- Lifestyle
- 400 કરોડની બ્રા પહેરીને રેમ્પ પર ઉતરી કાઈલી જેનર, કેમ છે આટલી કિંમત
400 કરોડની બ્રા પહેરીને રેમ્પ પર ઉતરી કાઈલી જેનર, કેમ છે આટલી કિંમત
વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શૉ અને તેની આઇકોનિક 'ફેન્ટસી બ્રા' ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. 18 ઓક્ટોબરે લોસ એન્જિલ્સમાં આયોજિત થયેલા 'વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શૉ'માં કાઈલી જેનરે રેમ્પ પર ડેબ્યૂ કર્યું અને આ આઇકોનિક બ્રાથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફેન્ટસી બ્રાની કિંમત લગભગ 50 મિલિયન ડોલર છે, જેને 2018 પછી પહેલીવાર રેમ્પ પર ઉતારવામાં આવી છે. ચાલો જાણીએ કે કાઈલી જેનર દ્વારા પહેરવામાં આવેલી આ 'ફેન્ટસી બ્રા' આટલી ખાસ શા માટે છે અને શું કારણ છે, કે તેની કિંમત કરોડોમાં છે.
કેમ ખાસ છે 50 મિલિયન ડોલરની આ બ્રા?
કાઈલી રેમ્પ પર જે 'ફેન્ટસી બ્રા'માં જોવા મળી, તે શાનદાર કારીગરી અને જ્વેલરી મેકિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ બ્રાને જેકોબ એન્ડ કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. જેના પર 4410 નેચરલ હીરા જડવામાં આવ્યા છે. આ ડિઝાઈનની સૌથી મોટી વિશેષતા તેમની વચ્ચે લાગેલા 75.54 કેરેટનો પીળો હીરો છે, જેની એકલાની કિંમત લગભગ 22 મિલિયન ડોલર છે. આ બ્રાનું વજન લગભગ 1.8 કિલોગ્રામ હતું, જેને તૈયાર કરવા માટે 15 કુશળ કારીગરોએ 1000 કલાકથી વધુ સમય સુધી મહેનત કરી હતી.
'ફેન્ટસી બ્રા' માત્ર એક લક્ઝરી અન્ડરગાર્મેન્ટ નથી. તે ફેશન ડિઝાઈનિંગ કરતા વધુ જ્વેલરી મેકિંગનો નમૂનો છે. આ બ્રાન્ડ આ અગાઉ પણ વિવિધ જાણીતી જ્વેલરી કંપનીઓ સાથે મળીને કિંમતી રત્નો અને હીરાનો ઉપયોગ કરીને આવી બ્રા તૈયાર કરી ચૂકી છે. ફેશન શૉ દરમિયાન, કોઈ એક ખાસ સુપરમોડેલને તેને પહેરવાની તક મળે છે, જે આ વર્ષે કાઈલી જેનરને મળી, તેના રેમ્પ ડેબ્યૂના રૂપમાં.
'ફેન્ટસી બ્રા'ની શરૂઆત કેવી રીતે થઈ?
'ફેન્ટસી બ્રા'ને સૌપ્રથમ 1996માં બનાવવામાં આવી હતી અને તેને જર્મન સુપરમોડેલ ક્લાઉડિયા શિફરે પહેરી હતી. જોકે, શરૂઆતી દિવસોમાં તે માત્ર જાહેરાતો અને કેટાલોગમાં સુધી જ સીમિત હતી. 2001માં 'ફેન્ટસી બ્રા'ને પહેલીવાર રેમ્પ પર રજૂ કરવામાં આવી અને ત્યારબાદ આ ફેન્ટસી બ્રા આ ફેશન શૉની સૌથી પસંદગીની બની ગઈ છે. કાઈલી જેનર પહેલાં, અન્ય ઘણી પ્રખ્યાત સુપરમોડેલ્સ 'ફેન્ટસી બ્રા' પહેરીને રેમ્પ પર વૉક કરી ચૂકી છે, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

