ફ્રાન્સની કંપની ખરીદશે વોડાફોનનો 16% હિસ્સો, સરકારે આપી મંજૂરી, ખરીદનાર છે 1.33 લાખ કરોડના માલિક

ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ ફ્રેન્ચ ઉદ્યોગપતિ ઝેવિયર નીલને વોડાફોન ગ્રુપ PLCમાં 16.2 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. ઝેવિયર તેમની પારિવારિક રોકાણ કંપની, વેગા SAS દ્વારા આ હિસ્સો ખરીદી રહ્યા છે. ઝેવિયર નીલને વિશ્વના સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી ઉદ્યોગસાહસિકોમાંના એક ગણવામાં આવે છે. તેઓ વિશ્વના 211મા સૌથી ધનિક વ્યક્તિ છે. 25 વર્ષની ઉંમરે પોતાની કંપનીની સ્થાપના કરનાર નીલ હવે રૂ. 1.33 લાખ કરોડની નેટવર્થ ધરાવે છે. તેઓ ફ્રાન્સના ટેલિકોમ ક્ષેત્રને બદલી નાખવા માટે જાણીતા છે. તેમના વ્યવસાયો ફ્રાન્સ, ઇટાલી, પોલેન્ડ અને આયર્લેન્ડ સહિત અન્ય દેશોમાં ફેલાયેલા છે.

Xavier Niel-French Billionaire
newsjagran.in

ઝેવિયર નીલ ફ્રેન્ચ ટેલિકોમ ગ્રુપ ઇલિયાડના સ્થાપક અને બહુમતી શેરધારક તરીકે જાણીતા છે. ઝેવિયર નીલની કંપની, વેગા SAS, ભારતમાં સીધી વ્યવસાયિક હાજરી ધરાવતી નથી. વોડાફોન ભારતમાં વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi) દ્વારા મોબાઇલ અને ફિક્સ્ડ-લાઇન સેવાઓ પૂરી પાડે છે. વોડાફોનમાં હિસ્સો મેળવવાથી નીલની ભારતમાં પણ એન્ટ્રી થઇ જશે.

1993માં, 25 વર્ષની ઉંમરે, નીલે ફ્રાન્સના પ્રથમ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs) પૈકી એક, વર્લ્ડનેટની સ્થાપના કરી. 7 વર્ષ સુધી સફળતાપૂર્વક તેને ચલાવ્યા પછી, તેમણે વર્ષ 2000માં તેને આશરે 50 મિલિયન ડૉલરમાં વેચી દીધી. ત્યારપછી તેમણે ટેલિકોમ ગ્રુપ ઇલિયાડની સ્થાપના કરી. ઇલિયાડ હેઠળ, તેમણે ફ્રી બ્રાન્ડ લોન્ચ કરી. 2002માં, તેમણે લોકપ્રિય 'ફ્રીબોક્સ' રજૂ કર્યું, જેણે બહુ-સેવા બ્રોડબેન્ડનો ચહેરો બદલી નાખ્યો.

Xavier Niel-French Billionaire
communicationstoday.co.in

2012માં, તેમણે ફ્રાન્સમાં 'ફ્રી મોબાઇલ' લોન્ચ કર્યું. કંપનીએ ખૂબ જ ઓછા દરે અમર્યાદિત કોલિંગ અને ડેટા ઓફર કરીને ફ્રેન્ચ મોબાઇલ બજારને સંપૂર્ણપણે બદલી નાખ્યું.

ઝેવિયર નીલે ત્યારપછી તેમના ટેલિકોમ નેટવર્કનો વિસ્તાર ઇટાલી (ઇલિયાડ ઇટાલિયા), પોલેન્ડ અને આયર્લેન્ડમાં કર્યો. 2014માં, તેમણે ઓરેન્જ સ્વિટ્ઝર્લૅન્ડને 2.9 બિલિયન ડૉલરમાં હસ્તગત કર્યું અને તેનું નામ સોલ્ટ રાખ્યું. આ ઉપરાંત તેઓ મોનાકો ટેલિકોમના પણ માલિક છે.

Xavier Niel-French Billionaire
finance.yahoo.com

તેમના વ્યવસાય ઉપરાંત, ઝેવિયર નીલ યુવાનો અને નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતા છે. તેમણે પેરિસમાં સ્ટેશન Fની સ્થાપના કરી, જે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સંકુલ માનવામાં આવે છે, જે હજારો સ્ટાર્ટઅપ્સને એક છત નીચે રાખે છે. આ ઉપરાંત, તેમણે 'Ecole 42' નામની ટ્યુશન-ફ્રી કોડિંગ સંસ્થા શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય કોડિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગને બધા માટે સુલભ બનાવવાનો છે. આ સંસ્થાની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ પરંપરાગત શિક્ષકો નથી અને કોઈ ફી નથી. વિદ્યાર્થીઓ પીઅર-ટુ-પીઅર લર્નિંગ દ્વારા ટેકનોલોજી શીખે છે.

ઝેવિયર નીલનું રોકાણ ફક્ત ટેલિકોમ પૂરતું મર્યાદિત નથી. તે ફ્રાન્સના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી અખબારોમાંના એક લે મોન્ડેમાં મુખ્ય શેરહોલ્ડર છે. આ ઉપરાંત પેરિસ સ્થિત કોમર્શિયલ રિયલ એસ્ટેટ જાયન્ટ, યુનિબેલ-રોડામકો-વેસ્ટફિલ્ડમાં પણ તેમનું ખુબ મોટું રોકાણ છે.

About The Author

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.