'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ ગઈ છે. ફિલ્મના શાનદાર દ્રશ્યો, VFX અને એક્શન સિક્વન્સે ધ્યાન ખેંચ્યું છે, પરંતુ તેના સર્જનાત્મક નિર્ણયોએ પ્રેક્ષકોને બે વિભાગમાં વહેંચી દીધા છે. હવે, BR ચોપરાની 'મહાભારત'માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવવા માટે જાણીતા નીતિશ ભારદ્વાજે આ ચર્ચામાં પોતાના વિચારો રજુ કર્યા છે.

ફિલ્મના અભિગમ પર પ્રશ્ન ઉઠાવતા, નીતિશ ભારદ્વાજે તેને 'મસાલા ફિલ્મ' ગણાવી છે અને યુવા પ્રેક્ષકો પર તેની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 'રામાયણ'ના અર્થઘટનના અનેક પાસાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.

BR ચોપરાની 'મહાભારત'માં ભગવાન કૃષ્ણના યાદગાર કેરેક્ટર માટે જાણીતા નીતિશ ભારદ્વાજે નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે હિન્દુ પૌરાણિક કથાઓના ચિત્રણ અને ફિલ્મ નિર્માતાઓ દ્વારા લેવામાં આવેલી સર્જનાત્મક સ્વતંત્રતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. અભિનેતા માને છે કે આ ફિલ્મ યુવા પ્રેક્ષકોમાં હિન્દુ ધર્મ, તેના નાયકો અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે ગેરસમજ પેદા કરી શકે છે.

Neetish Bhardwaj-Ramayana
in.headtopics.com

ભારદ્વાજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર દર્શકોને ચેતવણી આપી હતી કે, તેઓ સિનેમેટિક રજૂઆતો અને ઓનલાઇન સામગ્રીને ઐતિહાસિક અથવા ધાર્મિક તથ્યો ન માને. તેમણે યુવાનોને મહાકાવ્ય અને તેના વિવિધ અર્થઘટનને સમજવા માટે વિશ્વસનીય સાહિત્યિક સ્ત્રોતોનો અભ્યાસ કરવાની સલાહ આપી.

તેમણે લખ્યું, 'મસાલા ફિલ્મ 'રામાયણ' યુવાનોને ગેરમાર્ગે દોરે છે. તે યુવા પ્રેક્ષકોને હિન્દુ ધર્મ, તેના નાયકો અને ખલનાયકો અને ભારતના સુવર્ણ વારસા વિશે ખોટી માહિતી આપે છે. હું યુવાનોને અપીલ કરું છું કે તેઓ સારી રીતે સંશોધન કરેલા પુસ્તકો વાંચે અને સોશિયલ મીડિયા કે ફિલ્મોમાં બતાવવામાં આવતી બાબતો પર વિશ્વાસ ન કરે.'

https://www.instagram.com/p/DfoS_fJE08X/

ભારદ્વાજ ફિલ્મના સૂચન સાથે પણ અસંમત હતા કે, રામાયણનો કોઈ એક લેખક નથી. જોકે તેઓ સ્વીકારે છે કે મહાકાવ્યના અનેક સંસ્કરણો છે, તેમની દલીલ છે કે મહર્ષિ વાલ્મીકિને તેના મૂળ લેખક માનવા જોઈએ.

પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, 'શું રામાયણના લેખક ફક્ત એક જ છે? ફિલ્મ દાવો કરે છે કે રામાયણના કોઈ એક જ લેખક નથી. મારા મતે, વાલ્મીકિ તેના મૂળ લેખક છે. અન્ય સંસ્કરણો સર્જનાત્મક અને ભૌગોલિક ભિન્નતાઓ છે, જે મૂળ વાર્તાથી કંઈક અંશે અલગ છે.' ફિલ્મનું બીજું પાસું જેણે ભારદ્વાજનું ધ્યાન ખેંચ્યું તે રાવણ અને તેના વંશજોનું ચિત્રણ હતું. અભિનેતાએ રાક્ષસ અને અસુર સંસ્કૃતિઓ વચ્ચેના તફાવત પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે દલીલ કરી હતી કે રાવણ 'રાક્ષસ સંસ્કૃતિ'નો એક અગ્રણી પ્રતિનિધિ હતો, ત્રણ લોકમાં 'અસુર શાસન' સ્થાપિત કરનાર નહીં.

