સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો નવી કાર, મોંઘી ઘડિયાળ, મોટા ઘર કે નવા ફોનની પાછળ દોડે છે કારણ કે જાહેરાતો અને સમાજ આ જ વસ્તુઓને સફળતા અને સુખની ઓળખ બનાવી દે છે. પણ વર્ષોના સંશોધન કંઈક અલગ કહે છે. એલિઝાબેથ ડન, થોમસ ગિલોવિચ અને માઇકલ નોર્ટન સહિતના મનોવૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે સૌથી વધુ સુખી લોકો વધુ પૈસા ખર્ચતા નથી પણ તેઓ અલગ રીતે ખર્ચે છે. તેઓ મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પર પૈસા વાપરે છે. અનુભવો, સમય બચાવતી સેવાઓ અને બીજા લોકો.

1. અનુભવો

નવી વસ્તુ ખરીદવાથી થોડા દિવસ સુખ મળે છે પછી તેની આદત પડી જાય છે. આને “hedonic adaptation” કહે છે. નવો ફોન ફક્ત “તમારો ફોન” બની જાય છે, નવો સોફા ફક્ત સોફો બની જાય છે અને નવી કાર રોજિંદા જીવનમાં એક કાર જાય છે. પણ એક સારી ટ્રિપ, મિત્રો સાથેનું કોન્સર્ટ, પરિવાર સાથેનું વીકએન્ડ અથવા તહેવારમાં સાથે મળીને કરેલું ખાસ ડિનર તમારી યાદગીરી બની જાય છે. મહિનાઓ કે વર્ષો પછી પણ તે વાત કરતી વખતે હસવું આવે છે અને તે અનુભવ તમારા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે.
એક અભ્યાસ મુજબ અનુભવો લાંબા સમય સુધી વધુ સુખ આપે છે કારણ કે તે સામાજિક સંબંધો મજબૂત કરે છે, તમારી ઓળખ સાથે વધુ જોડાયેલા રહે છે અને તેમાં બીજા લોકો સાથેની સરખામણી ઓછી થાય છે. વસ્તુઓમાં આપણે વારંવાર “આના કરતાં સારું મળી શક્યું હોત” એવું વિચારીએ છીએ જ્યારે અનુભવોમાં આપણે તેને પોતાની રીતે માણીએ છીએ. એક અઠવાડિયાનો હિલ સ્ટેશન નો પ્રવાસ કે મિત્રો સાથેની લાંબી રોડ ટ્રિપ વર્ષો સુધી વાતોમાં જીવંત રહે છે જ્યારે નવું ટીવી છ મહિના પછી સામાન્ય લાગવા માંડે છે.

03

2. સમય બચાવતી સેવાઓ

ઘર સાફ કરાવવું, કપડાં ધોવડાવવાં, રસોઈ માટે મદદ લેવી કે અન્ય નાના નાના કામો કોઈને આપી દેવા એ ઘણા લોકો માટે “વિલાસી” અથવા બિનજરૂરી લાગે છે. પણ સંશોધન સ્પષ્ટ કહે છે કે આ ખર્ચ સુખ વધારે છે. કારણ સરળ છે, તમે પૈસા આપીને તમારો સમય પાછો ખરીદી રહ્યા છો અને તે સમય તમે તમારા પરિવાર, હોબી, આરામ કે વ્યક્તિગત વિકાસમાં મૂકી શકો છો.

જે કામ તમને થકવે છે, ચિડાવે છે અથવા તમારી ઊર્જા ચૂસી લે છે તેને બહારથી કરાવવું એ માત્ર સુવિધા નથી, તે સુખ માટેનું રોકાણ છે. અભ્યાસો દર્શાવે છે કે જે લોકો સમય બચાવતી સેવાઓ પર ખર્ચ કરે છે તેઓ ઓછા તણાવ અનુભવે છે અને જીવન સાથે વધુ સંતુષ્ટ હોય છે. ભારતીય ઘરોમાં રસોઇયા, સફાઈ માટે મદદ અથવા બાળકો માટે કેરટેકર રાખવું ઘણી વખત શક્ય હોય છે. આ ખર્ચ ઘણા લોકોને પૈસાનો વ્યર્થ લાગે છે પણ જ્યારે તે સમય તમે પરિવાર સાથે રાત્રિભોજન કરવામાં, બાળકો સાથે રમવામાં અથવા પોતાના હોબીમાં મૂકો છો ત્યારે તેનું વળતર ઘણું વધારે મળે છે. સમય એ એવી વસ્તુ છે જે એકવાર ગઈ એ પાછી નથી આવતી તેથી તેને ખરીદવી સૌથી સમજદારીપૂર્ણ ખર્ચમાંની એક છે.

04

3. બીજા લોકો પર ખર્ચ કરવો

ભેટ ખરીદવી, કોઈને ભોજન કરાવવું, મિત્રો સાથે કોફી પીવી કે જરૂરિયાત વળી વ્યક્તિને મદદ કરવી આ વાત માત્ર સારી નથી, તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી છે. અભ્યાસો દર્શાવે છે કે બીજા માટે ખર્ચ કરવાથી મળતું સુખ, તે જ રકમ પોતાના પર ખર્ચ કરવા કરતાં વધુ હોય છે. ઉદારતા આપનારને પણ સુખી બનાવે છે. આને “prosocial spending” કહે છે.

નાના પ્રયોગોમાં લોકોને થોડા ડોલર આપીને કહેવામાં આવ્યું કે તે પોતાના પર અથવા બીજા પર ખર્ચ કરો. જેમણે બીજા પર ખર્ચ કર્યો તેઓ વધુ સુખી હતા. આ અસર વિશ્વભરમાં જોવા મળી છે અને નાની ઉંમરના બાળકોમાં પણ “વોર્મ ગ્લો” અનુભવાય છે. જ્યારે આપણે બીજાને મદદ કરીએ છીએ અથવા ભેટ આપીએ છીએ ત્યારે આપણા સંબંધો મજબૂત થાય છે, આપણને અર્થપૂર્ણ લાગે છે અને આપણું મગજ પણ સકારાત્મક પ્રતિભાવ આપે છે. તહેવારોમાં પરિવાર અને મિત્રોને નાની ભેટ આપવી, કોઈને અણધારી રીતે ભોજન પીરસવું અથવા નાનકડું દાન કરવું આ બધું આપણને પણ સુખ આપે છે.

02

સુખી લોકો વધુ પૈસા ખર્ચતા નથી તેઓ પૈસાને અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. જાહેરાતો તમને વસ્તુઓ ખરીદવા કહે છે પણ સંશોધન કહે છે કે અનુભવો, સમય અને લોકો પર ખર્ચ કરો. આનો અર્થ એ નથી કે તમે ક્યારેય વસ્તુઓ ન ખરીદો પણ જ્યારે પસંદગી હોય ત્યારે પ્રાથમિકતા બદલો.

આગલી વખતે જ્યારે પૈસા ખર્ચવાનું મન થાય ત્યારે પોતાને એક સવાલ પૂછો: “આ વસ્તુ મને થોડા દિવસ સુખ આપશે કે લાંબા સમયની યાદગીરી, સંતોષકારક સમય અથવા કોઈના ચહેરા પર સ્મિત આપશે?” જવાબ સ્પષ્ટ છે. પૈસાને ટૂલ તરીકે વાપરો. અનુભવો બનાવવા, સમય પાછો ખરીદવા અને બીજા લોકો સાથેના સંબંધો મજબૂત કરવા માટે. આ રીતે ખર્ચ કરવાથી સુખ વધુ ટકશે અને બેવડું બનશે.

a

About The Author

Related Posts

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.