લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી, પિતાનું સપનું પૂરું કરવા જજ બન્યા; પણ 6 મહિનામાં જ નોકરી છોડીને પ્રખરે સંન્યાસ કેમ લીધો?

જજ બનવું એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી...આ પદ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ભૂતપૂર્વ સિવિલ જજ પ્રખર જૈનનું નામ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. કારણ એ છે કે પ્રખર જૈને જજ બન્યાના 6 મહિનાની અંદર જ રાજીનામું આપી દીધું અને સન્યાસનો માર્ગ અપનાવ્યો. ન્યાયાધીશ તરીકેની નોકરી છોડ્યા પછી, પ્રખર જૈન હવે જૈન સાધ્વી બની ગયા છે.

Prakhar Jain
aajtak.in

પ્રખર નામનો અર્થ 'તીક્ષ્ણ' થાય છે અને તે ભણવામાં એક હોશિયાર વિદ્યાર્થી હતી. તેણે ભોપાલની એક પ્રખ્યાત શાળામાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું, પછી અમદાવાદથી LLB કર્યું, અને પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. તે શાળાના સમયથી જ એક તેજસ્વી વિદ્યાર્થી રહી છે. તેના પિતાનું સ્વપ્ન હતું કે તેની પુત્રી ન્યાયાધીશ બને, તેથી તેણે ન્યાયિક સેવામાં પ્રવેશ કર્યો અને સિવિલ જજ બનીને તેના પિતાના નામને ઉજ્જ્વળ બનાવ્યું.

Prakhar Jain
aajtak.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સિવિલ જજ તરીકે તેમનું પહેલું પોસ્ટિંગ ભોપાલમાં થયું હતું, પરંતુ તેમની સામે સતત છૂટાછેડાના જ કેસોના આવતા હતા, આ જોઈને તેમને સાંસારિક મોહમાયાના જીવન પ્રત્યે નિરાશ થયા અને તેમણે સન્યાસનો માર્ગ પસંદ કર્યો.

Prakhar Jain
indiatv.in

જજ બનેલા પ્રખર સામે આવતા સતત કૌટુંબિક વિવાદોના કેસોએ તેમને ઊંડા વિચારમાં મૂકી દીધા. મીડિયા સૂત્રોના અહેવાલોએ જણાવ્યું કે, આનાથી પ્રખરને સમજાયું કે સાત જન્મો સુધી સાથ નિભાવવાનું વચન આપનારા આ લગ્નો થોડા વર્ષો કે મહિનાઓમાં જ તૂટી રહ્યા છે. આ પછી, પ્રખર જૈને સન્યાસના માર્ગે જવાનું નક્કી કર્યું. તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. તેના પરિવારે પણ તેના આ નિર્ણયનો સ્વીકાર કર્યો.

Prakhar Jain
amarujala.com

તેના આ દીક્ષા લેવાના નિર્ણય પછી તેમની દીક્ષા યાત્રા કાઢવામાં આવી અને સોનાગીરમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો, જ્યાં તેણે દીક્ષા પ્રાપ્ત કરી હતી. આ સમયે બેન્ડ વાજા મંગાવવામાં આવ્યા હતા, અને તેણે છેલ્લી વખત પોતાને શણગાર્યા હતા. હવે, તેણે ત્યાગના માર્ગ પર પ્રયાણ કર્યું છે અને સાધ્વી બની છે. દીક્ષા લીધા પછી નામકરણ સમારોહમાં, તે પ્રખર જૈનનું નામ હવે આર્યિકા 105 સુવેધા શ્રી રાખવામાં આવશે.

About The Author

Related Posts

Top News

લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી, પિતાનું સપનું પૂરું કરવા જજ બન્યા; પણ 6 મહિનામાં જ નોકરી છોડીને પ્રખરે સંન્યાસ કેમ લીધો?

જજ બનવું એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી...આ પદ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ભૂતપૂર્વ સિવિલ જજ પ્રખર...
National 
લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી, પિતાનું સપનું પૂરું કરવા જજ બન્યા; પણ 6 મહિનામાં જ નોકરી છોડીને પ્રખરે સંન્યાસ કેમ લીધો?

1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા...
Business 
1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (ભારત)થી માતા સીતાના ઘર જનકપુર ધામ (નેપાળ) સુધી એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ રહી...
National 
હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા  ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

પિતા અને પુત્રના સંબંધોની હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 નવેમ્બર: ગુજરાતી મનોરંજનના સૌથી મોટા પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને...
Gujarat 
પિતા અને પુત્રના સંબંધોની હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.