ગણેશ વિસર્જન દરમિયાન DJના મોટા અવાજને કારણે શાળાની વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો

ઉત્તર પ્રદેશના બલરામપુર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગણેશજીની મૂર્તિ વિસર્જન દરમિયાન DJ સિસ્ટમના કથિત તેજ અવાજને કારણે બીજા ધોરણની એક વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તે બાળકીનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે, પોલીસે જણાવ્યું હતું કે બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

class-2-student2
x.com/HateDetectors

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ વૈષ્ણવી તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે, બલરામપુર શહેરની એક ખાનગી શાળામાં બીજા ધોરણની વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી; તે સમયે ગણેશ વિસર્જનનું સરઘસ શાળાની બિલકુલ નજીકથી પસાર થઈ રહ્યું હતું.

પોલીસના મતે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરઘસ દરમિયાન વાગતા DJના તેજ અવાજને કારણે વિદ્યાર્થિની પોતાની બેઠક પર જ બેભાન થઈને ઢળી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે શિક્ષકોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવી છે. આ ઘટના બાદ મ્યુનિસિપલ કાઉન્સિલના ઓડિટોરિયમમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બાળકીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, DJના જેત અવાજને કારણે બનેલી આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભવિષ્યના કોઈપણ તહેવારો દરમિયાન DJના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે મ્યુનિસિપલ કાઉન્સિલ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ જિલ્લા મેજિસ્ટ્રેટને મળીને DJ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરશે.

class-2-student1
x.com/HateDetectors

તો, આ મામલે બલરામપુર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા દાવાઓનું ખંડન કરતા કહ્યું સાત વર્ષની વિદ્યાર્થિનીનું મૃત્યુ DJના તેજ અવાજને કારણે થયું હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની 21 સપ્ટેમ્બરે અજ્ઞાત કારણોસર તેના વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી; ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસનું કહેવું છે કે પરિવારે અંતિમ સંસ્કાર કરી લીધા છે અને તેઓ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા નથી. પરિવારે પોલીસને આ ઘટનાની જાણ કરી નહોતી. હાલમાં, પોલીસ શાળાના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને આ બાબતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ એક કાર્યક્રમમાં કહ્યું કે, IPOના ક્ષેત્રે ભારત હવે આખી દુનિયામાં નંબર વન બની...
Business 
IPOમાં આખી દુનિયામાં ભારત નંબર વન બની ગયું છે: સેબી ચેરમેન

શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

ભારતમાં, ઇલેક્ટ્રિક કાર અનેક ફાયદાઓ સાથે આવે છે, જેમ કે સબસિડી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ...
Tech and Auto 
શું ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો?

જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

ટ્વિશા શર્મા કેસ હોય કે દીપિકા નાગર કેસ, આ કેસોએ લગ્ન પછી છોકરીઓના જીવન અને તેમના સાસરિયાંના ઘરમાં તેમની...
Lifestyle 
જો દીકરી લગ્ન પછી આ 5 વાતો વારંવાર કહેતી હોય તો માતા-પિતાએ તેને ધ્યાન પર લેવી જોઈએ

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.