ફક્ત 8 ડૉલર સાથે ઘર છોડનાર હૈદરાબાદના પ્રેમ વત્સાએ 52,000 કરોડમાં IDBI બેંક કેવી રીતે ખરીદી

હૈદરાબાદથી ફક્ત 8 ડૉલર ખિસ્સામાં રાખીને કેનેડા ગયેલા અબજોપતિ ઉદ્યોગપતિ પ્રેમ વત્સા હવે IDBI બેંકના માલિક બનશે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, પ્રેમ વત્સા કેનેડાના વોરેન બફેટ તરીકે ઓળખાય છે અને ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સના માલિક છે, જેની કિંમત 100 આરબ ડૉલર છે.

1985માં એક નાની વીમા કંપની તરીકે શરૂ થયેલી ફેરફેક્સ, પ્રેમ વત્સની વ્યવસાયિક કુશળતા, દ્રષ્ટિ અને શિસ્તને કારણે એક વિશાળ નાણાકીય કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ છે.

પ્રેમ વત્સની કંપની IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સા માટે રૂ. 52,878 કરોડ ચૂકવશે. એક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, આ ભારતનો સૌથી મોટો ક્રોસ-બોર્ડર બેંકિંગ સોદો છે.

ચાલો જાણીએ કે પ્રેમ વત્સા કોણ છે અને તેમણે આટલું વિશાળ વ્યવસાયિક સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું.

5

એક અંગ્રેજી અખબાર અને પ્રેમ વત્સાના પુસ્તક 'ધ ફેરફેક્સ વે'ના અહેવાલ મુજબ, તેઓ ભારતીય મૂળના ઉદ્યોગપતિ છે, જે 1970ના દાયકામાં હૈદરાબાદથી કેનેડા ગયા હતા.

આ અહેવાલ મુજબ, વત્સા શાંતિપૂર્વક તેમનું કામ કરતા હોય છે. મીડિયાની ઝાકમજોળથી દૂર રહીને, વત્સા ફેરફેક્સમાં તેમના પ્રથમ 15 વર્ષ દરમિયાન ભાગ્યે જ કોઈ પત્રકાર સાથે વાત કરી હોય.

રોકાણકારો સાથે કોન્ફરન્સ કોલ કરવાનું પણ તેમણે 2001માં જ શરૂ કર્યું. વત્સા મૂલ્ય રોકાણકાર તરીકે પ્રખ્યાત છે.

તેમના માર્ગદર્શક, જોન વોટસને તેમને બેન્જામિન ગ્રેહામના મૂલ્ય રોકાણના સિદ્ધાંતો શીખવ્યા.

બેન્જામિન ગ્રેહામનો સિદ્ધાંત જણાવે છે, 'મજબૂત મૂળભૂત સિદ્ધાંતો ધરાવતી ઓછી કિંમતવાળી કંપનીઓમાં રોકાણ કરો અને લાંબા ગાળા માટે તેમની સાથે રહો.'

વિશ્વના મહાન રોકાણકારોમાંના એક, વોરેન બફેટ પણ આ જ પ્રકારનો અભિગમ અપનાવવાની હિમાયત કરે છે.

6

આ સિદ્ધાંતોને અનુસરીને, પ્રેમ વત્સાએ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું જે આજે તેમના માટે સોનાની ખાણ સાબિત થઈ છે. આ જ કારણ છે કે વત્સાને કેનેડાના વોરેન બફેટ કહેવામાં આવે છે.

1950માં ભારતના હૈદરાબાદમાં જન્મેલા પ્રેમ વત્સાના પિતા શાળાના શિક્ષક હતા. તેમણે હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

આ એ જ શાળા છે જ્યાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, એડોબના CEO શાંતનુ નારાયણ અને વર્લ્ડ બેંક ગ્રુપના ચેરમેન અજય બંગાએ પણ અભ્યાસ કર્યો હતો.

સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, વત્સાએ IIT મદ્રાસમાં અભ્યાસ કર્યો અને પછી IIM પરીક્ષા પાસ કરી. પરંતુ વત્સાનું ભાગ્ય બીજે ક્યાંક લખાયેલું હતું.

વત્સાના મોટા ભાઈ કેનેડામાં રહેતા હતા, અને તેમના પિતા ઇચ્છતા હતા કે તેમનો નાનો દીકરો પણ ત્યાં જઈને કારકિર્દી બનાવે.

તેમના પુસ્તક 'ધ ફેરફેક્સ વે'માં, વત્સા લખે છે, 'મને કેનેડામાં કોઈ રસ નહોતો. હું ભારત છોડવા માંગતો ન હતો, પરંતુ 22 વર્ષની ઉંમરે, તમે તમારા પિતાની વાત સાંભળો છો.'

કેનેડા પહોંચ્યા પછી, તેમણે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોમાંથી MBA કર્યું. તેમના અભ્યાસ માટે ભંડોળ પૂરું પાડવા માટે, તેમણે એર કંડિશનર અને ફર્નેસ વેચી દીધી.

7

વત્સના મતે, એક સેલ્સમેનની વિનમ્રતા અને મહેનત પાછળથી તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ. પ્રેમ વત્સ કૌટુંબિક મૂલ્યોને ખૂબ મહત્વ આપે છે.

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા લેખ મુજબ, વત્સાના પિતા કહેતા હતા, 'એવી રીતે સખત મહેનત કરો જાણે બધું તમારા પર નિર્ભર હોય, અને પ્રાર્થના કરો જાણે બધું ભગવાન પર નિર્ભર હોય.'

