- Politics
- ICUમાં દાખલ લાલકૃષ્ણ અડવાણીનું સ્વાસ્થ્ય કેવું છે? હોસ્પિટલે આપ્યું હેલ્થ અપડેટ
ICUમાં દાખલ લાલકૃષ્ણ અડવાણીનું સ્વાસ્થ્ય કેવું છે? હોસ્પિટલે આપ્યું હેલ્થ અપડેટ
ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્ય અંગે નવી માહિતી સામે આવી છે. 98 વર્ષીય અડવાણીને ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ Apollo હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની તબિયત સ્થિર છે. તેમને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અડવાણીને હોસ્પિટલના પલ્મોનરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય અંગે કેટલાક મેડિકલ પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે. તેમની ઉંમરને ધ્યાનમાં લેતા તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળ્યા બાદ લોકો તેમના સ્વાસ્થ્ય વિશે માહિતીની રાહ જોઇ કરી રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે સવારે 9:30 વાગ્યે Apollo હોસ્પિટલે પહોંચીને ભાજપના આ વરિષ્ઠ નેતાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
અડવાણીની તબિયત પર હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમની સ્થિતિ સ્થિર છે. ડૉક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી તપાસના આધારે સારવાર કરવામાં આવી રહી છે. ચેસ્ટ ઇન્ફેક્શનને કારણે તેમને દિલ્હીની Apollo હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે; તેઓ હાલમાં ICUમાં છે અને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. હોસ્પિટલે પુષ્ટિ કરી છે કે તેમની તબિયત સ્થિર છે. આ પહેલીવાર નથી, જ્યારે તાજેતરના મહિનાઓમાં તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય; આ અગાઉ પણ ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને સારવારની જરૂર પડી હતી. તેમના સ્વાસ્થ્યમાં આગામી સમયમાં શું ફેરફાર આવે છેઅને તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીને ચેસ્ટ ઇન્ફેક્શનને કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમને પલ્મોનરી વિભાગમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. મેડિકલ પરીક્ષણો ચાલી રહ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. અત્યાર સુધી, તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
અડવાણીને આ અગાઉ મે 2026માં પણ, ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અડવાણીને Apollo હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, થોડા દિવસોની તબીબી સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ડિસેમ્બર 2024માં તેમને ઈન્દ્રપ્રસ્થ Apollo હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, ન્યૂરોલોજિસ્ની દેખરેખ હેઠળ તેમની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. તે સમયે પણ હોસ્પિટલે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું. 17 ડિસેમ્બર, 2024ના રોજ, હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને તેમને એક-બે દિવસમાં ICUમાંથી બહાર શિફ્ટ કરી શકાય છે.
ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચીમાં (હાલ પાકિસ્તાનમાં) થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના સૌથી અગ્રણી નેતાઓમાંના એક ગણાય છે. તેમણે સમગ્ર દેશમાં પક્ષના સંગઠનને મજબૂત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે અને અનેક વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. 1990માં તેમની 'રામ રથ યાત્રા' ભારતીય રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ બની. આ યાત્રાએ ભાજપના રાજકીય વ્યાપને વિસ્તારવામાં મોટી ભૂમિકા ભજવી.
અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં, અડવાણીએ 2002-2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાનના રૂપમાં કામ કર્યું. પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ગૃહ મંત્રાલય સહિત અનેક મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. સાર્વજનિક જીવનમાં તેમના યોગદાન બદલ તેમને 2015માં 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં, સૌની નજર તેમના સ્વાસ્થ્ય પર છે અને હોસ્પિટલ તરફથી વધુ અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે.

