વર્લ્ડ બેંકે ભારતની ગરીબીને લઇને એવો કયો રિપોર્ટ આપ્યો કે આપણા નાણામંત્રી ખુશ થઈ ગયા અને સ્વાગત કર્યું

વર્લ્ડ બેંકના એક નવા અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં ભારતે આર્થિક અને બિન-આર્થિક બંને માપદંડોના આધારે ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી ગરીબી ઘટાડનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેંકે શુક્રવારે જાહેર કરાયેલા ભારતની ગરીબી અને સમાનતા અહેવાલમાં જણાવ્યું છે કે, 2011 અને 2023ની વચ્ચે, નિમ્ન-મધ્યમ આવકવાળા દેશો માટે નક્કી કરાયેલી ગરીબી રેખા (4.2 ડોલર પ્રતિદિન)થી નીચે જીવતી વસ્તીનું પ્રમાણ 57.7 ટકાથી ઘટીને 16.1 ટકા થઈ ગયું છે.

અહેવાલમાં મુજબ, , આ દરમિયાન, અંદાજે 49.6 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તો વધુ ગરીબીમાં (રોજના $3) રહેનારી વસ્તીનું પ્રમાણ 27.1 ટકાથી ઘટીને 2.6 ટકા થઈ ગયું છે." વર્લ્ડ બેંક અનુસાર, આ ગરીબી ઘટવાનો સિલસિલો ચાલુ રહેવાનું અનુમાન છે, જોકે તેની ગતિ ધીમી પડી શકે છે. રોજના $4.20ની ગરીબી રેખાના આધારે ગરીબી દર 2026માં 14.2 ટકાથી ઘટીને 2028 સુધીમાં 12.1 ટકા થવાનો અંદાજ છે.

વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે, બિન-આર્થિક માપદંડોના આધારે ગરીબીનું મૂલ્યાંકન ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ' (OPHI)ના આધાર પર કરવામાં આવે છે. આ મુજબ, 2005-06માં ગરીબી દર 53.8 ટકા હતો, જે 2019-21 સુધીમાં ઘટીને 16.4 ટકા થઈ ગયો હતો. વર્લ્ડ બેંકના મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ અનુસાર, 2022-23માં આ દર 15.5 ટકા હતો.

ભારતમાં ગરીબી ઘટી રહી છે, પરંતુ આર્થિક અસમાનતાનો સવાલ હજુ પણ યથાવત છે. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે 'ઈન્ડિયા ટુડે'ના એક કાર્યક્રમમાં વાત કરતા અર્થશાસ્ત્રી સંતોષ મેહરોત્રાએ કહ્યું, હકીકત એ છે કે જ્યારે તમે વપરાશના આધારે અસમાનતા માપો છો, ત્યારે અસમાનતાનું સ્તર હંમેશાં ખૂબ ઓછું જોવા મળે છે. આવકમાં અસમાનતા ખૂબ વધારે હોય છે.

તેમણે કહ્યું કે, ભારતમાં, આપણે આવકનો સર્વે પણ કરતા નથી. આપણા દેશમાં અસમાનતા એક ખૂબ જ ગંભીર સમસ્યા છે, જે વધુ ખરાબ થઇ છે. આપણે આ બાબતને અવગણવી ન જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અહેવાલના તારણોનું સ્વાગત કર્યું અને સોશિયલ મીડિયા પોસ્ટમાં આંકડા સામે આવેલા સકારાત્મક પાસાઓ પર પ્રકાશ પાડ્યો. સીતારમણે જણાવ્યું, વર્લ્ડ બેંકે મજબૂત વૃદ્ધિ, રોજગારમાં વધારો, ખાસ કરીને મહિલાઓ વચ્ચે અને ખાદ્ય સબસિડી સહિતના સામાજિક સહાય કાર્યક્રમોના વિસ્તરણને ગરીબીમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો ગણાવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના સતત નીતિગત પ્રયાસોના નક્કર પરિણામો મળી રહ્યા છે. આનાથી સમાવેશી વિકાસ અને આર્થિક તકોના વિસ્તરણ માટેનો પાયો મજબૂત કરી રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે ગરીબીમાં ઘટાડો આવવા સાથે હવે એવા પરિવારો વધુ કેન્દ્રિત થઈ ગઈ છે જ્યાં શિક્ષણનું સ્તર નીચું છે, સંપત્તિ ઓછી છે, સ્થિર રોજગાર સુધી પહોંચ મર્યાદિત છે અને આશ્રિતોની સંખ્યા વધુ છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જોકે, મજૂરીમાં અસમાનતા હજુ પણ ઘણી વધારે છે. 2023માં, સૌથી વધુ કમાણી કરનારા ટોચના 10 ટકા લોકોનું સરેરાશ મજૂરી, સૌથી ઓછી કમાણી કરનારા નીચેના 10 ટકા લોકોની તુલનામાં લગભગ 13 ગણું હતું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગરીબીનો સંબંધ ખાસ ભૌગોલિક વિસ્તારો સાથે પણ છે. મોટાભાગના રાજ્યોમાં જીવનધોરણમાં સુધારો થયો હોવા છતા ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધીના સતત પટ્ટામાં દેશની કુલ ગરીબ વસ્તીના લગભગ 57 ટકા લોકો વસે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2017 અને 2023 વચ્ચે, રોજગારમાં લગભગ 13.4 કરોડ લોકોનો વધારો થયો છે, જે કાર્યક્ષમ વયજૂથની વસ્તીમાં થયેલા વધારા કરતા લગભગ બમણો છે. રોજગારમાં થયેલા આ વધારાનો મોટો હિસ્સો ગ્રામીણ મહિલાઓના વેતનવાળા કામમાં જોડાવાને આભારી છે, જેનાથી પરિવારોમાં કમાણી કરનારા સભ્યોની સંખ્યામાં વધારો થયો છે.

