- National
- 2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની
2 વર્ષથી કોમામાં, અત્યાર સુધી કુલ 4 કરોડનું બિલ, મુંબઈના આનંદ દીક્ષિતની પણ હરીશ જેવી કહાની
ભારતમાં ઘણા દર્દીઓ કોમા સામે ઝઝૂમી રહ્યા છે. જોકે, તાજેતરમાં કોર્ટે હરીશ રાણાના કેસમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી, ત્યારે આ મેડિકલ કન્ડિશન ફરી ચર્ચામાં આવી હતી. હરીશ હાલમાં દિલ્હીના AIIMSમાં છે; પરંતુ આ દરમિયાન હરીશ જેવો જ બીજો એક કેસ સામે આવ્યો છે. આ કહાની મુંબઈના રહેવાસી આનંદ દીક્ષિતની છે, જે બે વર્ષથી કોમામાં છે, જે ઘણી રીતે એવી જ વેદનાને પ્રતિબિંબિત કરે છે. ફરક માત્ર એટલો જ છે કે આનંદના પરિવારે હજુ સુધી આશા છોડી નથી; જોકે, છેલ્લા 2 વર્ષથી કોમામાં પડેલા આનંદની સારવારમાં અત્યાર સુધી કુલ 4 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.
35 વર્ષીય આનંદ દીક્ષિત છેલ્લા 2 વર્ષથી કોમામાં છે. ડિસેમ્બર 2023માં એક રાત્રે તેનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું. 29 ડિસેમ્બરના રોજ આનંદને એક ગંભીર અકસ્માતમાં નડ્યો હતો. આ અકસ્માત બાદ તેને માથામાં ઈજા થઈ હતી અને તે કોમામાં સરી પડ્યો હતો. તે દિવસથી તે લાઇફ સપોર્ટ મશીનોની મદદથી શ્વાસ લઈ રહ્યો છે અને તેને નળી દ્વારા ખોરાક આપવામાં આવી રહ્યો છે.
આનંદની હાલત એવી છે કે તેનું હૃદય ધબકે છે, શ્વાસ ચાલી રહ્યો છે, પરંતુ શરીરમાં કોઈ પ્રતિક્રિયા નથી. પરંતુ, તેનો કેર ટેકર અર્જૂન પ્રજાપતિ, દિવસ-રાત આનંદની સેવા કરી રહ્યો છે. એવી આશા સાથે કે કદાચ એક દિવસ, આનંદ તેની આંખો ખોલશે અને ફરી એકવાર તેમની સાથે વાત કરશે. પરંતુ બે વર્ષ રાહ જોવા છતા અત્યાર સુધી આવું કરી શક્યો નથી.
આનંદની સારવાર પર અત્યાર સુધી 4 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ ગયો છે. પરિવારે તેમની જમીન વેચી દીધી છે, તેમની બધી બચત ખતમ કરી દીધી છે, અને અહીં સુધી કે પરિવાર 50 લાખના દેવામાં પણ ડૂબી ગયો છે; છતા તેમને હજુ પણ આશા છે કે, એક ને એક દિવસે આનંદ સ્વસ્થ થશે.
આનંદના પિતા કહે છે કે, સારવાર દરમિયાન તેમને ઘણી હોસ્પિટલોમાં ચક્કર લગાવવા પડ્યા, મોંઘા-મોંઘા બિલ ચૂકવવા પડ્યા. અહી સુધી કે વીમા કંપનીએ ક્લેમ પણ ન આપ્યા. પુત્રના મોઢે પપ્પા સાંભળવા માટે મારી પાસે જે બધું હતું તે વેચી દીધું, પરંતુ દીકરો બે વર્ષમાં એક વખત પણ કશું જ નથી બોલ્યો.
હરીશ રાણાના કેસે જ્યાં ઈચ્છામૃત્યુ પર બહેસ છેડી દીધી છે, ત્યારે આનંદ દીક્ષિતનો પરિવાર આશા અને સંઘર્ષના માર્ગ પર અડગ છે. પરંતુ એટલા પૈસા ખર્ચ થઈ ચૂક્યા છે કે તેઓ હવે આર્થિક રીતે ભાંગી પડ્યા છે, છતા તેમણે હજુ પણ આશા છોડી નથી.

