આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' તરીકે લોકપ્રિય છે) દ્વારા લોકો નદીમાં કચરો ન નાખે તે માટે તેના કિનારે ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા. પરંતુ, તેમાંથી એક ડસ્ટબિન ચોરાઈ જતાં તેમને ભારે નિરાશા સાંપડી છે.

બિટ્ટુએ શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાજગઢ જિલ્લામાં આવેલી મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની વર્તમાન સ્થિતિ દશાર્વવામાં આવી છે. મહિનાઓની સખત મહેનત પછી પણ નદીના કિનારે ફરીથી પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો જમા થવા લાગ્યો છે.

તાજેતરના વીડિયોમાં બિટ્ટુએ જણાવ્યું કે, લોકો સીધો કચરો નદીમાં ફેંકતા અટકે તે માટે તેણે નદીના કિનારે એક ઝાડ પાસે બે ડસ્ટબિન મૂક્યા હતા, જેથી સ્થાનિક રહેવાસીઓ જવાબદારીપૂર્વક પોતાના કચરાનો યોગ્ય નિકાલ કરી શકે. પરંતુ, જ્યારે તે પાછો આવ્યો ત્યારે ત્યાં માત્ર એક જ ડસ્ટબિન બચ્યું હતું અને બીજું ડસ્ટબિન ચોરાઈ ગયું હતું.

વીડિયોમાં તેણે જણાવ્યું કે, મેં આ ડસ્ટબિન મારા અંગત ઉપયોગ માટે નહીં, પરંતુ લોકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવા માટે સાધન મળી રહે જેથી નદી ફરી પ્રદૂષિત ન થાય તે માટે મૂક્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surendra singh choudhry (@bittu_tabahi)

આ નવું અપડેટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, જનતાની સગવડ માટે રાખવામાં આવેલા ડસ્ટબિન પણ ચોરાઈ ગયા. આ આંચકો એવા સમયે આવ્યો છે જ્યારે તેના થોડા દિવસો પહેલા જ, મંગળવારે બિટ્ટુએ એક અન્ય વીડિયો શેર કરીને મહિનાઓની મહેનત બાદ નદી ફરી પ્રદૂષિત થયેલી જોઈને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તે ફરીથી તે વિસ્તારમાં નદીને સાફ કરવા માટે પાછો ફર્યો હતો.

02

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ જોવા મળ્યો છે.

  • એક યુઝરે દલીલ કરી કે કેટલાક લોકો તેમના પોતાના ભલા માટે બનાવવામાં આવેલી સારી વસ્તુઓ પણ લાયક નથી હોતા.
  • અન્ય એક યુઝરે કચરો ફેંકનારાઓ સામે દંડ વસૂલવાની માગ કરી હતી.
  • ત્રીજા એક યુઝરે બિટ્ટુ તબાહીને પોલીસની મદદ લેવા અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી હતી, અને ચેતવણી આપી હતી કે જો સાઈટની સુરક્ષા માટે પગલાં નહીં લેવાય, તો તેની મહેનત ફરી એકવાર એળે જઈ શકે છે.

About The Author

Related Posts

Top News

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

ફોરેન સ્ટડી માટે અમેરિકા- કેનેડા સિવાય આ છે નવા 5 ગેમ-ચેન્જર દેશો

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે વિકલ્પો માત્ર અમેરિકા, કેનેડા, બ્રિટન કે ઓસ્ટ્રેલિયા પૂરતા મર્યાદિત રહ્યા...
Charcha Patra 
ફોરેન સ્ટડી માટે અમેરિકા- કેનેડા સિવાય આ છે નવા 5 ગેમ-ચેન્જર દેશો

ન્યૂઝીલેન્ડ પ્રવાસે BCCI નહીં, શુભમન ગિલ ઉઠાવશે 5 બોલરોનો ખર્ચ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની તૈયારીઓ માટે એક ખાસ રણનીતિ બનાવી છે. અહેવાલો અનુસાર, ...
Sports 
ન્યૂઝીલેન્ડ પ્રવાસે BCCI નહીં, શુભમન ગિલ ઉઠાવશે 5 બોલરોનો ખર્ચ
Copyright (c) Khabarchhe All Rights Reserved.