કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે પ્રકારે કટ્ટર વિરોધ છે તેને જોતાં બંને દળો વચ્ચે ગઠબંધનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ, સોમવારે રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જયપુરથી લગભગ 380 કિમી દૂર ઝાલાવાડ જિલ્લાની પિડાવા નગરપાલિકામાં ભાજપે AAPના સમર્થનથી કોંગ્રેસને પાછળ છોડીને પોતાની 'સ્થાનિક સરકાર' બનાવી લીધી. સૌથી મોટી પાર્ટી હોવા છતા કોંગ્રેસના હાથમાં કંઈ ન આવ્યું.

BJP
economictimes.indiatimes.com

રાજસ્થાનમાં ચૂંટણી યોજાયેલી 309 સ્થાનિક સંસ્થાઓમાંથી ઘણી જગ્યાએ AAPએ સારું પ્રદર્શન કર્યું. બારાં મ્યુનિસિપલ કાઉન્સિલમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી બહુમતી મેળવવામાં સફળ રહી અ હવે શીતલ રાઠોડે અધ્યક્ષ પદની ચૂંટણી જીતીને AAPએ રાજ્યમાં પ્રથમ વખત સ્થાનિક સરકાર બનાવી. આ ઉપરાંત, ઝાલાવાડ જિલ્લાની પિડાવા નગરપાલિકામાં 5 બેઠકો જીતીને AAPએ નિર્ણાયક ભૂમિકા ભજવી. 20 બેઠકો ધરાવતી આ સંસ્થામાં કોંગ્રેસે સૌથી વધુ 8 વોર્ડ જીત્યા હતા, જ્યારે ભાજપે 6 અને એક વોર્ડ અપક્ષ ઉમેદવારે જીત્યો હતો.

સોમવારે જ્યારે અધ્યક્ષ પદની ચૂંટણીનો સમય આવ્યો, ત્યારે એવી અપેક્ષા હતી કે કોંગ્રેસ બહુમતી મેળવી શકે છે. પરંતુ, ભાજપના ઉમેદવાર રાજુ માલી વિજયી થયા અને ચાર મતોના અંતરથી જીત મેળવી. તેઓ AAPના પાંચ કાઉન્સિલરો અને એક અપક્ષ કાઉન્સિલરનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા.

પિડાવા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો. ટિકિટ ન મળવાથી નારાજ થઈને ઘણા નેતાઓ AAPમાં જોડાઈ ગયા હતા. તેમાંથી પાંચ નેતાઓ પોતાની ચૂંટણી જીતવામાં પણ સફળ રહ્યા હતા. જોકે એવી અપેક્ષા હતી કે આ કાઉન્સિલરો અધ્યક્ષ પદની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપી શકે છે, પરંતુ તેમણે ભાજપને સમર્થન આપવાનો વિકલ્પ વધુ યોગ્ય માન્યો.

રાજસ્થાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થયેલા આ ઉલટફેરને લઈને AAP અને કોંગ્રેસે એકબીજા પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસમાં થયેલા 'ક્રોસ-વોટિંગ'ને કારણે પાલીમાં ભાજપને મળેલી જીતના સમાચાર શેર કરતા કેજરીવાલે પરોક્ષ રીતે કટાક્ષ કર્યો, તો કોંગ્રેસના પવન ખેડાએ આકરો વળતો પ્રહાર કરતા ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે AAPએ ભાજપને મદદ કરી હતી.

AAP
livehindustan.com

ખેડાએ કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપ અને 'AAP' વચ્ચેની સાંઠગાંઠ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટી વાસ્તવમાં ભાજપની 'B-ટીમ' બની ગઈ છે. બારાં અને ઝાલાવાડ (પિડાવા)ની ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે આમ આદમી પાર્ટી કઈ રીતે ભાજપના ઈશારે કામ કરી રહી છે. બારાં મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપની 'મદદ'થી 'AAP'ના ચેરમેન ચૂંટાયા; જ્યારે પિડાવા નગરપાલિકામાં કોંગ્રેસને વધુ મત મળ્યા હોવા છતા ભાજપે 'AAP'ના સમર્થનથી બોર્ડની રચના કરી.

About The Author

Related Posts

Top News

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભારતનો રાજકીય ચક્રવ્યૂહ ખૂબ જ વિચિત્ર છે. અહીં અચાનક જ એવી ઓફરો આવી જાય છે કે, જેને નકારવી અશક્ય...
National 
મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.