80 વર્ષીય દાદાએ જીવતા જીવ કરાવી તેરમાની વિધિ... 900 લોકોને કરાવ્યું ભોજન, પૌત્રને સોંપી પાઘડી

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના જોહરી ગામમાં રવિવારે (15 નવેમ્બર) એક ખૂબ જ અનોખું અને ચર્ચાનો વિષય બનનાર આયોજન જોવા મળ્યું. સામાન્ય રીતે, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેરમા વિધિ કરવામાં આવે છે, પરંતુ જોહડી ગામના 80 વર્ષીય ચૌધરી બલજોર સિંહે સદીઓ જૂની આ પરંપરા બદલતા જીવતા જીવ પોતાની તેરમા વિધિ કરાવીને સમાજ આશ્ચર્યચકિત કરી દીધો. આ અનોખા આયોજનમાં લગભગ 900 ગ્રામજનો અને સંબંધીઓ ભોજનનો લાભ લીધો હતો. ખાસ વાત એ છે કે, બલજોર સિંહ પોતે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ત્યાં હાજર હતા અને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી કૃષ્ણ પાલ (કે.પી.) મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

Baljor Singh
tv9hindi.com

રવિવારે સવારે, જોહડી ગામમાં આવેલા બલજોર સિંહના ઘરે વિધિપૂર્વક હવન કરવામાં આવ્યું. ઘરના આંગણામાં રસોઈયાઓએ મોટી-મોટી કડાઇ ચડાવીને પૂરી, રાયતું, બે પ્રકારનું શાક અને લાડુ સહિત પકવાન તૈયાર કર્યા. બપોરે લગભગ 900 લોકોએ આ ભોજન લીધું. જ્યાં સામાન્ય રીતે તેરમા વિધિમાં શોકનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં બલજોર સિંહે પોતે પોતાના પરિચિતોનું સ્વાગત કર્યું અને તેમની સાથે બેસીને ભોજન પણ કર્યું.

Baljor Singh
tv9hindi.com

પરંપરા મુજબ, પરિવારના વડાના મૃત્યુ પછી તેમના ઉત્તરાધિકારીના માથા પર પાઘડી બાંધવામાં આવે છે. પરંતુ, બલજોર સિંહે પણ પોતાની ઉપસ્થિતિમાં હાજર રહીને પોતાના પૌત્ર મુકુલને પાઘડી સોંપી, અને આમ પરિવારની જવાબદારીઓ આગામી પેઢીને સોંપી દીધી. બલજોર સિંહના પરિવારમાં તેમની પુત્રી પિંકી, જમાઈ સુખપાલ, ત્રણ પૌત્રીઓ અને પૌત્ર મુકુલનો સમાવેશ થાય છે.

કનક સિંહના પુત્ર બલજોર સિંહે જણાવ્યું કે, તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજ સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા અને જ્યારે પણ અન્ય લોકો તરફથી આમંત્રણ મળતું, ત્યારે તેઓ ત્યાં યોજાતા ભોજન સમારંભોમાં અચૂક હાજરી આપતા હતા. તેમની ઈચ્છા હતી કે, તેઓ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાના તમામ પરિચિતો અને સમાજના લોકોને એકત્ર કરે અને તેમની સાથે મળીને ભોજન કરે. પરિવારને તેમની આ ભાવનાનું સન્માન કરતા સમગ્ર કાર્યક્રમના આયોજનની જવાબદારી સંભાળી લીધી.

Baljor Singh
thedailyjagran.com

આ અનોખી પહેલમાં સામેલ થવા માટે ગામના મુખિયા સોહનપાલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના સભ્યો એકત્ર થયા હતા. ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી કે.પી. મલિક પણ બલજોર સિંહને મળવા માટે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. તેમની આ પહેલે માત્ર બાગપતમાં જ નહીં, પરંતુ સમગ્ર આસપાસના વિસ્તારમાં એક નવી સામાજિક ચર્ચા છેડી દીધી છે.

About The Author

Related Posts

Top News

સેનામાં બ્રિગેડિયરનો રેન્ક નહીં રહે, કર્નલને સીધા મેજર જનરલ તરીકે બઢતી અપાશે

ભારતીય સેના તેના રેન્ક માળખામાં મોટા પાયે ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
સેનામાં બ્રિગેડિયરનો રેન્ક નહીં રહે, કર્નલને સીધા મેજર જનરલ તરીકે બઢતી અપાશે

Jio વપરાશકર્તાઓને ચેતવણી મળી રહી છે! ઇનકમિંગ કોલ્સ બંધ થઇ શકે છે; શું તમને પણ SMS આવ્યો છે?

શું તમે Jio સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો? તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે Jio ...
Tech and Auto 
Jio વપરાશકર્તાઓને ચેતવણી મળી રહી છે! ઇનકમિંગ કોલ્સ બંધ થઇ શકે છે; શું તમને પણ SMS આવ્યો છે?

સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા માટે એક નવો વિકલ્પ આવી ગયો છે. પુણેની ઇલેક્ટ્રિક વાહન...
Tech and Auto 
સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

DJના તીવ્ર અવાજને કારણે 20 દિવસની બાળકીએ જીવ ગુમાવ્યાનો દાવો, પરિવારે અવાજ ધીમો કરવાનું કહ્યું, પણ...

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 20 દિવસની બાળકીનું મૃત્યુ DJના તીવ્ર અવાજને કારણે થયું હોવાનું કહેવાય છે. ગામમાં મૂર્તિ વિસર્જન...
National 
DJના તીવ્ર અવાજને કારણે 20 દિવસની બાળકીએ જીવ ગુમાવ્યાનો દાવો, પરિવારે અવાજ ધીમો કરવાનું કહ્યું, પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.