સાવ આવું ના હોય... ગરબા પૂરા થતા જ ઓનલાઈન કપડા રિટર્ન, પાર્સલોના ઢગલો જોઈ લોકોમાં રોષ

ઓનલાઇન ખરીદેલી વસ્તુઓ પરત કરવાની સુવિધા ગ્રાહકોની સગવડ માટે હોય છે. લગભગ તમામ ઓનલાઇન રિટેલરો ખરાબ અથવા અનફિટ વસ્તુઓને પરત કરવાની સુવિધા આપે છે. પરંતુ શું થાય જ્યારે લોકો આ સુવિધાનો દુરુપયોગ કરવા લાગે? આ પ્રશ્ન ત્યારે ઉઠ્યો જ્યારે ગરબાની સીઝન પૂરી થયા બાદ, એક ડિલિવરી એજન્ટ પરત આવેલા કપડાંના વિશાળ ઢગલા જોઈને સ્તબ્ધ થઈ ગયો. આ ઘટનાએ તહેવારોની સીઝનમાં થતી ખરીદી અંગે ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો તહેવારો માટે કપડાં ખરીદીને ઉજવણી પૂરી થયા પછી તેને પરત કરી દે છે.

Dress-Return1
tribuneindia.com

'X'પર નિશાંત ચાંત નામના એક યુઝરે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વાયરલ થયેલા આ ફૂટેજમાં રહેણાંક વિસ્તારમાં ઈ-કોમર્સ પાર્સલોનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. પેકેજો પર શિપિંગ લેબલ અને બારકોડ લાગેલા છે, જેથી એ તો નક્કી છે કે આ પાર્સલ કોઇ ને કોઇ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ મોટી ગુલાબી બેગ ખોલે છે, જેની અંદર અન્ય ઘણા પાર્સલો ભરેલા છે. પરત કરાયેલી વસ્તુઓથી ભરેલી સફેદ કોથળીઓ આમ-તેમ વિખરાયેલી પડી છે. આ પાર્સલોની સંખ્યા એટલી છે કે ઈમારતો અને વૃક્ષો વચ્ચેના રસ્તાઓ પર પણ સીલ કરાયેલા પાર્સલોના ઢગલા છે.

પેકેજોની આટલી મોટી સંખ્યા દર્શાવે છે કે કપડાંનો એક મોટો જથ્થો પરત કરવામાં આવ્યો છે. આના પરથી એવી અટકળો લગાવાઈ રહી છે કે લોકોએ કદાચ ખાસ ગરબાની સીઝન માટે કપડાં ખરીદ્યા હશે અને કાર્યક્રમો પૂરા થયા પછી તેને પરત કરી દીધા હશે. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું- ‘ડાંડિયા ખતમ..ડ્રેસ રિટર્ન. બેશરમ પીઢી.’

સોશિયલ મીડિયા યુઝર્સે આ ક્લિપ બાદ તમામ પ્રકારની પ્રતિક્રિયા આપી છે અને મોટાભાગના લોકોએ આની આકરી ટીકા કરી છે. ઘણા લોકોનું કહેવું છે કે આવી વર્તણૂકને કારણે વિક્રેતાઓને નુકસાન થાય છે; તેમને રિટર્ન પ્રોસેસ કરવાનો ખર્ચ ઉઠાવવવો પડે છે અને ડબલ મહેનત કરવી પડે છે. એક એ વાત તરફ ઇશારો કર્યો કે, જ્યાં કેટલાક લોકો માટે તહેવારોમાં કપડાં ખરીદવા પણ એક સંઘર્ષ છે, તો કેટલાક લોકો માત્ર દેખાડા માટે કપડાં ખરીદે છે અને પછી તેને પરત કરી દે છે.

Dress-Return
news18.com

અન્ય એક યુઝરે કટાક્ષમાં કહ્યું કે, કદાચ આવી જ વર્તણૂકને કારણે જ '24 કલાકમાં વસ્તુ પરત કરવાનો નિયમ લાવવામાં આવ્યો છે. બીજી તરફ, એક ત્રીજા યુઝરે ટીકા કરતા કહ્યું કે લોકો વિક્રેતાઓની સ્થિતિ અને તેમને થતા નુકસાન બાબતે જરાય વિચારતા નથી.

About The Author

Related Posts

Top News

એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે

પેરિસ સળગી રહ્યું છે. ફ્રાન્સની રાજધાનીમાં વાહનો સળગાવવામાં આવ્યા, દુકાનો લૂંટવામાં આવી અને સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી....
World 
એવું શું થયું કે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે, લાખો લોકો રસ્તા પર, 143 વર્ષ જૂનો સિટી હોલ આગને હવાલે

કેન્દ્રીયમંત્રીએ અભિજીત દીપકેને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર આપી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ તેની રચના થઈ ત્યારથી, પહેલા NEET પેપર લીક પર અને પછી મુખ્ય ચૂંટણી...
National 
કેન્દ્રીયમંત્રીએ અભિજીત દીપકેને તેમની પાર્ટીમાં જોડાવાની ઓફર આપી

સાવ આવું ના હોય... ગરબા પૂરા થતા જ ઓનલાઈન કપડા રિટર્ન, પાર્સલોના ઢગલો જોઈ લોકોમાં રોષ

ઓનલાઇન ખરીદેલી વસ્તુઓ પરત કરવાની સુવિધા ગ્રાહકોની સગવડ માટે હોય છે. લગભગ તમામ ઓનલાઇન રિટેલરો ખરાબ અથવા અનફિટ વસ્તુઓને પરત...
National 
સાવ આવું ના હોય...  ગરબા પૂરા થતા જ ઓનલાઈન કપડા રિટર્ન, પાર્સલોના ઢગલો જોઈ લોકોમાં રોષ

ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 2023માં જે બિલ આવ્યું તેનું મેં સમર્થન કરેલું તેનો મને અફસોસ છેઃ પૂર્વ CM જગન મોહન રેડ્ડી

YSRCPના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ રવિવારે ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયામાં સુધારા કરવાની માંગ...
Politics 
ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 2023માં જે બિલ આવ્યું તેનું મેં સમર્થન કરેલું તેનો મને અફસોસ છેઃ પૂર્વ CM જગન મોહન રેડ્ડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.