સેના વિના સુરક્ષિત છે આ 36 દેશ, ન ટેન્ક છે, ન મિસાઇલ, સેના પર એક પણ રૂપિયો ખર્ચ થતો નથી

ઇઝરાયલ-અમેરિકા અનર ઈરાન વચ્ચેના તણાવે દુનિયાને યુદ્ધની અણી પર લાવી દીધી છે. આવી સ્થિતિમાં સેના વિના જીવવાનો વિચાર જોખમથી ઓછો લાગતો નથી, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં 36 દેશો અને પ્રદેશો એવા છે જેમની પાસે પોતાની સત્તાવાર સેનાનો નથી. કેટલાક સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જ્યારે કેટલાક સુરક્ષા માટે મોટા રાષ્ટ્રો પર આધાર રાખે છે. આ વિસ્તારોમાં ન તો ટેન્કનો અવાજ સંભળાય છે કે ન તો મિસાઇલો તૈનાત છે, છતા તેઓ સુરક્ષિત રહે છે.

આ સુરક્ષાનું સૌથી મોટું રહસ્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા કરારોમાં રહેલું છે. પોતાની સેના બનાવવા અને શસ્ત્રો પર અબજો ખર્ચ કરવાને બદલે આ દેશોએ વિશ્વની મહાસત્તાઓ સાથે હાથ મળાવ્યો છે. જ્યારે કોસ્ટા રિકા જેવા દેશોએ બંધારણીય રીતે તેમની સેનાઓને નાબૂદ કરી દીધી છે, ત્યારે ગ્રીનલેન્ડ અને જિબ્રાલ્ટર જેવા પ્રદેશોની સુરક્ષાની ગેરંટી મોટા દેશોએ  લીધી છે. મધ્ય-પૂર્વમાં વધતા દારૂગોળાના ઢગલા વચ્ચે, આ દેશોના સુરક્ષા મોડેલને સમજવું રસપ્રદ છે.

સેના વિનાના 36 દેશો: આખરે કોણ છે તેમનો અસલી રક્ષક?

આ દેશો અને પ્રદેશોની સુરક્ષાને ત્રણ મોટયા હિસ્સામાં સમજી શકાય છે:

1. પોતાની સેના નહીં, પણ મહાસત્તાઓની ઢાલ

આ યાદીમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે જેમની જવાબદારી બીજા શક્તિશાળી દેશ પાસે છે. ઉદાહરણ તરીકે, ઇટાલી વેટિકન સિટીનું રક્ષણ કરે છે, જ્યારે ભારત હંમેશાં ભૂટાનનું રક્ષણ કરવા તૈયાર છે. ફ્રાન્સે મોનાકોની સુરક્ષાની જવાબદારી લીધી છે. આ દરમિયાન, આઇસલેન્ડ પાસે પોતાની સેના નથી પરંતુ તે NATOનો ભાગ છે, એટલે કે તેના પર હુમલો કરવો એ વિશ્વભરના 30થી વધુ દેશો પર હુમલો માનવામાં આવશે.

2. એવા પ્રદેશો જે સ્વતંત્ર નથી

આ યાદીમાં ઘણા નામો એવા છે જે સંપૂર્ણપણે સ્વતંત્ર દેશો નથી, પરંતુ મોટા દેશો ઓવરસીઝ ટેરિટરી અથવા 'સ્વાયત્ત પ્રદેશો' છે. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડની સુરક્ષાની જવાબદારી ડેનમાર્કની છે, જ્યારે યુનાઇટેડ કિંગડમ (UK) જિબ્રાલ્ટર અને બર્મુડા જેવા પ્રદેશોનું રક્ષણ કરે છે. આ પ્રદેશોને સેના પર એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી કારણ કે તેમનો 'પેરેન્ટ દેશ' તેમની ઢાલ બનીને રહે છે.

3. પોલીસના ભરોસે સુરક્ષા

કેટલાક સ્વતંત્ર દેશ એવા છે, જેમને સેનાને બદલે અર્ધલશ્કરી અથવા પોલીસ દળોને મજબૂત બનાવ્યા છે. કોસ્ટા રિકા અને પનામા તેના સૌથી મોટા ઉદાહરણો છે. તેમની પોલીસ એટલી હાઇટેક અને તાલીમબદ્ધ છે કે તેઓ સરળતાથી આંતરિક સુરક્ષા અને સરહદોનું નિરીક્ષણ સરળતાથી કરી શકે છે.

