ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ ગોવાના કેટલાક મતદારોને એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. CEOએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે તેઓ આ દાવાની તપાસ કરશે.

એવું જાણવા મળ્યું છે કે, ફતોર્ડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સરદેસાઈએ શુક્રવારે E-mail દ્વારા CEOની ઓફિસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

સરદેસાઈએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, કર્ટોરિમ વિધાનસભા મતવિસ્તારના 50થી વધુ મતદારોને ફતોર્ડા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે સામેલ કરવામાં આવ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે તેમાં તેમના મૂળ ઘર નંબર જાળવી રાખવામાં આવ્યા છે, જેનાથી સીમાંકનની કાનૂની પ્રક્રિયાઓને બાયપાસ કરવામાં આવી છે.

Goa-Voters-Transferred1
jansatta.com

તેમણે ફરિયાદમાં લખ્યું છે કે, 'આ મતદારો 2012 અને 2017ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન કર્ટોરીમ વિધાનસભા મતવિસ્તારનો ભાગ હતા. જોકે, તેમને રહસ્યમય અને ગેરકાયદેસર રીતે 2022 અને 2026ની ચૂંટણીઓ માટે ફતોર્ડા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મારા ધ્યાનમાં આવ્યું છે કે, કર્ટોરીમ વિધાનસભા મતવિસ્તારના 50થી વધુ મતદારો (જેની વિગતો આ ફરિયાદ સાથે જોડાયેલા દસ્તાવેજોમાં આપવામાં આવી છે) ગેરકાયદેસર રીતે ફતોર્ડા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે તેમના મૂળ ઘર નંબરો એ જ રહ્યા છે.'

સરદેસાઈ દલીલ કરે છે કે, આ મતદાર ડેટાબેઝની વિશ્વસનીયતા અને ચોકસાઈ પર પ્રશ્નો ઉભા કરે છે. તે મતવિસ્તારોની નિર્ધારિત સીમાઓનું પાલન કરવામાં નિષ્ફળતા અને 1950ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1960ના મતદારો નોંધણી નિયમો અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન તરફ પણ નિર્દેશ કરે છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, 'વિધાનસભા મતવિસ્તારની ભૌગોલિક સીમાઓ કાનૂની સીમાંકન આદેશો અને સત્તાવાર સૂચનાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. મતદાર નોંધણી આ સીમાઓ અને કાયદા હેઠળ મતદારના સામાન્ય રહેઠાણના સ્થળ સંબંધિત કાનૂની આવશ્યકતાઓ અનુસાર કડક રીતે થવી જોઈએ.'

Vijay-Sardesai
pudhari.news

સરદેસાઈએ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય પાસેથી 'મતદારોના અનધિકૃત સ્થાનાંતરણ'ની તપાસ કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, ગોવાના વિધાનસભા મતવિસ્તારોનું અગાઉનું સામાન્ય સીમાંકન 2002 અને 2005ની વચ્ચે પૂર્ણ થયું હતું. અંતિમ આદેશો 2005માં બહાર પાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી, તેને 'સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો સીમાંકન આદેશ, 2008'માં સામેલ કરવામાં આવ્યા હતા.

સરદેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદનો હેતુ મતદાર યાદીઓની નિષ્પક્ષતા, વિધાનસભા મતવિસ્તારોની કાયદેસર રીતે સૂચિત સીમાઓનું પાલન અને લોકશાહી પ્રક્રિયામાં જાહેર વિશ્વાસ જાળવવાનો છે. તેમણે ચૂંટણી રેકોર્ડમાં છેડછાડ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસની નિષ્પક્ષ અને સમયસર તપાસની માંગ કરી હતી.

સરદેસાઈએ ફરિયાદ સાથે 2021અને 2026 માટે 29 કર્ટોરીમ અને 30 ફટોર્ડાની 2012 અને 2017ની મતદાર યાદીઓમાંથી મતદારોના નામ જોડ્યા હતા.

Goa-Voters-Transferred2
economictimes.indiatimes.com

ફરિયાદમાં કર્ટોરીમ મતવિસ્તારમાંથી ફટોર્ડા મતવિસ્તારમાં ટ્રાન્સફર કરાયેલા તમામ મતદાર રેકોર્ડ તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, 'બેદરકારી, ગેરવર્તણૂક, સત્તાનો દુરુપયોગ અથવા રેકોર્ડની ઇરાદાપૂર્વક હેરાફેરી માટે જવાબદાર તમામ વ્યક્તિઓ સામે યોગ્ય વિભાગીય શિસ્ત કાર્યવાહી અને ફોજદારી કાર્યવાહી શરૂ કરો. અન્ય મતવિસ્તારોમાં પણ મતવિસ્તારની સીમાઓનું ગેરકાયદેસર સ્થળાંતર અને મતદાર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે કેમ તે ચકાસવા માટે રાજ્યવ્યાપી ઓડિટ કરો.'

ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી સંજય ગોયલે જણાવ્યું હતું કે, 'અમે ફરિયાદની તપાસ કરીશું અને જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) દ્વારા તેની તપાસ કરાવીશું. જો કોઈ પણ માધ્યમથી ફરિયાદ મળી હોય, તો તેની તપાસ કરાવી ફરજિયાત છે.'

About The Author

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.