- Politics
- યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી! ભાજપે દિલ્હીમાં સોંપી મોટી જવાબદારી, પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં
યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી! ભાજપે દિલ્હીમાં સોંપી મોટી જવાબદારી, પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં મળી જગ્યા
ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી બેટ્સમેનોને નચાવનારા ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હવે રાજકારણમાં એક નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ચહલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. દિલ્હીમાં પાર્ટીએ તેમને રાષ્ટ્રીય OBC મોરચાની નવી રચાયેલી કારોબારી સમિતિમાં 'સ્પેશિયલ ઇનવાઇટી (special invitee) એટલે કે વિશેષ આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપે 21 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય OBC મોરચા માટે નવી કારોબારી સમિતિની જાહેરાત કરી, જેમાં ચહલને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ 21 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય OBC મોરચાની નવી કારોબારી સમિતિની જાહેરાત કરી. આ ટીમમાં ઘણાં વ્યક્તિઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. યુઝવેન્દ્ર ચહલને સ્પેશિયલ ઇનવાઇટી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જોકે, આ ભૂમિકામાં તેની શું જવાબદારીઓ હશે, તે અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી સામે આવી નથી.

શું હોય છે સ્પેશિયલ ઇનવાઇટી પદ?
સ્પેશિયલ ઇનવાઇટી એટલે વિશેષ આમંત્રિત સભ્ય હોય છે. કોઈ રાજકીય પાર્ટી કે સંસ્થાની કારોબારી સમિતિમાં કેટલાક લોકોને આ પદ કર સામેલ કરવામાં આવે છે. આવા સભ્યોને સંસ્થાની બેઠકો અને બીજા કાર્યક્રમોમાં સામેલ થવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. આ ભૂમિકા રાષ્ટ્રીય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે મહામંત્રી જેવા નિયમિત પદોથી અલગ હોય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, સ્પેશિયલ ઇનવાઇટીને સંસ્થાની ટીમમાં જગ્યા તો મળે છે, પરંતુ તેમની ભૂમિકા સામાન્ય પદાધિકારી કરતા અલગ હોય છે. તેમને સંસ્થાના કામકાજ અને તેની બેઠકોમાં હાજર રહેવાની તક મળે છે. જો કે તેમને કઈ જવાબદારીઓ સોંપવામાં આવશે અને તેઓ કેટલા સમય સુધી તેમનો કાર્યકાળ રહેશે, તે સંસ્થાના આંતરિક નિયમો પર નિર્ભર કરે છે.

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ, રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં આવા સભ્યોની સંખ્યા કુલ સભ્યોના 30 ટકાથી વધુ ન હોવી જોઈએ. જોકે, પક્ષના બંધારણમાં સ્પેશિયલ ઇનવાઇટીના અધિકારો અને જવાબદારીઓ વિશે કોઈ અલગ કે વિગતવાર ઉલ્લેખ નથી. જો યુઝવેન્દ્ર ચહલની ભાજપના નવરચિત રાષ્ટ્રીય OBC મોરચાની કારોબારી સમિતિમાં સ્પેશિયલ ઇનવાઇટી બનાવવામાં આવ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેમને મોરચાની કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
યુઝવેન્દ્ર ચહલ ભારતીય ક્રિકેટ ટીમનો જાણીતો સ્પિન બોલર છે. તે પોતાની લેગ-સ્પિન અને ગૂગલી માટે જાણીતો છે. તેણે ભારત માટે વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે, અને IPLમાં પણ તેનું પ્રદર્શને ખૂબ ચર્ચામાં રહ્યું છે. ચહલે પોતાની બોલિંગ વડે અનેક દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવનારા ચહલનું નામ, હવે ભાજપની નવી OBC મોરચા ટીમમાં સામેલ થવાને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