Iran War
timesofindia.indiatimes.com

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: શું આ નિઃશસ્ત્ર દેશોને પણ અસર થશે?

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સીધા યુદ્ધ અને અમેરિકાની સક્રિયતાએ વિશ્વભરમાં સુરક્ષા સમીકરણ બદલી નાખ્યું છે. આ 36 દેશો અને પ્રદેશો વૈશ્વિક અર્થતંત્ર અને કૂટનીતિથી બાકાત નથી. જો અમેરિકા ઈરાન સાથે સીધું યુદ્ધમાં ઉતરે તો જે દેશોના સુરક્ષાની ખાતરી અમેરિકા આપે છે (જેમ કે માર્શલ આઇલેન્ડ્સ અથવા પલાઉ) તેમની સુરક્ષા પર પ્રશ્ન ઊભા થઈ શકે છે. આ ઉપરાંત, યુદ્ધને વધતી મોંઘવારીએ અને ક્રૂડ ઓઈલની અછત આ શાંતિપ્રિય દેશોના બજેટ પર દબાણ લાવી શકે છે. આજના વિશ્વમાં કોઈ પણ ક્ષેત્ર યુદ્ધની અસરોથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી.

સેના વિનાના 36 દેશો અને પ્રદેશોની યાદી

વાનુઆતુ: કોઈ સેના નથી, પરંતુ એક નાનું અર્ધલશ્કરી દળ છે, જેને ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા તરફથી તાલીમ અને મદદ કરે છે.

સોલોમન આઇલેન્ડ્સ: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અહીં પોલીસને તાલીમ અને મદદ કરે છે.

તુવાલુ: સ્થાપનાના સમયથી કોઈ સેના નથી. તેની પોલીસને ઓસ્ટ્રેલિયા તરફથી સહાયતા મળે છે.

પલાઉ: કોઈ સેના નથી. ઓછામાં ઓછા 2044 સુધી તેની સુરક્ષાની જવાબદારી અમેરિકાની છે.

માઇક્રોનેશિયા: ત્યાં પણ કોઈ સેના નથી. તેની સુરક્ષાની જવાબદારી અમેરિકાની છે.

પનામા: 1990માં સેના ભંગ કરી દેવામાં આવી હતી અને 1994ના બંધારણમાં તેને નાબૂદ કરી દેવામાં આવી હતી. તેની પાસે માત્ર થોડા વિશિષ્ટ અર્ધલશ્કરી એકમો છે.

મોરેશિયસ: 1968માં સેના વિખેરી નાખવામાં આવી હતી, પરંતુ તેની પાસે એક સ્પેશિયલ મોબાઇલ ફોર્સ છે. તેનો પ્રાથમિક સુરક્ષા ભાગીદાર ભારત છે.

ગ્રેનાડા: 1983માં સેના વિખેરી નાખવામાં આવી હતી. તે કેરેબિયન પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી (RSS) નો સભ્ય છે.

ડોમિનિકા: 1981માં સેનાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે RSSનો પણ એક ભાગ છે.

કોસ્ટા રિકા: 1948માં સેના સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી. તેના ખાસ પોલીસ એકમોને અમેરિકા અને કોલંબિયા દ્વારા તાલીમ આપવામાં આવે છે.

સેન્ટ લુસિયા: આ દેશ કેરેબિયન પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી (RSS) નો સભ્ય છે.

સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ: સુરક્ષા માટે RSS પર આધાર રાખે છે.

વેટિકન સિટી: આંતરિક સુરક્ષા સ્વિસ ગાર્ડ અને પોલીસ દ્વારા સંભાળવામાં આવે છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં રક્ષાની જવાબદારી ઇટાલીની રહેશે.

પ્યુઅર્ટો રિકો: તેના સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમેરિકાની છે.

કેમેન આઇલેન્ડ્સ: યુનાઇટેડ કિંગડમ (UK) પાસે તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી છે.

vanuatu
newsbytesapp.com

મોન્ટસેરાટ: તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી UK પાસે છે.

