પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

રવિવારે, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી અને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ પગલાની જાહેરાત કરી હતી. અહીં ઈમરાન ખાનની પાર્ટી PTIની સરકાર છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી ભૂતપૂર્વ વડાપ્રધાનની મુક્તિની માંગ લઇને સમર્થકો સાથે ઈસ્લામાબાદ તરફ 4 ઓક્ટોબરથી કૂચ કરી રહ્યા હતા. હવે તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે.

શાહબાઝ સરકારનો આરોપ છે કે PTI વહીવટીતંત્ર પ્રાંતમાં આતંકવાદ સામેની લડાઈમાં જાણીજોઈને સહકાર આપી રહ્યું નથી. પાકિસ્તાની સરકારનું કહેવું છે કે તે આતંકવાદને સહન કરશે નહીં. ઇમરજન્સી લગાવવાનો નિર્ણય વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી કેબિનેટ બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રાંતની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા થઇ હતી. સરકારે બંધારણની કલમ 232 અને 234 હેઠળ ઇમરજન્સી અને રાજ્યપાલ શાસન લગાવવાનો નિર્ણય કર્યો.

pakistan
bhaskar.com

જોકે, ઈમરાન ખાનની પાર્ટી PTIએ આ પગલાનો વિરોધ કર્યો છે. પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને આ નિર્ણયને અલોકતાંત્રિક ગણાવતા કહ્યું કે પ્રાંતની સત્તાને નબળી પાડીને શાંતિ અને સ્થિરતા નહીં લગાવી શકાય. ઈમરાન ખાનના નજીકના સહયોગી અને PTIના પ્રવક્તા ઝુલ્ફિકાર બુખારીએ આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો.

તેમણે કહ્યું કે ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાનમાં એકમાત્ર કાયદેસર રીતે ચૂંટાયેલી સરકાર છે. આ નિર્ણયથી હિંસા, અસ્થિરતા અને સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ વધી શકે છે. વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાનો માર્ગ ખુલ્લો હતો, પરંતુ સરકારની કાર્યવાહીથી લાગે છે કે તેનો વાતચીત કરવાનો કોઈ ઈરાદો નથી. આ અગાઉ ઈમરાન ખાનના સમર્થકોના વિરોધ પ્રદર્શનો ઘણી વખત હિંસક બન્યા છે. 2024ના વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી અથડામણોમાં સુરક્ષાકર્મીઓ અને નાગરિકોના મોત થયા હતા.

pakistan
indiatoday.in

ઇમરજન્સી અને રાજ્યપાલ શાસનનો અર્થ શું છે?

પાકિસ્તાનના બંધારણની કલમ 232 હેઠળ, યુદ્ધ, બીજા દેશના હુમલા અથવા દેશની આંતરિક હાલત ખરાબ થવાની કિસ્સામાં ઇમરજન્સી જાહેર કરી શકાય છે, જેને સંભાળવામાં પ્રાંતીય સરકાર અસમર્થ હોય. ઇમરજન્સી લગાવવામાં આવતા કેન્દ્ર સરકારને પ્રાંતીય બાબતોમાં દખલ કરવાની અને ચોક્કસ મુદ્દાઓ પર કાયદો ઘડવાની વિશેષ સત્તાઓ પ્રાપ્ત થાય છે.

તો, કલમ 234 હેઠળ જો કોઈ પ્રાંતની સરકાર બંધારણ અનુસાર કામ કરવામાં અસમર્થ હોય તો ત્યાં 'ગવર્નર શાસન' લગાવી શકાય છે. આ માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક દ્વારા મંજૂરી મળવી જરૂરી છે. જો મંજૂરી ન મળે, તો બે મહિના પછી ગવર્નર શાસન આપોઆપ સમાપ્ત થઈ જાય છે. મંજૂરી મળે તો પણ. તેને એક વખતમાં માત્ર બે મહિના માટે જ લંબાવી શકાય છે અને આ વ્યવસ્થા કુલ 6 મહિનાથી વધુ સમય સુધી ચાલુ રાખી શકાતી નથી. પાકિસ્તાની સરકારે આ નિર્ણયમાં કલમ 233નો ઉપયોગ કર્યો નથી; આ કલમ ઇમરજન્સી દરમિયાન નાગરિકોના અમુક મૂળભૂત અધિકારોને સ્થગિત કરવા સાથે સંબંધિત છે.

73 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તેમની સામે ભ્રષ્ટાચાર અને હિંસા ભડકાવવાના આરોપ સહિત 100થી વધુ કેસ નોંધાયેલા છે. PTI અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીતના બે રાઉન્ડ નિષ્ફળ ગયા બાદ 'લોંગ માર્ચ' શરૂ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન પાછું ખેંચતા પહેલા ઈમરાન ખાન સાથે મુલાકાત કરવાની માંગને કારણે વાટાઘાટો અટકી ગઈ હતી; PTI પહેલા તેમને મળવા પર મક્કમ હતી, જ્યારે સરકારની શરત એ હતી કે પક્ષ પહેલા વિરોધ પ્રદર્શન સમાપ્ત કરે.

ambaji
divyabhaskar.co.in

કેન્દ્ર સરકારે અગાઉ ચેતવણી આપી હતી કે વિરોધ પ્રદર્શન કરનારાઓને ઈસ્લામાબાદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ, રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને માર્ચના નિર્ધારિત માર્ગો પર શિપિંગ કન્ટેનર મૂકીને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે, ઇમરજન્સી લગાવીને PTI સરકારને જ બરખાસ્ત કરી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

રવિવારે, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી અને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી...
World 
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓમાં પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મોટી જીત મેળવી છે. રાજ્ય...
National 
તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

છેલ્લા 6 મહિનામાં, નવ પેની સ્ટોક્સે 25 ટકાથી 315 ટકા સુધીનું વળતર આપ્યું છે. અહીં રૂ. 1,000 કરોડથી ઓછી...
Business 
આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે

ઈલોન મસ્કે જણાવ્યું છે કે મુકેશ અંબાણીની સસ્તા દર વાળી રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેઓ ભારતમાં પોતાની ઉપગ્રહ ઇન્ટરનેટ...
JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.