કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના પિતા રમેશ ઠાકુર પર સરકારી રસ્તા અને ખાનગી જમીન પર કબજો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિવાદ વચ્ચે, સોશિયલ મીડિયા પર લોકો તેમની કુલ સંપત્તિ અને નેટ વર્થ અંગે ખૂબ રસ જોવા મળી રહ્યો છે. જોકે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામામાં તેમણે પોતાની જંગમ અને સ્થાવર સંપત્તિની, કેશ, ગોલ્ડ, ફ્લેટ અને વાહનોની માહિતી સાર્વજનિક કરી હતી.

maithili thakur
facebook.com/maithilithakurofficial

ચૂંટણી પંચને સોંપવામાં આવેલા સત્તાવાર સોગંદનામા અને દસ્તાવેજો અનુસાર, ધારાસભ્ય મૈથિલી ઠાકુર કુલ 3,82,33,255 (આશરે 3.82 કરોડ)ની સંપત્તિના માલિક છે. સોગંદનામા મુજબ, ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની પાસે 1.80 લાખ રૂપિયા રોકડા હતા. તેમની કુલ જંગમ સંપત્તિનું મૂલ્ય લગભગ 2.32 કરોડ રૂપિયા નોંધવામાં આવી છે, જેમાં બેંક ખાતામાં જમા રકમ અને વિવિધ રોકાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમની પાસે લગભગ 408-409 ગ્રામ સોનું પણ છે, જેની કિંમત લગભગ 52  લાખ રૂપિયા આંકવામાં આવી છે.

maithili thakur
facebook.com/maithilithakurofficial

સ્થાવર સંપત્તિની વાત કરીએ તો, મૈથિલી ઠાકુર પાસે કુલ 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમણે વર્ષ 2022માં આશરે 47 લાખ રૂપિયાના ખર્ચે એક સંપત્તિ ખરીદી હતી, જેનું બજાર મૂલ્ય હવે વધી ગયું છે. આમાં દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલો એક ફ્લેટ પણ સામેલ છે. તેમની પાસે એક હોન્ડા એક્ટિવા સ્કૂટર પણ છે, જેની કિંમત આશરે 20,000 રૂપિયા છે.

maithili thakur
facebook.com/maithilithakurofficial

મધુબની જિલ્લાના બેનીપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉરેન ગામના મૂળ રહેવાસી મૈથિલી ઠાકુરે દિલ્હી યુનિવર્સિટીની ભારતી કૉલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ (BA)ની ડિગ્રી મેળવી છે. ચૂંટણી સોગંદનામા મુજબ, નાણાકીય વર્ષ 2023-24 માટે તેમની વાર્ષિક આવક લગભગ 28.67 લાખ રૂપિયા નોંધાઈ હતી. તેમની આવકનું મુખ્ય માધ્યમ લાઈવ સિંગિંગ શૉ, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તથા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સનો છે. સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમની પર કોઈ બાકી દેવાદારી કે લોન નથી અને ન તો તેમની વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ નોંધાયેલો છે.

About The Author

Top News

કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના...
Politics 
કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના...
National 
વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ...
Entertainment 
'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે

લક્ઝરી કારનો શોખ ધરાવતા લોકો માટે બજારમાં વધુ એક મોટી એન્ટ્રી થઇ ચુકી છે. ચીનના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક,...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.