ફોકલેન્ડ આઇલેન્ડ્સ: તેની સુરક્ષાની જવાબદારી UK સંભાળે છે.

સિન્ટ માર્ટન: તેની સુરક્ષાની જવાબદારી નેધરલેન્ડ પાસે છે.

અરુબા:  કિંગડમ ઓફ નેધરલેન્ડનું રાજ્ય તેની સુરક્ષા માટે જવાબદાર છે.

સમોઆ: તેની સુરક્ષાની જવાબદાર ન્યૂઝીલેન્ડ પાસે છે.

નિયૂ: તેની સુરક્ષાની જવાબદારી ન્યૂઝીલેન્ડ પાસે છે.

આઇસલેન્ડ: નાટો તેના સુરક્ષા માટે જવાબદાર છે (ખાસ કરીને અમેરિકા, નોર્વે અને ડેનમાર્ક).

સાન મેરિનો: તેની સુરક્ષાની જવાબદારી ઇટાલીની છે.

એન્ડોરા: ફ્રાન્સ અને સ્પેન પાસે તેની સુરક્ષાની જવાબદારી છે.

ન્યૂ કેલેડોનિયા: તેની સુરક્ષા માટેની જવાબદારી ફ્રાન્સ પાસે છે.

ફ્રેન્ચ પોલિનેશિયા: તેની સુરક્ષાની જવાબદારી ફ્રાન્સની છે.

મોનાકો: તેની સુરક્ષાની જવાબદારી ફ્રાન્સની છે.

ફેરો આઇલેન્ડ્સ: તેની સુરક્ષાની જવાબદારી ડેનમાર્કની છે.

ગ્રીનલેન્ડ: તેની સુરક્ષાની જવાબદારી ડેનમાર્કની છે.

હોંગકોંગ: તેની સુરક્ષાની જવાબદારી ચીનની છે.

મકાઉ: તેની સુરક્ષાની જવાબદારી ચીનની છે.

કુક આઇલેન્ડ્સ: સુરક્ષાની જવાબદારી ઓસ્ટ્રેલિયાની છે.

નાઉરુ: સુરક્ષાની જવાબદારી ઓસ્ટ્રેલિયાની છે.

માર્શલ આઇલેન્ડ્સ: બંધારણ લશ્કર રાખવાની મંજૂરી આપતું નથી. સુરક્ષાની જવાબદારી અમેરિકાની છે.

કિરીબાતી: અહીં પણ સેના પ્રતિબંધિત છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દ્વારા સુરક્ષા સહાય પૂરી પાડવામાં આવે છે.

લિક્ટેંસ્ટાઇન: 1868માં સેના નાબૂદ કરી દેવામાં આવી હતી. જ્યારે જરૂર પડે ત્યારે સ્વિત્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

શું પત્ની પોતાના પતિના પગારાની વિગતો RTIમાં માંગી શકે? કોર્ટે આ વિશે ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે એક...
National 
શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

સેના વિના સુરક્ષિત છે આ 36 દેશ, ન ટેન્ક છે, ન મિસાઇલ, સેના પર એક પણ રૂપિયો ખર્ચ થતો નથી

ઇઝરાયલ-અમેરિકા અનર ઈરાન વચ્ચેના તણાવે દુનિયાને યુદ્ધની અણી પર લાવી દીધી છે. આવી સ્થિતિમાં સેના વિના જીવવાનો વિચાર જોખમથી ઓછો...
World 
સેના વિના સુરક્ષિત છે આ 36 દેશ, ન ટેન્ક છે, ન મિસાઇલ, સેના પર એક પણ રૂપિયો ખર્ચ થતો નથી

ભારતનું એક એવું શેરબજાર જ્યાં રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે

દેશમાં છેલ્લાં ઘણા સમયથી સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, સાયબર હુમલા થવાના સમાચાર આવતા રહે છે અને ઘણી જગ્યાએ...
Business 
ભારતનું એક એવું શેરબજાર જ્યાં રોજના 17 કરોડ સાયબર એટેક થાય છે

2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની

ભારતમાં ઘણા દર્દીઓ કોમા સામે ઝઝૂમી રહ્યા છે. જોકે, તાજેતરમાં કોર્ટે હરીશ રાણાના કેસમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી, ત્યારે...
National 
2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.