દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

જાણીતા સિંગર દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમની અંદર ભીડ વચ્ચે પ્રતિબંધિત સિગારેટ તેમજ ઈ-સિગારેટ ફૂંકવા અમે યુવકો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કોન્સર્ટને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ પર ચેકિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ સ્ટેડિયમની સીડીમાં જતા પણ ચેકિંગ કરવાના આવ્યું અને અંતે સીટિંગ એરિયા પહેલા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તેમ છતા સ્ટેડિયમમાં બિન્દાસ્ત લોકો ઈ-સિગારેટ અને સિગારેટ લઈને પહોંચી ગયા હતા.

એટલું જ નહીં સ્ટેડિયમમાં પોલીસ હોવા છતા એક યુવકે બિન્દાસ્ત સિગારેટ સળગાવી હતી અને પીધી હોય તેવા દૃશ્યો પણ જોવા મળ્યા. એ સાથે જ અન્ય એક ફેન ઈ-સિગારેટ પીને ધુમાડા આકાશ તરફ જોઈને કાઢતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ પ્રતિબંધિત ઈ-સિગારેટ સ્ટેડિયમમાં મેદાન સુધી પહોંચતા અનેક સવાલ ઊભા થયા છે.

37

જ્યારે દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટમાં સંગીતના સૂરો વચ્ચે અચાનક છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોન્સર્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ સ્ટેડિયમના સ્ટેન્ડમાં બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથના યુવકોએ જાહેરમાં એકબીજા પર લાતો અને મુક્કાઓનો વરસાદ વરસાવતા આસપાસના પ્રેક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આસપાસ હાજર લોકોએ વચ્ચે પડીને બન્ને જૂથોને છૂટા પાડતા મામલો થાળે પડ્યો હતો.

જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિલજીત 'ઓય ચોક્કી આવૈ મેનુ ઇક્કો ડર લગે ફુલ' ગીત પર પર્ફોમન્સ આપી રહ્યો છે. જ્યારે આ યુવકો વચ્ચે ત્યારે કોઈ મામલે બોલાચાલી થઈ રહી છે. જો કે ઉગ્ર બોલાચાલી થતા જ 5-7 યુવકો એકબીજા પર તૂટી પડે છે. છુટ્ટા હાથથી મારામારી કરવા લાગે છે. એ સાથે જ કેટલાક યુવકો ઢીકા-પાટુનો માર પણ સામસામે મારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

36

કોન્સર્ટમાં દિલજીતે જણાવ્યું હતું કે, કોલ્ડ પ્લેવાળા અહીં આવીને ગાય છે તો કોઈને પ્રોબ્લેમ નથી. દિલજીત ગાય તો પ્રોબ્લમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહારના કલાકાર આવીને ગાય તો તકલીફ નથી. મને કહે છે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીંયા થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું. આ લોકોને પ્રતિબંધો મારા પર જ લગાવવો છે. મારા પર જે પ્રતિબંધો લગાવે છે તેનાથી મને કોઈ તકલીફ નથી. હું તો મજા કરી રહ્યો છું. મારા તરફથી તેમને પણ I Love You.

આ દરમિયાન દિલજીત દોસાંજે એક સાયરી બોલીને ફેન્સના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત 'તું મુજે કબૂલ' ગીત પર ફેન્સને ઘેલા કર્યા હતા અને આખું સ્ટેડિયમ મોબાઈલની ફ્લેસ લાઈટથી ઝગમગી ઉઠ્યું હતું.

About The Author

Top News

દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

જાણીતા સિંગર દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્સર્ટ...
Gujarat 
દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય

ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લ હવે આપણી વચ્ચે નથી...
Gujarat 
ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય

‘જે નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે રામકથા કરાવી, એ બધા...’, રાજા ભૈયા પર કટાક્ષ કરતા બોલ્યા દિગ્વિજય સિંહ

'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા' યાત્રા લઇને ઉજ્જૈનથી અયોધ્યા સુધી પદયાત્રા કરી રહેલા દિગ્વિજય સિંહે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર...
Politics 
‘જે નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે રામકથા કરાવી, એ બધા...’, રાજા ભૈયા પર કટાક્ષ કરતા બોલ્યા દિગ્વિજય સિંહ

યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી! ભાજપે દિલ્હીમાં સોંપી મોટી જવાબદારી, પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં મળી જગ્યા

ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી બેટ્સમેનોને નચાવનારા ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હવે રાજકારણમાં એક નવી ઇનિંગ શરૂ કરવા જઈ...
Politics 
યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી! ભાજપે દિલ્હીમાં સોંપી મોટી જવાબદારી, પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં મળી જગ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.