથી સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, સાયબર હુમલા થવાના સમાચાર આવતા રહે છે અને ઘણી જગ્યાએ સિક્યોરીટી સુરક્ષાના અભાવે લોકોના કરોડો રૂપિયા લૂંટાઇ છે. પરંતુ દેશનું એક શેરબજાર એવું છે જ્યાં રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે, પરંતુ સુરક્ષા એટલી મજબુત છે કે આજ સુધી બજારનું ટ્રેડીંગ અટક્યું નથી.
NSEના CEO આશિષ ચૌહાણા તાજેતરમાં આંકડા જાહેરકર્યા હતા કે NSEમાં રોજના 15થી 17 કરોડ સાયબર હુમલા થાય છે. ઓકટોબર 2025માં એક દિવસ તો 40 કરોડ હુમલા થયા હતા. પરંતુ NSE પાસે સાયબર વોરિયર્સ નામની ડેડીકેટેડ ટીમ છે જે 24X7 કામ કરે છે. NSE પાસે આધુનિક ટેક્નોલોજી, સ્પેશિયલાઇઝ્ડ સોફ્ટવેર, મલ્ટી લેયર સિક્યોરીટી છે જેને કારણે આવા હુમલા છતા ટ્રેડીંગમા કોઇ વિક્ષેપ થતો નથી.