જોકે, વર્લ્ડ બેંકે આ વાતને રેખાંકિત કરી કે બે ત્રિમાસિક ગાળાઓ (નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ ત્રિમાસિક ગાળો અને નાણાકીય વર્ષ 2027-28નો પ્રથમ ત્રિમાસિક) વચ્ચે, યુવા બેરોજગારીનો દર 14.6 ટકાથી વધીને 15.9 ટકા થયો છે. આની અસર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની યુવતીઓ પર જોવા મળી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઉપરાંત, વાસ્તવિક મજૂરીમાં ખાસ કોઈ વધારો થયો નથી, જ્યારે રોજગારીમાં જે વૃદ્ધિ મુખ્યત્વે અપેક્ષાકડત ઓછી ઉત્પાદકતાવાળી ગતિવિધિમાં થઇ છે.

About The Author

Top News

રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, આખું મેદાન પેક, હજારો લોકો બહાર ઉભા છે, નડ્ડાએ કહ્યું- સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો

દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી માટે રાહુલ ગાંધી ઓપન એર સફારી બસ દ્વારા રવાના થઈ ગયા...
Politics 
રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, આખું મેદાન પેક, હજારો લોકો બહાર ઉભા છે, નડ્ડાએ કહ્યું- સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો

ફ્રાન્સની કંપની ખરીદશે વોડાફોનનો 16% હિસ્સો, સરકારે આપી મંજૂરી, ખરીદનાર છે 1.33 લાખ કરોડના માલિક

ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ ફ્રેન્ચ ઉદ્યોગપતિ ઝેવિયર નીલને વોડાફોન ગ્રુપ PLCમાં 16.2 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી...
Business 
ફ્રાન્સની કંપની ખરીદશે વોડાફોનનો 16% હિસ્સો, સરકારે આપી મંજૂરી, ખરીદનાર છે 1.33 લાખ કરોડના માલિક

54 વર્ષ પહેલા પાકિસ્તાન છોડીને આવેલા સોઢા પરિવારનું 'વચન' પૂરું થયું; 77 વર્ષીય પદમ સિંહ બન્યા છાછરોના પ્રથમ સરપંચ

1972માં, પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેમના પૈતૃક ગામ છાછરો છોડીને ભારત આવેલા સોઢા પરિવારે 2026માં પોતાનું વચન પૂર્ણ...
National 
54 વર્ષ પહેલા પાકિસ્તાન છોડીને આવેલા સોઢા પરિવારનું 'વચન' પૂરું થયું; 77 વર્ષીય પદમ સિંહ બન્યા છાછરોના પ્રથમ સરપંચ

દિવાળી પહેલા સોનાની કિંમતમાં રૂ. 40000નો ઘટાડો, ચાંદીની સ્થિતિ એકદમ ખરાબ..., શું આવી સ્થિતિ માટે ચીન જવાબદાર?

સોનાના ઘટતા ભાવ કેટલાક માટે તક છે, તો કેટલાક માટે આપત્તિ. જે લોકો ખરીદવા માંગે છે તેઓ ખુશ છે...
Business 
દિવાળી પહેલા સોનાની કિંમતમાં રૂ. 40000નો ઘટાડો, ચાંદીની સ્થિતિ એકદમ ખરાબ..., શું આવી સ્થિતિ માટે ચીન જવાબદાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.