પાવાગઢ, ચોટીલા, અંબાજીમાં માતાજીના દર્શન કરવા જવાના હોવ તો થોડા દિવસ રોકાઈ જજો, સ્થિતિ ખરાબ છે

આસો સુદ એકમ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠો અને યાત્રાધામોમાં ભક્તિમયનો માહોલ જોવા મળ્યો હતો. પાવાગઢ, અંબાજી અને ચોટીલામાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે ભક્તોએ કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું. નવરાત્રિની શરૂઆત સાથે જ ત્રણેય યાત્રાધામોમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પવિત્ર યાત્રા ધામમાં દર્શન માટે જવાના હોવ તો થોડા દિવસ રાહ જોઈ લેજો, ભીડને કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે, તમે કલાકો સુધી ફસાઈ જશો, ચાલવાની પણ જગ્યા નથી, વૃદ્ધો અને બાળકો સાથે તો ન જ આવો તો સારું રહેશે.

પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે 1300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રાળુઓની સુવિધા માટે 75 એસટી બસો દોડાવવામાં આવી રહી છે અને આરોગ્ય સેવાઓ માટે 60 સભ્યોની ટીમ કાર્યરત કરવામાં આવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે 5 વાગ્યાથી જ ડુંગર પર જવા માટે ભક્તોની અવરજવર વધી હતી. દૂરદૂરથી આવેલા માઈભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન માટે ભક્તોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું. નવરાત્રિના પ્રથમ નોરતે સમગ્ર પાવાગઢ ધામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.

chotila
divyabhaskar.co.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવતા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે. માતાજીના દર્શન કરવા રોજ હજારો ભક્તો અહીં પહોંચે છે. ખાસ કરીને શક્તિના પર્વ નવરાત્રિના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડે છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં, ગુજરાત બહારના લોકો પણ માતાજીના દર્શને આવે છે.

ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિર ખાતે પણ નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલા પહોંચ્યા હતા. ડુંગર પર આવેલા મંદિર સુધી પહોંચીને માતાજીના દર્શન કરવા માટે ભક્તોએ લાંબી લાઇનમાં ઊભા રહીને રાહ જોવી પડી હતી. નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરીને ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી સ્થિત શક્તિપીઠમાં પણ નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતા અંબાનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મંદિર તરફ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર અને દર્શન માટેના માર્ગો પર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. 'જય અંબે'ના નાદ સાથે ભક્તોએ માતાજીનાં દર્શન કરી નવરાત્રિની શરૂઆત કરી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા.

world bank
indiatoday.in

નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 9:00 થી 10:30 વાગ્યાના શુભ મુહૂર્તમાં વિધિવત ઘટ સ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રિ મહોત્સવને નિહાળવા માટે અંબાજીના ઐતિહાસિક ચાચર ચોકમાં ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો છે, જ્યાં દરરોજ રાત્રે 9:00 વાગ્યે મહાઆરતી બાદ રાત્રિના 12:00 વાગ્યા સુધી ભક્તો ગરબાની રમઝટ માણશે.

નવરાત્રિના પ્રથમ નોરતે પાવાગઢ, ચોટીલા અને અંબાજીમાં જોવા મળેલી ભક્તોની ભીડ ગુજરાતની ધાર્મિક આસ્થા અને પરંપરાનું પ્રતિબિંબ બની હતી. માતાજીના દર્શન માટે કલાકો સુધી રાહ જોવા છતા ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધા યથાવત્ જોવા મળ્યા હતા. નવરાત્રિના આગામી દિવસોમાં પણ આ ત્રણેય યાત્રાધામોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે તેવી શક્યતા છે. ભક્તોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને દર્શન વ્યવસ્થા અને સુચારુ આયોજનનું મહત્ત્વ પણ વધ્યું છે.

About The Author

Top News

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

રવિવારે, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી અને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી...
World 
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓમાં પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મોટી જીત મેળવી છે. રાજ્ય...
National 
તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

છેલ્લા 6 મહિનામાં, નવ પેની સ્ટોક્સે 25 ટકાથી 315 ટકા સુધીનું વળતર આપ્યું છે. અહીં રૂ. 1,000 કરોડથી ઓછી...
Business 
આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે

ઈલોન મસ્કે જણાવ્યું છે કે મુકેશ અંબાણીની સસ્તા દર વાળી રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેઓ ભારતમાં પોતાની ઉપગ્રહ ઇન્ટરનેટ...
JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.