Neetish Bhardwaj-Ramayana
facebook.com

તેમણે લખ્યું, 'કૈકેસી અને રાવણ અસુર નહીં, પણ રાક્ષસ હતા. રાવણને રાક્ષસ સંસ્કૃતિનો એક અગ્રણી પ્રતિનિધિ માનવામાં આવે છે, એક એવી સંસ્કૃતિ જે ભૌતિકવાદ, સ્થાપત્ય અને વિજ્ઞાનમાં આગળ વધી હતી, પરંતુ વૈદિક સંસ્કૃતિનો વિરોધ કરતી હતી. રાવણએ ત્રણ લોકમાં અસુર શાસન સ્થાપિત કર્યું ન હતું, લંકા પર રાક્ષસોનું શાસન હતું.'

આ ઉપરાંત, ભારદ્વાજે ફિલ્મમાં રાવણના વૈદિક શિક્ષણ અને 'અશ્વમેધ ઘોડા'ના ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે રાવણના કૌટુંબિક પૃષ્ઠભૂમિ તરફ ધ્યાન દોરતા કહ્યું કે તેની માતા, કૈકેસી, એક રાક્ષસ કુળમાંથી હતી, જ્યારે તેના પિતા, વિશ્ર્વ, એક બ્રાહ્મણ ઋષિ હતા. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું પોતાના પિતા પાસેથી જ્ઞાન મેળવ્યા છતાં, રાવણ ખરેખર વૈદિક સંસ્કૃતિનું પાલન કરતો હતો.

તેમણે આગળ કહ્યું, 'રાવણનું વૈદિક જ્ઞાન અને અશ્વમેધ ઘોડો: કૈકેસીના પિતા, સુમાલી, એક રાક્ષસ હતા, જ્યારે તેના પતિ, વિશ્ર્વ, એક બ્રાહ્મણ ઋષિ હતા. રાવણને તેના પિતા પાસેથી વૈદિક જ્ઞાન મળ્યું હતું, પરંતુ મારા મતે, તેણે 'શિવ તાંડવ સ્તોત્રમ'ની રચના સિવાય ક્યારેય વૈદિક સંસ્કૃતિનું પાલન કર્યું નથી.' તો પછી, તેમણે ફિલ્મમાં અશ્વમેધ ઘોડાનો ઉપયોગ કેવી રીતે કર્યો?'

Neetish Bhardwaj-Ramayana
navbharatlive.com

'રામાયણ: ભાગ 1'ના ઘણા પાસાઓની ટીકા કરવા છતાં, ભારદ્વાજને ફિલ્મમાં કેટલીક બાબતો સારી પણ લાગી. તેમણે ખાસ કરીને અરુણ ગોવિલ દ્વારા ભજવવામાં આવેલા રાજા દશરથના પાત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગોવિલ પાત્રની ભાવનાત્મક યાત્રા, ખાસ કરીને પિતાના દુ:ખને ઊંડાણપૂર્વક સમજ્યું અને તેને પોતાના કેરેક્ટરમાં દેખાડ્યું. ગોવિલ, જેમણે રામાનંદ સાગરની 'રામાયણ'માં ભગવાન રામનું યાદગાર પાત્ર ભજવ્યું હતું, આ ફિલ્મમાં તેમણે દશરથનું પાત્ર ભજવ્યું છે.

આ અગાઉ, નીતિશ ભારદ્વાજે રણબીર કપૂર અને યશની 'રામાયણ'ની ટીકા કરતા કહ્યું હતું કે ફિલ્મમાં રાવણનું ચિત્રણ મહાકાવ્યના નૈતિક માળખાને ઉલટાવે છે અને તેના આધ્યાત્મિક સારને નબળું પાડે છે. તેમણે ફિલ્મ માટે કરેલી અગાઉની '100 ટકા ઓસ્કાર વિજેતા'વાળી પ્રશંસા પણ પાછી ખેંચી લીધી હતી. તેમણે દલીલ કરી હતી કે, VFX ફિલ્મની દાર્શનિક ઊંડાણ અને સાંસ્કૃતિક મૂલ્યોને બદલી શકતું નથી.

About The Author

Related Posts

Top News

કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના...
Politics 
કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના...
National 
વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ...
Entertainment 
'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે

લક્ઝરી કારનો શોખ ધરાવતા લોકો માટે બજારમાં વધુ એક મોટી એન્ટ્રી થઇ ચુકી છે. ચીનના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક,...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.