પિતા અને પુત્રના સંબંધોની હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 નવેમ્બર: ગુજરાતી મનોરંજનના સૌથી મોટા પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરના રોજ સ્ટ્રીમ થવા જઈ રહી છે.

ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો મનોજ જોશી, ભવ્ય ગાંધી, કેતકી દવે, શ્રદ્ધા ડાંગર અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

‘પપ્પા તમને નહીં સમજાય’ એ પિતા હસમુખલાલ મહેતા (મનોજ જોશી) અને તેમના પુત્ર મુંજાલ મહેતા (ભવ્ય ગાંધી) વચ્ચેના ખાસ સંબંધોની વાર્તા છે. મુંજાલ કોલેજ જીવનમાં પ્રવેશે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચે 'જનરેશન ગેપ' (પેઢીનું અંતર) સર્જાય છે. આધુનિક વિચારસરણી ધરાવતા દીકરા અને પરંપરાગત પિતા વચ્ચેના મતભેદો, ગેરસમજો અને આ અંતરને દૂર કરવા માટે હસમુખલાલ દ્વારા કરવામાં આવતા હૃદયસ્પર્શી તેમજ હાસ્યજનક પ્રયાસો ફિલ્મને અત્યંત રસપ્રદ બનાવે છે.

આ ખાસ રિલીઝ અંગે વાત કરતા જોજો (JOJO) એપના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, "અમે 'જોજો' પર હંમેશા એવું કન્ટેન્ટ લાવવાનો પ્રયાસ કરીએ છીએ જે દરેક ગુજરાતી પરિવારને એકસાથે બેસીને જોવું ગમે. ‘પપ્પા તમને નહીં સમજાય’ માત્ર એક કોમેડી ફિલ્મ નથી, પરંતુ દરેક ઘરની વાર્તા છે—જેમાં પિતાનો પ્રેમ, સંતાનોની મહત્વાકાંક્ષા અને બે પેઢી વચ્ચેનો સંવાદ ખૂબ જ સુંદર રીતે વણાયેલો છે. ૨૬ નવેમ્બરથી અમારા દર્શકો આ શાનદાર ફિલ્મનો આનંદ ઘરે બેઠા માણી શકશે તેનો અમને ખૂબ આનંદ છે."

હાસ્ય, લાગણી અને પારિવારિક મૂલ્યોથી ભરપૂર આ ફિલ્મ ૨૬ નવેમ્બરથી માત્ર ‘જોજો’ એપ પર ઉપલબ્ધ થશે. તો પરિવાર સાથે આ ખાસ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાઓ—કારણ કે મનોરંજનનો અસલી ખજાનો એટલે ‘જોજો પર જોજો’!

જોજો (JOJO) એપ વિશે :‘જોજો’ (JOJO) એ વિશ્વની નંબર 1 ગુજરાતી OTT એપ છે, જે ૧૭૭થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓને તેમની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. દર અઠવાડિયે નવી ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને શોઝ સાથે 'જોજો' સમગ્ર વિશ્વના ગુજરાતી પરિવારોનું મનપસંદ મનોરંજન પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

About The Author

Related Posts

Top News

લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી, પિતાનું સપનું પૂરું કરવા જજ બન્યા; પણ 6 મહિનામાં જ નોકરી છોડીને પ્રખરે સંન્યાસ કેમ લીધો?

જજ બનવું એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી...આ પદ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ભૂતપૂર્વ સિવિલ જજ પ્રખર...
National 
લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી, પિતાનું સપનું પૂરું કરવા જજ બન્યા; પણ 6 મહિનામાં જ નોકરી છોડીને પ્રખરે સંન્યાસ કેમ લીધો?

1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા...
Business 
1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (ભારત)થી માતા સીતાના ઘર જનકપુર ધામ (નેપાળ) સુધી એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ રહી...
National 
હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા  ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

પિતા અને પુત્રના સંબંધોની હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!

અમદાવાદ (ગુજરાત) [ભારત], 23 નવેમ્બર: ગુજરાતી મનોરંજનના સૌથી મોટા પ્લેટફોર્મ ‘જોજો’ (JOJO) એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને...
Gujarat 
પિતા અને પુત્રના સંબંધોની હાસ્યથી ભરપૂર વાર્તા ‘પપ્પા તમને નહીં સમજાય’ 26 નવેમ્બરથી ‘જોજો’ (JOJO) એપ પર થશે રિલીઝ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.