શું ગાંધીનગરમાં ફરી આંદોલન થશે? પાલ આંબલિયાએ 2027 અગાઉ 5555 ગાડીઓ સાથે ગાંધીનગર જવાની કરી જાહેરાત

ગુજરાતના એક જાણીતા ખેડૂત નેતા, સામાજિક કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ એક કાર્યક્રમ દરમિયાન મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે 5555 ગાડીઓ સાથે ગાંધીનગર જવાની હાંકલ કરી છે.

pal ambalia
facebook.com/PalbhaiAmbaliyaGPCC

એક કાર્યક્રમમાં બોલતા પાલ આંબલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આવીને આવી નીતિ, દક્ષિણ ગુજરાતમાં આવીને આવી નીતિ અને પછી તરત જ તૈયારી રાખજો, 2027ની શરૂઆત થાય એની પહેલા ગાંધીનગરમાં જિજ્ઞેશભાઈ, મહેશભાઇ કહે છે કે 2222 કાર સાથે આવીશું. પરંતુ હું એમ કહું છુ કે આજે આ ગાડીઓ અને માણસ જોતાં અને આવી બીજી ત્રણ સભા થાય અને પછી ગાંધીનગરની હાંકલ થાય તો 2222 ગાડીની જગ્યાએ 5555 ગાડીઓ હશે. ત્યારબાદ કાર્યક્રમમાં પહોંચેલા લોકોને તેઓ પૂછે છે કે તૈયારી છે ને મિત્રો? તો લોકો તરફથી મોટેથી 'હાં'નો જવાબ આવે છે.

pal ambalia
facebook.com/PalbhaiAmbaliyaGPCC

ત્યારબાદ તેમણે એક ગામની વાત કરતા કહ્યું કે, ગઇકાલે હું એક ગામમાં હતો. ગામનું નામ નથી આપવાનો, વ્યક્તિનું નામ પણ નથી આપવાનો, પરંતુ એક વાત કહીને મારી વાત પૂરી કરું છુ. મને કહે બાલા આ ફોરવ્હીલ છે ને તે એક મહિનાથી થાકીને મૂકી દીધી છે, કાલે પહેલી વખત નિકળીએ, મેં કહ્યું- ક્યાં? તો કહે અંદરથી ડોહુ હોવું જોઈએ ને? નોકરી વૈભવ નથી. એટલે હું કહું છું કાલે એક વખત કાઢજો. અને પછી પાછું એક દિવસ ગાંધીનગર જવાનું થાય તે દિવસે પાછું કાઢજો. બરાબર છે ને?

About The Author

Related Posts

Top News

કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના...
Politics 
કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના...
National 
વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ...
Entertainment 
'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે

લક્ઝરી કારનો શોખ ધરાવતા લોકો માટે બજારમાં વધુ એક મોટી એન્ટ્રી થઇ ચુકી છે. ચીનના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક,...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.