મંચ પર જ ચાલ્યા લાત-ઘૂસા, કુર્તા ફાડ્યા, MLAનું નામ ન લેવા બાબતે સાંસદ અને ધારાસભ્યના સમર્થક બાખડ્યા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ડુમરિયાગંજથી સાંસદ જગદંબિકા પાલ અને ધારાસભ્ય વિનય વર્માના સમર્થકો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મંચ પરથી ધારાસભ્યનું નામ ન લેવામાં આવ્યું અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો.

રવિવારે બર્ધની ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગે આ પ્રોજેક્ટ માટે 19.66 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

57

આ કાર્યક્રમમાં સાંસદ જગદંબિકા પાલ પહેલા પહોંચ્યા હતા. ત્યાં હાજર સ્થાનિક ધારાસભ્ય વિનય વર્માના સમર્થકોએ મંચ પરથી વિકાસ પુરુષ વિનય વર્મા ઝિંદાબાદ જેવા નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન, સાંસદ જગદંબિકા પાલના સમર્થકો પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પણ પોતાના નારા લગાવતા મંચ પરથી બોલી રહેલા કાર્યક્રમના ઉદ્ઘોષક જુગ્ગી રામ રાહીને અટકાવવાનો પ્રયાસ કર્યો.

જ્યારે ધારાસભ્યના સમર્થક પ્રદીપ કમલાપુરીએ આનો વિરોધ કર્યો, ત્યારે સાંસદ સાથે આવેલા લોકો ઉશ્કેરાઈ ગયા. આરોપ છે કે તેઓ અચાનક મંચ પર ચઢી ગયા અને ગાળાગાળી સાથે મારામારી પણ શરૂ કરી દીધી. પીડિત પ્રદીપ કમલાપુરીના જણાવ્યા અનુસાર, તેમને કંઈ સમજાય તે પહેલા જ તેમની સાથે મારામારી કરી; જેથી તેમને સામાન્ય ઈજાઓ થઈ અને તેમનો કુર્તો ફાટી ગયો.

શું છે સમગ્ર મામલો?

પ્રદીપ કમલાપુરીએ જણાવ્યું કે ઘટનાસ્થળે પોલીસ અને વહીવટી અધિકારીઓ હાજર હતા, પરંતુ તેઓ આ મારામારીને માત્ર જોતા જ રહ્યા. હુમલાખોરોએ મને ધમકી આપી કે જો હું મંચ પરથી નીચે ઉતરીશ તો મને મારી નાખશે. હું હુમલામાં સામેલ લોકોના નામ આપી રહ્યો છું, પરંતુ તેઓ કઇ પાર્ટીના છે કે કોના સમર્થકો છે, તે તપાસનો વિષય છે.

હકીકતમાં, કેટલાક લોકો કાર્યક્રમના ઉદ્ઘોષક જુગ્ગી રામ રાહી પર દબાણ કરી રહ્યા હતા કે તેઓ મંચ પરથી ધારાસભ્ય વિનય વર્માનું નામ ન લે. મેં તેમનો વિરોધ કરતા કહ્યું કે આવું ન થવું જોઈએ; કારણ કે આ કાર્યક્રમનું આયોજન કરવામાં ધારાસભ્યએ મહેનત કરી છે, એટલે તેમનું નામ લેવું જોઈએ.

કમલાપુરે વધુમાં જણાવ્યું કે, જુગ્ગી રામ રાહીએ મને એવું પણ કહ્યું હતું કે કેટલાક લોકો તેમને ધારાસભ્યનું નામ ન લેવા માટે દબાણ કરી રહ્યા છે. જ્યારે અનિલ અગ્રહરિએ જુગ્ગી રામ રાહી સાથે અભદ્રતા કરી, ત્યારે મેં તેમને આમ ન કરવા કહ્યું. ત્યારબાદ, તે લોકો મંચ પર ચઢી ગયા અને મારી સાથે મારામારી કરવા લાગ્યા. તેઓ બધા લોકો તુલસીયાપુરના રહેવાસી છે અને સાંસદ જગદંબિકા પાલની સાથે આવ્યા હતા.

56

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મંચ પર મારામારી અને ઝપાઝપી થતી જોવા મળે છે. પોલીસકર્મીઓએ વચ્ચે પડીને તે લોકોને અલગ કર્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આસપાસ હાજર લોકો પણ પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાને રેકોર્ડ કરતા જોવા મળ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારબાદ જ્યારે શોહરતગઢના ધારાસભ્ય વિનય વર્મા મંચ પરથી બોલી રહ્યા હતા, ત્યારે તેમની અને સાંસદની સાથે આવેલા લોકો વચ્ચે તું-તું મેં-મેં ચાલુ રહી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ખૂબ બહેસ થઈ અને એક-બીજા વિરુદ્વ અભદ્ર ભાષા અને 'દલાલ' જેવા શબ્દોનો પણ ઉપયોગ પણ થતો દેખાયો.

About The Author

Related Posts

Top News

મંચ પર જ ચાલ્યા લાત-ઘૂસા, કુર્તા ફાડ્યા, MLAનું નામ ન લેવા બાબતે સાંસદ અને ધારાસભ્યના સમર્થક બાખડ્યા

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ડુમરિયાગંજથી સાંસદ જગદંબિકા પાલ અને ધારાસભ્ય વિનય...
Politics 
મંચ પર જ ચાલ્યા લાત-ઘૂસા, કુર્તા ફાડ્યા, MLAનું નામ ન લેવા બાબતે સાંસદ અને ધારાસભ્યના સમર્થક બાખડ્યા

'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર

બિહારના વૈશાલીમાં 'નીતિશ સેતુ'ના ઉદ્ઘાટન બાદ RJD કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય...
Politics 
'નીતિશ સેતુ' પર RJDના કાર્યકરોનો હોબાળો, ઉદ્ઘાટન બાદ ફાડી નાખ્યા પોસ્ટર-બેનર

દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

જાણીતા સિંગર દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્સર્ટ...
Gujarat 
દિલજીતના કોન્સર્ટમાં ઈ-સિગારેટ ફૂંકવા અને બે જૂથ વચ્ચે મારામારીનો મામલો આવ્યો સામે

ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય

ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લ હવે આપણી વચ્ચે નથી...
Gujarat 
ગુજરાતી સાહિત્ય જગતમાંથી દુઃખદ સમાચાર, કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લએ 84 વર્ષની વયે લીધી વિદાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.