વત્સે 1974માં કન્ફેડરેશન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં સંશોધન વિશ્લેષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

1984માં, તેમણે પોતાની કંપની, હેમ્બલિન વત્સ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલ લિમિટેડ ખોલી. એક વર્ષ પછી, તેમણે ડૂબતી ટ્રક વીમા કંપની, મર્કેલ ફાઇનાન્શિયલ હસ્તગત કરીને મોટી સફળતા મેળવી.

પ્રેમ વત્સાની સફળતાની ચાવી સંઘર્ષ કરતી કંપનીઓમાં મજબૂત મૂળભૂત બાબતો શોધવામાં રહેલી હતી.

તેમની પાસે આવી કંપનીઓને ઓળખવાની જબરજસ્ત ક્ષમતા અને લાંબા ગાળાના રોકાણો જાળવવા માટે ધીરજ હતી.

9

વત્સ સમયની નાડ પારખવામાં પારંગત છે. તે દૂરથી કટોકટીના સંકેતોને અનુભવી શકે છે.

આ ક્ષમતાએ તેમને 1987ના આંતરરાષ્ટ્રીય શેરબજાર ક્રેશ (જે બ્લેક મન્ડે તરીકે ઓળખાય છે), 1990માં જાપાની અર્થતંત્રનું પતન અને 2008ની આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટી, જેને સબપ્રાઇમ ક્રાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો અંદાજ કાઢવામાં મદદ કરી.

પ્રેમ વત્સાએ આ સમયગાળા દરમિયાન US મંદીનો લાભ લીધો અને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ખૂબ જ ઓછી કિંમતે શેર ખરીદ્યા.

જોકે, ફેરફેક્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હાર્વે, ઇર્મા અને મારિયા જેવા તોફાનો અને કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને કારણેખુબ મોટું નુકસાન થયું.

કોવિડ-19 ફેરફેક્સ માટે એક મહત્વપૂર્ણ પડકાર સાબિત થયો, તેના વીમા વ્યવસાયને ખુબ મોટું નુકસાન થયું. જોકે, આ આંચકોને દૂર કરવાની પ્રેમ વત્સાની ક્ષમતાએ ફેરફેક્સને પાછું પાટા પર લાવ્યું.

ઓક્ટોબર 2022ની સરખામણીમાં 2025માં ફેરફેક્સનું મૂલ્ય 4 ગણું વધી ગયું. ફેરફેક્સની વ્યવસાયિક વ્યૂહરચના સફળ રહી છે.

કંપની દાવા ચૂકવવામાં આવે તે પહેલાં ખુબ મોટું વીમા પ્રિમીયમ એકત્રિત કરવામાં અને મજબૂત મૂળભૂત પરંતુ ઓછી સ્ટોક કિંમતો ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવામાં સક્ષમ રહી છે.

4

પ્રેમ વત્સાને વ્યવસાય અને ઉદ્યોગમાં તેમના અસાધારણ યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

IDBI બેંકમાં રોકાણ ફેરફેક્સનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. જોકે, ફેરફેક્સે 2014માં ફેરફેક્સ ઇન્ડિયા હોલ્ડિંગ્સ નામથી ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો.

પ્રેમ વત્સાના પુત્ર, બેન વત્સા, માર્વેલ કેપિટલ નામની એક ફંડ મેનેજમેન્ટ કંપની ચલાવે છે, જે ફક્ત ભારતીય કંપનીના શેરોમાં રોકાણ કરે છે.

ફેરફેક્સે અગાઉ ભારતમાં IEFને એ સમયે ભંડોળ પૂરું પાડ્યું હતું, જ્યારે તે તેના ગોલ્ડ લોન વ્યવસાયમાં નિયમનકારી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

કંપની બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં પણ બહુમતી હિસ્સો ધરાવે છે. તેણે સમર કેમિકલ્સ અને અન્ય ઘણી ઉત્પાદન કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

જોકે, નિયમનકારી આવશ્યકતાઓને કારણે, તેણે CSB બેંકમાં તેના અગાઉના રોકાણમાં ઘટાડો કર્યો છે.

About The Author

Related Posts

Top News

એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે

પેરિસ સળગી રહ્યું છે. ફ્રાન્સની રાજધાનીમાં વાહનો સળગાવવામાં આવ્યા, દુકાનો લૂંટવામાં આવી અને સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી....
World 
એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે

કેન્દ્રીયમંત્રીએ અભિજીત દીપકેને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર આપી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ તેની રચના થઈ ત્યારથી, પહેલા NEET પેપર લીક પર અને પછી મુખ્ય ચૂંટણી...
National 
કેન્દ્રીયમંત્રીએ અભિજીત દીપકેને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર આપી

સાવ આવું ના હોય... ગરબા પૂરા થતા જ ઓનલાઈન કપડા રિટર્ન, પાર્સલોના ઢગલો જોઈ લોકોમાં રોષ

ઓનલાઇન ખરીદેલી વસ્તુઓ પરત કરવાની સુવિધા ગ્રાહકોની સગવડ માટે હોય છે. લગભગ તમામ ઓનલાઇન રિટેલરો ખરાબ અથવા અનફિટ વસ્તુઓને પરત...
National 
સાવ આવું ના હોય...  ગરબા પૂરા થતા જ ઓનલાઈન કપડા રિટર્ન, પાર્સલોના ઢગલો જોઈ લોકોમાં રોષ

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 2023માં જે બિલ આવ્યું તેનું મેં સમર્થન કરેલું તેનો મને અફસોસ છેઃ પૂર્વ CM જગન મોહન રેડ્ડી

YSRCPના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ રવિવારે ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયામાં સુધારા કરવાની માંગ...
Politics 
ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 2023માં જે બિલ આવ્યું તેનું મેં સમર્થન કરેલું તેનો મને અફસોસ છેઃ પૂર્વ CM જગન મોહન રેડ્ડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.